કેન્દ્રની મોદી સરકારે બે દાયકા જૂની અને ગ્રામીણ ગરીબો માટે આશીર્વાદરૂપ ગણાતી ‘મનરેગા’ (MGNREGS) યોજનાનું નામ બદલીને ‘વિકસિત ભારત-ગેરંટી ફોર રોજગાર ઓર આજીવિકા મિશન (ગ્રામીણ)’ એટલે કે VB-G RAM G કરી દીધું છે. જોકે, 1 જુલાઈથી અમલમાં આવેલી આ નવી યોજનાના પહેલા જ મહિનાના સરકારી આંકડા દર્શાવે છે કે ગ્રામીણ રોજગારમાં અડધોઅડધ એટલે કે આશરે 50% નો સીધો ઘટાડો થયો છે. બ્રાન્ડિંગ અને નવાં નામો આપવાની ઘેલછામાં સરકારે દેશના કરોડો શ્રમિકોને મળતી રોજગારી પર મોટો પ્રહાર કર્યો હોવાના આક્ષેપો સાથે મોદી સરકારની તીવ્ર ઝાટકણી કાઢવામાં આવી રહી છે.
આંકડામાં ખુલ્લી પડી નવી યોજનાની નિષ્ફળતા
સત્તાવાર સરકારી આંકડા મુજબ, જુલાઈ 2026 માં VB-G RAM G યોજના હેઠળ માત્ર 7.67 કરોડ પર્સન-ડેઝ (કામના દિવસો) જ જનરેટ થઈ શક્યા હતા. જ્યારે ગત વર્ષે આ જ મહિનામાં મનરેગા હેઠળ 15.33 કરોડ પર્સન-ડેઝ જનરેટ થયા હતા. આમ, નવી યોજના લાગુ થતાં જ રોજગારી સર્જનમાં 49.94% નો મોટો ઘટાડો નોંધાયો છે.

માત્ર કામના દિવસો જ નહીં, પરંતુ લાભાર્થી પરિવારોની સંખ્યામાં પણ મોટો કડાકો બોલ્યો છે. July 2026 માં આ યોજનાનો લાભ લેનારા પરિવારોની સંખ્યા 51.45% ઘટીને માત્ર 68.94 lakh રહી ગઈ છે, જે ગત વર્ષે મનરેગા હેઠળ 1.42 crore હતી. યોજનાનું નામ બદલીને મોટો રોફ જમાવવાનો પ્રયાસ કરનાર સરકાર માટે આ આંકડા આંખ ઉઘાડનારા અને નીતિગત નિષ્ફળતા છતી કરનારા છે.
આ પણ વાંચો: દલિત બાળકે બ્રાહ્મણ શિક્ષકની બોટલમાંથી પાણી પીતાં લાકડીથી માર્યો
125 દિવસની ગેરંટી કે રોજગાર રોકવાનું બહાનુ?
સરકારે દાવો કર્યો હતો કે VB-G RAM G હેઠળ નાણાકીય વર્ષમાં 100 દિવસને બદલે 125 દિવસના રોજગારની ગેરંટી આપવામાં આવશે. પરંતુ આ જ કાયદામાં એક એવો નિરાશાજનક નિયમ ઉમેરવામાં આવ્યો છે, જેના હેઠળ મુખ્ય ખેતીની સિઝન (વાવણી અને લણણી) દરમિયાન વર્ષમાં કુલ 60 days સુધી રોજગાર ગેરંટી રોકી શકાય છે.
સરકારનો તર્ક છે કે આનાથી ખેડૂતોને મજૂરો મળી રહેશે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ જોગવાઈના કારણે વર્ષના મહત્વના દિવસોમાં મજૂરોને સરકારી કામ મળતું બંધ થઈ જાય છે. પરિણામે, કાગળ પર 125 દિવસની ગેરંટી આપતી સરકાર વાસ્તવિક ધાતલ પર શ્રમિકોના અધિકારો પર કાપ મૂકી રહી છે.

મંત્રાલયનો બચાવ અને બજેટના દાવા
બીજી તરફ, ગ્રામીણ વિકાસ મંત્રાલયે પોતાનો બચાવ કરતા જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2026-27 માટે ₹95,692 કરોડનું રેકોર્ડ બજેટ ફાળવવામાં આવ્યું છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ બજેટ છે. અધિકારીઓનો દાવો છે કે 1.33 કરોડથી વધુ ગ્રામીણ મજૂરોને રોજગાર અપાયો છે અને કામની માંગ કરનારા 98% થી વધુ પરિવારોને કામ આપવામાં આવ્યું છે. ઉપરાંત, સર્જાયેલા કુલ પર્સન-ડેઝમાંથી 63% યોગદાન મહિલાઓનું રહ્યું છે.
આ પણ વાંચો: 5 વર્ષમાં 100 કરોડથી વધુ કમાતા ભારતીયો 300 ટકા વધ્યા
પરંતુ મંત્રાલયના આ આંકડાકીય દાવાઓ સામે જુલાઈ મહિનામાં રોજગારીમાં થયેલો 50% નો ઘટાડો એ બાબતની છડી પોકારે છે કે જમીની સ્તર પર યોજનાનું અમલીકરણ ધાંધિયા વગરનું નથી.
પબ્લિસિટી મોડેલ સામે આકરા સવાલો
વિપક્ષ અને સામાજિક કાર્યકરોનો આરોપ છે કે સરકાર માત્ર યોજનાઓના નામ બદલીને પબ્લિસિટી મેળવવામાં મસ્ત છે, પણ તેનાથી ગ્રામીણ અર્થતંત્રને મોટો ફટકો પડી રહ્યો છે. મનરેગા જેવી મજબૂત અને દાયકાઓથી ચાલેલી યોજનાનું માળખું ખોરવી નાખીને નવી યોજના લાદવાથી મજૂરોને સમયસર કામ અને વેતન મળવામાં ભારે મુશ્કેલીઓ ઊભી થઈ છે. માત્ર નામ બદલીને ‘વિકસિત ભારત’ના બોર્ડ લગાવી દેવાથી ગ્રામીણ ગરીબોનું પેટ ભરાવાનું નથી તે વાત આ પહેલા જ મહિનાના નબળા પરિણામોએ સાબિત કરી દીધી છે.
આ પણ વાંચો: અયોધ્યામાં દલિત સાંસદના પોસ્ટર પર સાધુ-સંતોએ ચંપલ મારતા વિવાદ











