શિક્ષકોએ કહ્યું, ‘તમે ગંદા ગટરના કીડા છો, ભણીને શું કરશો?’

શિક્ષકોએ દલિત વિદ્યાર્થીઓને ટોર્ચર કરતા કહ્યું, ‘તમે ગંદા ગટરના કીડા છો... ભણીને શું કરશો ન્યાય માટે 35 KM પગપાળા ચાલીને CMને મળવા પહોંચ્યા.
dalt newsi

બિહારના નવાદા જિલ્લાના રજૌલીમાં આવેલી ભીમરાવ આંબેડકર છાત્રાલય વિદ્યાલયના દલિત વિદ્યાર્થીઓ સાથે શાળાના જ શિક્ષકો દ્વારા અમાનુષી અને શરમજનક વ્યવહાર કરવામાં આવતો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિદ્યાર્થીઓનો સીધો આક્ષેપ છે કે વર્ષોથી આ શાળામાં ફરજ બજાવતા શિક્ષકો તેમની સાથે ભયંકર જાતિગત ભેદભાવ રાખે છે.

પીડિત વિદ્યાર્થીઓએ રડતી આંખે જણાવ્યું કે, “શિક્ષકો અમને જાતિસૂચક શબ્દો કહીને અપમાનિત કરે છે. તેઓ મોઢા પર કહે છે કે, ‘તમે બધા ગંદા ગટરના કીડા છો… તમે લોકો ભણી-ગણીને શું ઉખાડી લેવાના છો?’” શિક્ષકોના આવા અત્યંત ક્ષોભજનક વ્યવહારથી કંટાળીને આખરે વિદ્યાર્થીઓએ ન્યાય માટે અવાજ ઉઠાવ્યો છે.

ફરિયાદ કરતાં જ 5 વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો

શાળામાં ચાલી રહેલા આ અત્યાચાર અંગે વિદ્યાર્થીઓએ અગાઉ સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં ફરિયાદ પણ કરી હતી. જોકે, તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નહોતા. આ વાતની ખબર જ્યારે શાળાના શિક્ષકોને પડી, ત્યારે તેઓ વધુ હિંસક બન્યા હતા. પીડિત વિદ્યાર્થી શિવમ કુમારે જણાવ્યું કે, ફરિયાદ કરવા બદલ શિક્ષકોએ કિન્નાખોરી રાખીને 5 દલિત વિદ્યાર્થીઓને બેરહેમીથી ઢોર માર માર્યો હતો. અધિકારીઓ સમક્ષ અવાજ ઉઠાવવા બદલ હોસ્ટેલની અંદર જ તેમની પર શારીરિક અને માનસિક અત્યાચાર ગુજારવામાં આવતો હતો, જેથી તેમનું જીવવું મુશ્કેલ બની ગયું હતું.

આ પણ વાંચો: દલિત ડેપ્યુટી CMના જિલ્લામાં જ દલિતો પાસે હાથથી મેલું ઉપડાવાયું!

35 કિલોમીટર પગપાળા ચાલી પટના પહોંચ્યા, પોલીસે અધવચ્ચે રોક્યા

સ્થાનિક વહીવટી તંત્ર અને વિભાગ તરફથી કોઈ મદદ ન મળતા, આ દલિત વિદ્યાર્થીઓ ન્યાયની માંગ સાથે નવાદાથી આશરે 35 કિલોમીટર સુધી પગપાળા ચાલીને રાજધાની પટના પહોંચ્યા હતા. તેઓ પોતાની ફરિયાદ સીધી મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી સમક્ષ રજૂ કરવા માંગતા હતા. જોકે, પટના પહોંચતા જ પટના પોલીસે ન્યાય માટે ભટકી રહેલા આ વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી આવાસ તરફ આગળ વધતા અટકાવી દીધા હતા અને પટનાના આર બ્લોક ચોકડી પર જ રોકી રાખ્યા હતા. પોલીસ દ્વારા અટકાવવામાં આવતા જ રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ રસ્તા પર જ બેસીને પ્રદર્શન કરવા લાગ્યા હતા.

આ પણ વાંચો: ડૉ.આંબેડકર આદિવાસીઓ વિશે શું માનતા હતા?

મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી પાસેથી જ ન્યાયની આશા

પ્રદર્શન કરી રહેલા દલિત વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, પોલીસ અમને કહી રહી છે કે મેજિસ્ટ્રેટ આવશે તેમની સાથે વાત કરીને તમારી ફરિયાદ આપજો. પરંતુ અમને સ્થાનિક અધિકારીઓ કે મેજિસ્ટ્રેટ પર કોઈ ભરોસો નથી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે જ્યાં સુધી આ ગંભીર બાબત સીધી મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના કાન સુધી નહીં પહોંચે, ત્યાં સુધી હોસ્ટેલના જાતિવાદી શિક્ષકો સામે કોઈ પગલાં લેવાશે નહીં અને અમને ન્યાય નહીં મળે.

વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે મુખ્યમંત્રી તેમના દર્દને સમજે અને માસૂમ બાળકોને ગટરના કીડા કહીને માર મારતા જાતિવાદી શિક્ષકો પર તાત્કાલિક કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે આ દલિત વિદ્યાર્થીઓની સમસ્યા પર સરકાર શું પગલાં ભરે છે.

આ પણ વાંચો: પાંચ પોલીસ સ્ટેશનના કાફલા વચ્ચે દલિત યુવકની જાન નીકળી

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x