અમદાવાદના રિક્ષાવાળા પાસેથી પોલીસ વર્ષે 180 કરોડ વસૂલે છે?

Ahmedabad news: અમદાવાદના 1.5 લાખ રિક્ષાચાલકો પાસેથી પોલીસ વર્ષે 180 કરોડના હપ્તા વસૂલતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ.
Ahmedabad news

Ahmedabad news: અમદાવાદમાં પોલીસ દ્વારા ચાલતા હપ્તારાજ વિશે હવે સામાન્ય માણસને પણ ઘણું બધું ખબર છે. દારૂ, જુગાર સહિત તમામ ગેરકાયદે ચાલતા ધંધાઓમાં પોલીસ હપ્તા ઉઘરાવીને અસામાજિક તત્વોને છાવરીને પોતાના ખિસ્સાં ભરતા રહે છે. જો કે, હવે પોલીસના હપ્તારાજમાં શહેરના ઓટોરિક્ષાચાલકો પણ આવી ગયા છે.

અમદાવાદમાં દોડતી શટલ રિક્ષામાં સ્ટિકર લગાવી પોલીસ અને તેના વહીવટદારો હપતા લે છે તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયો છે. કોંગ્રેસના આક્ષેપો મુજબ, રિક્ષામાં દર મહિને અલગ-અલગ પ્રકારનાં સ્ટિકર લગાવી ગેરકાયદે હપતાની ઉઘરાણી કરાય છે. આ આક્ષેપના પુરાવા મુદ્દે કોંગ્રેસ દ્વારા વીડિયો જાહેર કરાયો છે. સાથે જ દાવો કરાયો છે કે, પોલીસ એક રિક્ષાદીઠ 1000 રૂપિયાની ઉઘરાણી કરે છે. એ રીતે પોલીસ વિભાગ 180 કરોડથી વધુના ગેરકાયદે હપતા પેટે ઉઘરાણાં કરીને ભ્રષ્ટાચાર કરે છે.

આ પણ વાંચો: પિતાવિહોણી દલિત દીકરીને માતાએ ખેતમજૂરી કરીને DSP બનાવી

Ahmedabad news

રિક્ષામાં સ્ટિકર લગાવીને દર મહિને 1 હજારનો હપ્તો ઉઘરાવાય છે

અમદાવાદમાં દોડતી શટલ રિક્ષામાં એક અલગ જ પ્રકારનું સ્ટિકર લગાવેલું કોંગ્રેસ નેતાના ધ્યાનમાં આવ્યું. આ સ્ટિકર વિશે જ્યારે રિક્ષાચાલક સાથે વાત કરી ત્યારે તેમને જાણવા મળ્યું કે આ સ્ટિકર પર પોલીસનું હપતરાજનું કૌભાંડ ચાલે છે. દર મહિને અલગ-અલગ કલરનું સ્ટિકર લગાવીને પોલીસ અને વહીવટદારો એક રિક્ષાદીઠ દર મહિને એક હજાર રૂપિયાની ઉઘરાણી કરે છે. આ સ્ટિકર લગાવવાનું કારણ એ છે કે જે રિક્ષા પર સ્ટિકર લાગ્યું હોય તે રિક્ષાચાલકે પોલીસને હપતો આપ્યો હોવાનું માની તેની રિક્ષાને કોઈપણ પોઇન્ટ પર રોકવામાં આવતી નથી. જો કોઈ રિક્ષાચાલક આ સ્ટિકર લગાવે નહીં તો તેને અલગ-અલગ પોઇન્ટ પર રોકીને ડિટેઈન કરીને દંડ કરવામાં આવતો હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.

દિવાળી જેવા તહેવારમાં મોટો હપ્તો લેવાય છે?

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે આ દાવા સાથે એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં એક રિક્ષાચાલક આ દાવાની પુષ્ટિ કરે છે. વીડિયોમાં રિક્ષાચાલક કહે છે, એક હજાર રૂપિયાનો હપતો વહીવટદાર લેવા માટે આવે છે. સ્ટિકર લગાવવામાં આવ્યું હોય તો પોઇન્ટ પર રોકવામાં આવતા નથી. જો પકડે તો પહેલા સ્ટિકર ચેક કરવામાં આવે છે. જો સ્ટિકર હોય તો પછી કશું કરતા નથી. દિવાળીના દિવસે અલગ સ્ટિકર લગાવવામાં આવે છે એટલે દિવાળીનું હોવાનું ગણી લેવામાં આવે છે. એક રિક્ષાના હજાર રૂપિયા એટલે વર્ષે એક રિક્ષાના 12 હજાર રૂપિયા હપતો લેવામાં આવે છે. આવી અમદાવાદમાં સાડા 7 લાખ રિક્ષા છે, જેના અલગ-અલગ વિસ્તારમાં હપતા ચાલતા હોય છે.

આ પણ વાંચો: જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આખું ઉત્તર ગુજરાત મેદાનમાં ઉતર્યું

Ahmedabad news

દિવાળીમાં દિવાના સ્ટીકર લગાવાય છે, જેથી શંકા ન જાય

કોંગ્રેસના દાવા મુજબ, દર મહિને પોલીસનું સ્ટિકર બદલાઈ જાય છે અને દિવાળીમાં દિવાના સ્ટિકર લગાવાય છે. પહેલી નજરે એ જોનારને દિવો લાગે. પરંતુ એ દિવાળીના દીવા નથી હોતા, એ સ્ટિકર ભ્રષ્ટાચારનું સ્વરૂપ હોય છે. પોઇન્ટ પર વારંવાર રિક્ષાને રોકવામાં આવે છે અને સ્ટિકર હોય તો તેને જવા દેવામાં આવે છે. જે ગરીબ રિક્ષાવાળાએ સ્ટિકર ના લગાવ્યું હોય તેની રિક્ષા ડિટેઈન કરીને દંડની કાર્યવાહી કરવામાં આવે છે.

હપ્તા છેક ગાંધીનગર સુધી પહોંચતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે આ મામલે જણાવ્યું હતું કે, જો આ પ્રકારનો ભ્રષ્ટાચાર થતો હોય અને એમાં પણ પોલીસ ખાતામાં ભ્રષ્ટાચાર હોય તો એેની તપાસ કરવાની જવાબદારી ગૃહમંત્રીની છે. આ એક સિસ્ટમેટિક કૌભાંડ છે અને આટલા મોટા રૂપિયાનું કૌભાંડ હોય તો એના હપતા ગાંધીનગર સુધી પહોંચતા હોય એમાં શંકા નથી.

આ પણ વાંચો: પોલીસ પરિવારોના વિરોધ વચ્ચે Jignesh Mevani એ મોટું એલાન કર્યું

2 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x