આદિવાસી મહિલાની માથું કપાયેલી લાશ મળી, ટોળાંએ 150 ઘર સળગાવ્યાં

Adivasi News: આદિવાસી મહિલાની માથું કપાયેલી લાશ મળતા હિંસા ફાટી નીકળી; ટોળાએ 150 ઘરોને આગ ચાંપી દીધી.
Adivasi News

Adivasi News: ઓડિશાના મલકાનગિરીમાં એક આદિવાસી મહિલાનું માથું કપાયેલો મૃતદેહ મળ્યા બાદ ભારે અશાંતિ અને હિંસા ફાટી નીકળી હતી. ઉશ્કેરાયેલા ટોળાંએ આ વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશી રહેવાસીઓના ઘરોને આગ ચાંપી દીધી હતી. આ ઘટના બાદ આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે જમીન વિવાદમાં મહિલાની હત્યા કરવામાં આવી હતી. મહિલાનો માથા વગરનો મૃતદેહ મળવાથી વિસ્તારમાં અશાંતિ ફેલાઈ ગઈ હતી. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે સરકારે ઘટનાસ્થળે વધારાના પોલીસ દળો મોકલ્યા છે.

આખા ગામને આગ ચાંપી દેવામાં આવી

અહેવાલો અનુસાર, ઓડિશાના મલકાનગિરીમાં સોમવારે વહેલી સવારે ઉશ્કેરાયેલા ટોળાંએ બાંગ્લાદેશી મૂળના રહેવાસીઓના આખા ગામને આગ ચાંપી દીધી અને રહેવાસીઓ પર હુમલો કર્યો, કારણ કે આદિવાસી સમાજની ગુમ થયેલી એક મહિલાનું માથા વગરનું શરીર મળી આવ્યું હતું. વહીવટીતંત્રે સાંજે 6 વાગ્યાથી 24 કલાક માટે કર્ફ્યુ જાહેર કર્યો છે અને ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી છે, અને સંભવિત પ્રતિક્રિયાને રોકવા માટે જિલ્લામાં વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે.

Adivasi News

આ પણ વાંચો: આદિવાસી સગીરાને કામના બહાને ઘરે બોલાવી બળાત્કાર ગુજાર્યો

કલેક્ટર સોમેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, 1970ના દાયકામાં બાંગ્લાદેશથી સ્થળાંતર કરીને ભારતીય નાગરિકત્વ મેળવનારા 200,000 થી વધુ બંગાળી ભાષી પરિવારો મલકાનગિરી જિલ્લાના 214 ગામોમાં રહે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઉશ્કેરાયેલા આદિવાસી સમાજના હુમલાના ડરથી લગભગ 1,000 રહેવાસીઓએ રાતોરાત MV-26 વસાહત છોડી દીધી હતી.

મહિલાના ગુમ થયા પછી લાશ મળી

આ વસાહતના કેટલાક રહેવાસીઓએ જમીન વિવાદમાં નજીકના રાખલગુડા ગામની રહેવાસી લેક પદિયામી (51) ની હત્યા કરી હતી. તેણી ગુમ થયાની જાણ થયાના એક દિવસ પછી 4 ડિસેમ્બરે દુદામેટ્ટા નદીના કિનારે તેનો માથું કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

આ પણ વાંચો: જૂનાગઢમાં સરકારી અધિકારીઓનો જાતિવાદ, માત્ર દલિતો ટાર્ગેટ પર

આ મામલાનો ઓડિશા વિધાનસભામાં પણ પડઘો પડ્યો. બીજેડીના ધારાસભ્ય પ્રતાપ કેશરી દેબે ભાજપ સરકાર પર બે ગામો વચ્ચે લાંબા સમયથી ચાલતા વિવાદને ઉકેલવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો હતો.

તેમણે કહ્યું કે આગચંપી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી ખરાબ છે તેની ચાડી ખાય છે. માઓવાદીઓ અશાંતિનો ફાયદો ઉઠાવી શકે છે. ભાજપના ધારાસભ્ય ટંકધર ત્રિપાઠીએ વળતો જવાબ આપ્યો કે પાછલી બીજેડી સરકારથી વિપરીત, મોહન ચરણ માઝી સરકારે ઝડપથી કાર્યવાહી કરી. જો કે, આ ઘટનાથી આદિવાસી સમાજ રોષે ભરાયો છે. તેમને ન્યાય જોઈએ છે અને નેતાઓ રાજકારણ કરવા મચી પડ્યા છે.

આ પણ વાંચો: પ્રિન્સિપાલે ધમકાવતા આદિવાસી વિદ્યાર્થી સ્કૂલના ત્રીજા માળેથી કૂદી ગયો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x