રાજકોટમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં અંધશ્રદ્ધાનું ઘોડાપૂર, સુઑમોટોની માંગ

રાજકોટમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં ભૂત-પ્રેત કાઢવાના નામે અંધશ્રદ્ધા ફેલાવાઈ, ધૂણતી મહિલાઓએ પત્રકારો પર હુમલો કર્યો, રેશનાલિસ્ટોએ સુઓમોટો કાર્યવાહીની માંગ કરી.
Baba Bageshwar Darbar superstition controversy

રાજકોટ(Rajkot)ના રેસકોર્સ મેદાનમાં યોજાયેલા બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના કથિત ‘દિવ્ય દરબાર’ (Baba Bageshwar Darbar)માં અંધશ્રદ્ધા(superstition) ફેલાવવાના અને કાયદો-વ્યવસ્થા જોખમાવવાના ગંભીર આક્ષેપો સાથે મોટો વિવાદ(controversy) ઊભો થયો છે. આ કાર્યક્રમ દરમિયાન જાહેરમાં ભૂત-પ્રેત કાઢવાના નામે અંધશ્રદ્ધા ફેલાવતા દ્રશ્યો સર્જાતા ચોતરફ અંધાધૂંધી વ્યાપી ગઈ હતી.

આ ઘટનાના સંદર્ભમાં સામાજિક અગ્રણી પરસોતમ પીપળીયા અને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા બાબા બાગેશ્વર તેમજ આયોજકો વિરૂદ્ધ અંધશ્રદ્ધા વિરોધી કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવા અને પોલીસ પ્રશાસન સમક્ષ તાત્કાલિક ‘સુઑમોટો’ ગુનો દાખલ કરવાની ઉગ્ર માંગ ઉઠાવવામાં આવી છે.

આ પણ વાંચો: દલિત વિદ્યાર્થીનીને બેભાન કરી ડોક્ટરે હોસ્પિટલમાં બળાત્કાર ગુજાર્યો

મળતી વિગતો અનુસાર, કથિત દિવ્ય દરબાર દરમિયાન મંચ પરથી ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક વિશિષ્ટ હુંકાર કે આહવાન કર્યું હતું. આ હુંકાર બાદ પંડાલમાં હાજર લોકોમાં અચાનક ઉત્તેજના વ્યાપી ગઈ હતી અને મહિલા-પુરુષો મોટા પાયે ‘ધૂણવા’ લાગ્યા હતા. આ દરમિયાન કેટલીક મહિલાઓ પર ‘પ્રેત’ આવ્યું હોવાના નામે તેઓ ધૂણવા લાગી હતી અને કાબૂ ગુમાવીને ત્યાં કવરેજ કરી રહેલા પત્રકારો અને અન્ય લોકો પર હુમલો કરી દીધો હતો. આ હુમલાને કારણે આખા પંડાલમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.

આક્ષેપ છે કે કાયદો અને વ્યવસ્થા જોખમાય તેવી સ્થિતિ હોવા છતાં ધીરેન્દ્ર શાસ્ત્રી મંચ પરથી આ સમગ્ર ઘટનાક્રમ મૂકપ્રેક્ષક બનીને જોતા રહ્યા હતા અને અંધાધૂંધી રોકવાનો કોઈ પ્રયાસ કર્યો નહોતો. આ સિવાય કાર્યક્રમમાં એક નિર્દોષ બાળકને પણ ધૂણાવવામાં આવ્યો હતો, જેને બુદ્ધિજીવીઓએ હીન કૃત્ય ગણાવ્યું છે.

આ પણ વાંચો: દલિત કર્મચારીને પિસ્તોલ બતાવી બ્રાહ્મણ શખ્સે મફત પેટ્રોલ ભરાવ્યું

સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાન પુરષોત્તમ પીપળીયાએ આ સમગ્ર ઘટનાક્રમને પૂર્વનિયોજિત અને ‘પ્લાન્ટેડ ઢોંગ’ ગણાવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે બાબા પોતાના પઢાવેલા માણસો (માવઠાઓ) સાથે લઈને આવ્યા હતા અને અંધશ્રદ્ધાના ઓઠા હેઠળ આર્થિક લાભ ખાટી રહ્યા છે. સ્ટેજ પરથી ચિઠ્ઠી-ચબરખી કાઢીને વરતારો આપવો એ કોઈ દૈવી શક્તિ નથી પરંતુ માત્ર જાદુગરીની ટ્રીક અને ટેકનિક છે. પીપળીયાએ બાબાને મીડિયા સમક્ષ સામસામે ખુલ્લી ચર્ચા કરવાનો પડકાર પણ ફેંક્યો છે. નોંધનીય છે કે, પરસોતમ પીપળીયા આ કાર્યક્રમનો વિરોધ કરવા ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ પોલીસે તેમની ઘરની બહારથી અટકાયત કરી લીધી હતી.

આ પણ વાંચો: ભાજપ ધારાસભ્યે દલિત એન્જિનિયરને ઓફિસે બોલાવી ઢોર માર માર્યો!

બીજી તરફ, ‘વિજ્ઞાન જાથા’ ના પ્રમુખ જયંત પંડ્યા અને તેમની ટીમે પણ ધીરેન્દ્ર શાસ્ત્રી અને કથાના આયોજકો સામે ગુનો દાખલ કરવાની લેખિત રજૂઆત કરી છે. વિજ્ઞાન જાથાના મતે, સનાતન કથાના નામે માનસિક રોગીઓ સાથે ખિલવાડ અને અવૈજ્ઞાનિક સારવાર કરવામાં આવી છે.

આ ઉપરાંત, કથાને રાત્રિના 10 વાગ્યા સુધી જ મંજૂરી હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન થયું હોવાથી આયોજકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવાની માંગ કરાઈ છે. આજના વિજ્ઞાન અને ડિજિટલ યુગમાં વિકાસ તથા રોજગારીના બદલે આવા કથિત ચમત્કારોના નામે અંધશ્રદ્ધા ફેલાવવાની પ્રવૃત્તિ સામે રાજ્યના તાર્કિકો, બુદ્ધિજીવીઓ અને સોશિયલ મીડિયા યુઝર્સમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રશાસન આવા તત્વો સામે કેમ આંખ આડા કાન કરે છે તેવા તીખા સવાલો સાથે હવે આ મામલે કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવાની માંગ જોર પકડી રહી છે.

આ પણ વાંચો: દલિત યુવકને જાતિ પૂછી જોઈનિંગના બે કલાકમાં નોકરીમાંથી કાઢી મૂક્યો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x