દલિત યુવકને જાતિ પૂછી જોઈનિંગના બે કલાકમાં નોકરીમાંથી કાઢી મૂક્યો

Dalit News: દલિત યુવકને તેની લાયકાતના આધારે એચઆરની પોસ્ટ પર પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ દલિત હોવાનો ખ્યાલ આવતા માત્ર 2 જ કલાકમાં તેને કાઢી મૂકવામાં આવ્યો.
Panipat Dalit Youth News

Dalit News: દલિતો સાથે દેશમાં દરરોજ કોઈને કોઈ રીતે અત્યાચાર થતો રહે છે. સામાન્ય રીતે ગામડાઓમાં રહેતા જાતિવાદી તત્વો દલિતો સાથે અસ્પૃશ્યતા પાળી તેમના પર સામાન્ય બાબતે હુમલો કરી દેતા હોય છે. જો કે, હવે જાતિવાદ કોર્પોરેટ કલ્ચર સુધી પ્રવેશી ગયો છે.
હરિયાણાના પાણીપત શહેરમાંથી જાતિગત ભેદભાવની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જીટી રોડ પર આવેલી ‘ઈલા હોમ ફેશન’ નામની ખાનગી કંપનીમાં ઇન્ટરવ્યુ પાસ કરીને એચઆર (HR) પદ પર સિલેક્ટ થયેલા એક દલિત યુવકને જોઈનિંગના માત્ર બે જ કલાકમાં નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. પીડિત યુવકે કંપનીના માલિક, જીએમ અને એચઆર સામે જાતિસૂચક અપશબ્દો બોલી અપમાનિત કરવા બદલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

લાયકાત હોવા છતા જાતિ પૂછી કાઢી મૂક્યો

બાબરપુર મંડી વિસ્તારમાં રહેતા રિજુલ કુમાર નામના યુવકે પાણીપતની ખાનગી કંપનીમાં એચઆર પોસ્ટ માટે ઇન્ટરવ્યુ આપ્યો હતો. યોગ્યતાના આધારે તેનું સિલેક્શન થયું અને સેલરી સહિતની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી હતી. સિલેક્શન બાદ રિજુલને કંપનીના જનરલ મેનેજર (GM)ને મળવા માટે જણાવવામાં આવ્યું હતું. યુવક જ્યારે જીએમના કેબિનમાં ગયો, ત્યારે તેની યોગ્યતા કે કામકાજ અંગે ચર્ચા કરવાને બદલે સીધી તેની જાતિ પૂછવામાં આવી હતી.

આ પણ વાંચોઃ સવર્ણોએ દલિત યુવકને અર્ધ નગ્ન કરી જૂતા પહેરાવી 2 ગામમાં ફેરવ્યો

બે કલાકમાં ફોન કરી નોકરીમાંથી કાઢી મૂક્યો

જીએમને પોતાની જાતિ જણાવ્યા બાદ રિજુલ કંપનીમાંથી ઘરે પરત ફર્યો હતો. પરંતુ ઓફિસ છોડ્યાના બે જ કલાકમાં કંપનીના અધિકારી તરફથી તેને ફોન આવ્યો હતો. ફોન પર અધિકારીએ જણાવ્યું કે, “આઈ એમ સોરી, અમે તમને નોકરી પર રાખી શકીએ નહીં. તમે શિડ્યુઅલ કાસ્ટ (SC) માંથી આવો છો અને આ અમારી કંપનીની પોલિસીમાં બેસતું નથી.” જાતિના આધારે નોકરીમાંથી કાઢી મૂકવાના આ આદેશથી યુવક આઘાતમાં સરી પડ્યો હતો.

કારણ પૂછવા જતાં ધક્કા મારી કાઢી મૂક્યો

કંપનીના આ ભેદભાવપૂર્ણ વલણનું કારણ જાણવા માટે રિજુલ તેની બહેન સાથે ફરીથી કંપનીની ઓફિસે પહોંચ્યો હતો. આક્ષેપ છે કે ત્યાં હાજર સિનિયર એચઆર અને કંપનીના માલિકની માતાએ ભેગા મળીને બંને ભાઈ-બહેનને જાતિસૂચક શબ્દો કહીને જાહેરમાં અપમાનિત કર્યા હતા. એટલું જ નહીં, તેમની સાથે હાથાપાઈ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ધક્કા મારીને કંપનીની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. યુવકે જણાવ્યું કે આ ઘટનાને કારણે તે આખી રાત માનસિક તણાવમાં રહ્યો હતો.

એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ

આ અન્યાય સામે પીડિત રિજુલ કુમારે પાણીપતના સેક્ટર 13-17 પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. તેણે કંપનીના માલિકની માતા, GM અને HR વિરૂદ્ધ એટ્રોસિટી એક્ટ( SC-ST  Act) અને અપમાનિત કરવા બદલ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. મામલાની ગંભીરતાને જોતાં સ્થાનિક થાણા પ્રભારીએ જણાવ્યું છે કે યુવકની ફરિયાદના આધારે ગુનો નોંધીને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક અને ઝીણવટભરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ ‘તારી આ જ હેસિયત છે’ કહી દલિત યુવકને જૂતામાં પાણી ભરીને પીવડાવ્યું

આ પણ વાંચોઃ દલિત યુવકે સવર્ણ યુવતી સાથે કોર્ટ મેરેજ કરતા ટ્રેન સામે ફેંકી હત્યા

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x