ભારતમાં 4 નવા શ્રમ કાયદા લાગુ, જાણો તેનાથી શું શું બદલાયું

new labor laws: કેન્દ્ર સરકારે જૂના 29 કાયદા રદ કરીને 4 નવા શ્રમ કાયદા લાગુ કર્યા છે. જેનાથી શ્રમનું આખું માળખું બદલાઈ ગયું છે.
new labor laws

new labour law: કેન્દ્રની એનડીએ સરકારે દેશમાં લાગુ 29 શ્રમ કાયદાઓને ખતમ કરીને 4 નવા લેબર કોડ લાગુ કર્યા છે. જેનાથી શ્રમનું આખું માળખું બદલાઈ ગયું છે. કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી ચારેય શ્રમ કાયદા લાગુ કર્યા છે. શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ચાર શ્રમ સંહિતા જાહેર કરવામાં આવી છે અને હવે તે દેશનો કાયદો છે.

શુક્રવારે, સરકારે આ નિર્ણય લીધો અને તાત્કાલિક અસરથી ચાર શ્રમ કાયદા લાગુ કર્યા. આ કાયદાઓના અમલીકરણ સાથે, 29 જૂના શ્રમ કાયદા નાબૂદ કરવામાં આવ્યા છે અને હવે એકીકૃત અને સરળ માળખા દ્વારા બદલવામાં આવશે.

સરકાર દ્વારા લાગુ કરાયેલા ચાર કાયદા આ મુજબ છે:

વેતન સંહિતા, 2019

ઔદ્યોગિક સંબંધો સંહિતા, 2020

સામાજિક સુરક્ષા સંહિતા, 2020

વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યકારી પરિસ્થિતિઓ સંહિતા, 2020

શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ચાર શ્રમ કાયદા જાહેર કરવામાં આવ્યા છે અને હવે તે દેશનો કાયદો છે. મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શ્રમ કાયદાઓનું આધુનિકીકરણ અને કામદાર કલ્યાણને પ્રોત્સાહન આપવાના હેતુથી આ ઐતિહાસિક પગલું ભવિષ્ય માટે તૈયાર કાર્યબળ અને મજબૂત, સ્થિતિસ્થાપક ઉદ્યોગોનો પાયો નાખે છે, જે આત્મનિર્ભર ભારત માટે શ્રમ સુધારાઓને આગળ ધપાવશે.

આ પણ વાંચો: વક્ફ કાયદા મુદ્દે બંગાળમાં ભયાનક હિંસા, કલમ 163 લાગુ

બુદ્ધિજીવીઓએ તેને મૂડીવાદીઓનો કાયદો ગણાવ્યો

સોશિયલ મીડિયા પર આ કાયદા અંગે મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે, જેમાં કેટલાક તેને આવકારી રહ્યા છે તો કેટલાક તેને મૂડીવાદીઓના હિતમાં ગણાવી રહ્યા છે. અજિત યાદવ નામના એક યૂઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે, જો ચાર શ્રમ કાયદા લાગુ કરવા તે કામદારો માટે સ્વર્ગ હોત, તો આજે દેશના કામદારો સૌથી અસુરક્ષિત, સૌથી ઓછા વેતન સાથે અને સામાજિક સુરક્ષા વિના મૃત્યુ પામતા ન હોત. તેમની દલીલ છે કે સુધારાના નામે અધિકારો છીનવાઈ રહ્યા છે અને પછી તેને “ઐતિહાસિક” તરીકે ઓળખાવવામાં આવે છે.

જો આ કાયદા આટલા ક્રાંતિકારી છે, તો પછી કારખાનામાં કામદારોના મોતના આંકડા કેમ વધી રહ્યા છે? કોન્ટ્રાક્ટ કામદારો ગુલામોની જેમ કેમ કામ કરી રહ્યા છે? યુનિયનોને કેમ દબાવવામાં આવી રહ્યા છે? લઘુત્તમ વેતન પર કોઈ ગેરંટી કેમ નથી? તેમણે વડા પ્રધાનને આવા ગંભીર પ્રશ્નો પણ પૂછ્યા છે. અજિતના મતે, આ કાયદા કામદારોના અધિકારોને મજબૂત બનાવી રહ્યા નથી પરંતુ તેમને કંપનીઓની દયા પર નિર્ભર બનાવી રહી છે. તેમની દલીલ છે કે ‘Ease of Doing Bussiness’ નો મતલબ કર્તવ્ય કામદારનું અને નફો ઉદ્યોગપતિઓનો.

આ પણ વાંચો: મંદિરો પર I Love Mohammad લખી તણાવ ભડકાવનાર 4 હિન્દુ યુવકોની ધરપકડ

ભારતના ઘણા શ્રમ કાયદા જૂના છે

ભારતના ઘણા શ્રમ કાયદા સ્વતંત્રતા પહેલા અને સ્વતંત્રતા પછીના સમયગાળા (૧૯૩૦-૧૯૫૦ના દાયકા) માં ઘડવામાં આવ્યા હતા જ્યારે અર્થતંત્ર અને કાર્યક્ષેત્ર મૂળભૂત રીતે અલગ હતા. તે મુજબ, જ્યારે મોટાભાગના મુખ્ય દેશોએ છેલ્લા કેટલાક દાયકાઓમાં તેમના શ્રમ કાયદાઓને અપડેટ અને એકીકૃત કર્યા છે, ત્યારે ભારત અત્યાર સુધી ૨૯ કેન્દ્રીય શ્રમ કાયદાઓમાં વિખરાયેલી, જટિલ અને ઘણા કિસ્સાઓમાં જૂની જોગવાઈઓ પર આધારિત કાર્ય કરી રહ્યું છે.

