વાગરામાં નશામાં ધૂત શખ્સોએ બે આદિવાસી મહિલાને થપ્પડો મારી

દારૂના નશામાં ધૂત શખ્સે આદિવાસી મહિલાઓ પર હુમલો કરી જાતિસૂચક અપશબ્દો કહ્યાં. આરોપીઓ સામે એટ્રોસિટી ફરિયાદ નોંધાઈ.
Vagra sc st act fir

ભરૂચના વાગરામાં દારૂના નશામાં મહિલાઓ સાથે ગેરવર્તન કરી જાતિ વિષયક અપશબ્દો બોલનાર બે શખ્સો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ૧ ફેબ્રુઆરીના રોજ બનેલી આ ઘટનામાં પીડિત મહિલાઓને ઈજાઓ પહોંચી છે અને કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધાયો છે.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના એક ગામમાં સામાજિક મર્યાદાઓ નેવે મૂકીને મહિલાઓ પર શારીરિક હુમલો અને જાતિ વિષયક અપમાન કરવાની અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ રાત્રિના સમયે બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વસાવા સમાજની એક મહિલાના મોટાભાઈ અને સુરેન્દ્રસિંહ છત્રસિંહ યાદવ દારૂના નશામાં ધૂત થઈને હરદીપસિંહ સુરેન્દ્રસિંહ યાદવના ઘરે પહોંચ્યા હતા. દારૂના નશામાં હોવાને કારણે પરિસ્થિતિ વણસી હતી, જેની જાણ થતા પીડિત પક્ષના માતા અને બહેન ત્યાં શું ચાલી રહ્યું છે તેની પૂછપરછ કરવા માટે સુરેન્દ્રસિંહના ઘરે ગયા હતા.

આ પણ વાંચો: તાલાલામાં સીદીઓના નામ કમી કરાવવા અજાણ્યા લોકો ફોર્મ ભરી ગયા!

જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા, ત્યારે સુરેન્દ્રસિંહ યાદવ પોતાના ઘરની બહાર પોતાની પત્ની સાથે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો કરી રહ્યા હતા. આ મામલો શાંત પાડવા અથવા જાણકારી મેળવવા ગયેલી મહિલાઓ પર અચાનક હરદીપસિંહ યાદવે હુમલો કરી દીધો હતો. હરદીપસિંહે એક મહિલાને જોરદાર ધક્કો મારીને જમીન પર પાડી દીધા હતા, જેના કારણે તેમને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

બીજી મહિલાને ગાલ પર લાફા મારી દીધાં, ગાળો ભાંડી

આરોપીઓએ આટલે જ નહોતા અટક્યા. તેણે હુમલા દરમિયાન બીજી મહિલાને પણ બંને ગાલ પર જોરદાર તમાચા મારી દીધા હતા. હુમલાખોરોએ ભાન ભૂલીને સમગ્ર સમાજને નીચું દેખાડવાના આશયથી જાતિ વિષયક અત્યંત અપમાનજનક અને ગંદી ગાળો આપી હતી. ફરિયાદમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આરોપીઓએ પીડિતોને શારીરિક રીતે ઈજા પહોંચાડવાની સાથે તેમની સામાજિક પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: IAS ટીના ડાબીને જાતિવાદી તત્વોએ સામાન્ય બાબતે ટ્રોલ કર્યા!

મહિલાને લાકડાના દંડાથી માર માર્યો

ત્યારબાદ આરોપીએ વધુ હિંસક બની લાકડાનો સપાટો (ડંડો) ઉઠાવ્યો હતો અને બહેનને મારવાનો પ્રયાસ કર્યો હતો. આ હોબાળાને કારણે આસપાસના વિસ્તારની જાહેર શાંતિ જોખમાઈ હતી. આરોપીઓનું આ વર્તન માત્ર શારીરિક હુમલો જ નહીં, પરંતુ ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો પણ સીધો ભંગ હતો.

Vagra sc st act fir

એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ

આ સમગ્ર મામલે વાગરા પોલીસ સ્ટેશનમાં વિધિવત રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈને ભારતીય ન્યાય સંહિતા (BNS-2023) અને એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જેમાં BNS-2023 કલમ 115(2): સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી, જી.પી. એક્ટ કલમ 135: હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરવો, એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(r), 3(1)(s): જાહેરમાં જાતિ વિષયક અપમાન કરવું, એટ્રોસિટી એક્ટ કલમ 3(2)(VA): એસસી એસટી વિરુદ્ધ ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:  જામનગરમાં નાસ્તાની માથાકૂટમાં દલિત યુવકનું નાક તોડી નાખ્યું

દાખલારૂપ કાર્યવાહી કરવા માંગ ઉઠી

વાગરા પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈ પંચનામું કર્યું છે અને પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા માટે તપાસ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. સમાજમાં અશાંતિ ફેલાવનારા અને મહિલાઓનું અપમાન કરનારા તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે.

આ પણ વાંચો: રવિદાસ જયંતિની ઉજવણી લોહીયાળ બની, ગોળીબારમાં 2 ના મોત

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x