“આ લોકો મોદીને ગાળો આપે છે” કહી ભાજપ સાંસદે મુસ્લિમોના ધાબળા પરત લઈ લીધાં

ભાજપના ભૂતપૂર્વ સાંસદે મહિલાનું નામ પૂછ્યું અને તે મુસ્લિમ હોવાનો ખ્યાલ આવતા કહ્યું, ‘આ લોકોને મોદીને ગાળો ભાંડે છે’ કહી ધાબળો પરત લઈ લીધો.
Sukhbir Singh Jaunpuria viral video

ભારત એક બિનસાંપ્રદાયિક દેશ હોવા છતાં ભાજપના નેતાઓ જાહેરમાં વારંવાર મુસ્લિમો વિરોધી નિવેદનો આપતા રહે છે. આવી જ એક ઘટનામાં રાજસ્થાનના ટોંકના ભૂતપૂર્વ ભાજપ સાંસદ સુખબીર સિંહ જૌનાપુરિયાએ એક કાર્યક્રમમાં મુસ્લિમ મહિલાઓને ધાબળા આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “આ લોકો મોદીને ગાળો આપે છે, તેથી તેમણે અહીં ન આવવું જોઈએ.” જોકે, કેટલાક ગ્રામજનોએ તેમની કાર્યવાહી સામે વાંધો ઉઠાવ્યો હતો, જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, “કોને ધાબળા આપવા અને કોને નહીં તે તેમની મરજી છે.”

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને હવે તે પર હોબાળો મચી ગયો છે. ઘણા વિપક્ષી નેતાઓએ પણ સુખબીર સિંહના વલણ પર સવાલ ઉઠાવતા આ વીડિયો શેર કર્યો છે.

આ પણ વાંચો: દલિત સગીર પર હુમલાનો વીડિયો વાયરલ થતા સ્કૂલે જવાનું બંધ કર્યું

મીડિયા રિપોર્ટ મુજબ, આ ઘટના ટોંકના નિવાઈ વિધાનસભા ક્ષેત્રના કરેડા બુઝુર્ગ ગામમાં બની હતી. પૂર્વ સાંસદ સુખબીર સિંહ જૌનપુરિયા રવિવાર, 22 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમ સાંભળીને દિલ્હીથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન, તેઓ કરેડા બુઝુર્ગ ગામમાં જરૂરિયાતમંદોને ધાબળા વહેંચવા માટે રોકાયા હતા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં, મુસ્લિમ સમાજના કેટલાક લોકોને ત્યાં હાજર જોઈને સુખબીર સિંહ ગુસ્સે થઈ જાય છે. તે એક મહિલાને તેનું નામ પૂછે છે અને પછી તે મુસ્લિમ હોવાનો ખ્યાલ આવતા જ તેને ત્યાંથી જવાનું કહે છે. ત્યારબાદ સુખબીરને કહેતા સાંભળી શકાય છે, “આ લોકો અહીંથી સામાન લઈ જાય છે અને પછી મોદીને ગાળો ભાંડે છે.”

સુખબીર સિંહે કેટલીક મહિલાઓને આપેલા ધાબળા પણ પાછા લઈ લીધા અને તેમને ત્યાંથી જવાનું કહ્યું. ગામલોકોએ પણ તેમના વર્તનનો વિરોધ કર્યો હતો. સુખબીર જતા રહ્યા ત્યારે કેટલાક લોકો તેમની કાર પાસે ગયા અને કહ્યું, “આ યોગ્ય નથી.” જે લોકો આવ્યા હતા તેમને પાછા મોકલવા જોઈતા નહોતા. સુખબીર સિંહ જૌનપુરિયા કહે છે કે તેમણે કંઈ ખોટું કર્યું નથી. આ કોઈ સરકારી કાર્યક્રમ નથી; આ તેમનો અંગત કાર્યક્રમ છે. તેઓ જેને ઈચ્છે તેમને ધાબળા વહેંચી શકે છે.

આ પણ વાંચો: હિન્દુ સંગઠનોએ મુસ્લિમ યુવક-દલિત યુવતીના લગ્ન રદ કરાવ્યા!

ત્યારબાદ, સુખબીર સિંહ જૌનપુરિયાએ મીડિયા સાથે વાત કરતી વખતે એ જ લાગણીઓનો પુનરોચ્ચાર કર્યો. તેમણે કહ્યું કે આ કાર્યક્રમમાં એક ખાસ ધર્મની 15-20 મહિલાઓ આવી હતી. તેમણે કહ્યું, “આ મારો અંગત કાર્યક્રમ હતો. તેઓ મોદીને ગાળો આપે છે. આ સ્વીકાર્ય નથી. વાત વોટબેંકની નથી. બધાં મત નથી આપતા, પરંતુ ગાળો થોડી દઈ શકાય? સરકારી યોજનાઓ હેઠળ દરેકને બધું મળે છે. પણ હું નથી આપી શકતો.”

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમનું વર્તન લોકો પ્રત્યે અપમાનજનક નથી, તો ભૂતપૂર્વ સાંસદ કહે છે, “ના, બિલકુલ નહીં. મેં આદરપૂર્વક કહ્યું તે તમારે લોકોએ નહોતું આવવું જોઈતું. આ તમને શોભતું નથી.” તેમણે એમ પણ કહ્યું, “જો તમે આ લોકોને રેલીમાં આમંત્રણ આપશો, તો નહીં આવે. અમારા કાર્યક્રમમાં પણ નથી આવતા.”

હાલ તો, સમગ્ર મુદ્દા પર રાજકારણ ગરમાયું છે. વિપક્ષી કોંગ્રેસના નેતાઓએ સુખબીર સિંહનો વીડિયો શેર કરીને તેમની આકરી ઝાટકણી કાઢી છે. કોંગ્રેસના સોશિયલ મીડિયા પ્રભારી સુપ્રિયા શ્રીનેતે આ વીડિયો શેર કરીને લખ્યું, “ભાજપના ભૂતપૂર્વ સાંસદ સુખબીર સિંહ જૌનપુરિયા ટોંકમાં ધાબળાનું વિતરણ કરી રહ્યા હતા. તેમણે એક ગરીબ મુસ્લિમ મહિલાનું અપમાન કર્યું અને તેની પાસેથી ધાબળો પાછો લઈ લીધો. વાસ્તવમાં, આ માણસ દિલ અને વિચારોથી દરિદ્ર છે. તેને નિમ્ન અને ધિક્કારપાત્ર માણસ છે, લોકોએ યોગ્ય રીતે તેનો વિરોધ કર્યો. તેનો ધાબળો તેના મોં પર મારી દેવો જોઈતો હતો.”

આ પણ વાંચો: ટોળાંએ મુસ્લિમ વૃદ્ધને ‘ગૌમાતાની જય’ બોલાવી, ઉઠકબેઠક કરાવી ફટકાર્યા!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x