નવા શ્રમ કાયદાઓથી કોને ફાયદો થશે?

પ્રથમ વખત ગિગ અને પ્લેટફોર્મ કામદારો માટે કાયદો બન્યો છે. જો યોગ્ય રીતે તેનું પાલન થશે તો તેમને ફાયદો થશે. આ કાયદો ‘ગિગ વર્ક’, ‘પ્લેટફોર્મ વર્ક’ અને ‘એગ્રીગેટર’ ને પ્રથમ વખત વ્યાખ્યાયિત કરે છે. એગ્રીગેટર્સને તેમના વાર્ષિક ટર્નઓવરના ૧-૨% વેલ્ફેર ફંડમાં ફાળો આપવો પડશે, જે ગિગ કામદારોને ચૂકવવામાં આવતી રકમના ૫% સુધી મર્યાદિત છે. આધાર-લિંક્ડ યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ના લાભો સંપૂર્ણપણે પોર્ટેબલ રહેશે, એટલે કે કામદારો ગમે તે રાજ્યમાં કામ કરશે, તેમને લાભ મળતા રહેશે.

કોન્ટ્રાક્ટ કામદારો માટે કાયમી સુરક્ષાઃ ફિક્સ્ડ ટર્મ એમ્પ્લોઈમેન્ટ (FTE) કોન્ટ્રાક્ટ કામદારોને કાયમી કર્મચારીઓ જેવી જ સામાજિક સુરક્ષા અને કાનૂની સુરક્ષા પૂરી પાડે છે. સતત એક વર્ષની સેવા પછી ગ્રેચ્યુઇટીનો અધિકાર મળશે. પ્રાથમિક નોકરીદાતાઓને આરોગ્ય લાભો અને સામાજિક સુરક્ષા પૂરી પાડવી ફરજિયાત. બધા કર્મચારીઓ માટે મફત વાર્ષિક આરોગ્ય તપાસ કરાવાશે.

આ પણ વાંચો: અમદાવાદના સાબરમતીમાં 20 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ

કાર્યકારી વાતાવરણમાં મોટા ફેરફારો

આ કાયદા હેઠળ કામના કલાકની મર્યાદા 8 કલાકની છે અને નિમણૂક પત્ર ફરજિયાત છે. મહિલાઓ રાત્રિ શિફ્ટ સહિત તમામ નોકરીઓમાં કામ કરી શકશે. ઇલેક્ટ્રોનિક મીડિયા અને ઑડિઓ-વીડિયો કામદારોને ‘કાર્યકારી પત્રકાર’ અને ‘સિને કાર્યકર’ ની વ્યાખ્યામાં સમાવવામાં આવ્યા છે. 500+ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓમાં સલામતી કમિટીઓ ફરજિયાત છે.

ઔદ્યોગિક સંબંધ કાયદાના લાભો

કામદારની વ્યાખ્યામાં સેલ્સ પ્રમોશન, પત્રકારો અને સુપરવાઇઝરી સ્ટાફને સામેલ કરાયા છે. વર્ક ફ્રોમ હોમને કાયદેસર માનવામાં આવ્યું છે. ફરિયાદ નિવારણ સમિતિઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ફરજિયાત કરાયું છે. અનેક ગુનાઓનું ડિક્રિમિનલાઈજેશન અને ઓનલાઇન નોંધણી/રેકોર્ડિંગ કરવાની સુવિધા કરાઈ છે.

આ ફેરફારો શા માટે મહત્વના છે?

પ્રથમ વખત, ગિગ અર્થતંત્રમાં કામદારોને ઔપચારિક રક્ષણ મળશે. કોન્ટ્રાક્ટ કામદારોને કાયમી કર્મચારીઓ જેટલા જ લાભ મળતાં રોજગારની ગુણવત્તામાં સુધારો થશે. ડિજિટલાઈઝેશન અને “વન લાઇસન્સ, વન રજિસ્ટ્રેશન, વન રિટર્ન” પ્રક્રિયાઓને સરળ બનાવશે. મહિલાઓ અને સ્થળાંતર કામદારોના અધિકારોને મજબૂત બનાવવામાં આવશે.

જો કે, આ તમામ બાબતો હાલ માત્ર જાહેર કરવામાં આવેલી છે, બાકી આપણે ત્યાં જે રીતે કાયદાઓને ઉદ્યોગપતિઓ ઘોળીને પી જાય છે, તે જોતા આમાંની કેટલી જોગવાઈઓનો અમલ થશે તે સવાલ છે.

આ પણ વાંચો: આ છે દલિતોને મળતા TOP 5 કાયદાકીય-બંધારણીય અધિકારો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Hiren.shah
Hiren.shah
3 months ago

કંપની માલિકો કરોડો રૂપિયા કમાતા હોય તેમને કાયદાની બીક નથી લાગતી વળી કોઈ કામદાર ફરિયાદ કરે તો કંપની માલિકો મોંઘા વકીલ રોકી મનમાની કરે, કોર્ટમાં કામદાર કેસ જીતી જાય તો તેનો અમલ કરાવવા કોઈ અમલદાર હોતા નથી એટલે કામદાર ને ફરી કોર્ટમાં જવું પડે છે આ છે દેશની કાનુન વ્યવસ્થા. દેશ ચાલે છે કામદારોથી તેમ છતાં સરકાર માલિકો ને સુરક્ષા પૂરી પાડે છે હવે 500 કરતા ઓછા કામદારો હોય તે કંપની માલિકો ને કોઈ કાનુન નડવાનો નથી આ કાનુન માત્ર માલિકો અનુકૂળ આવે તે રીતે બનાવવામાં આવ્યાં છે.

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x