‘અડ્યો કેમ?’ કહીને દલિત યુવક પર જાતિવાદીનો જીવલેણ હુમલો

ગુટકા લેતી વખતે સ્પર્શ થઈ જતાં જાતિવાદી શખ્સે દલિત યુવકને લોહીલુહાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ખળભળાટ મચ્યો.
Dalit Atrocity Case

આજની 21મી સદીમાં જ્યારે દેશ ડિજિટલ ક્રાંતિ અને મહાસત્તા બનવાના પોકળ દાવાઓ કરી રહ્યો છે, ત્યારે વાસ્તવિકતામાં મનુવાદી અને જાતિવાદી માનસિકતાનું ઝેર સમાજને અંદરથી કોરી ખાઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં બનેલી એક ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે દલિતો, બહુજનો અને વંચિત સમાજના લોકો આજે પણ સવર્ણ અને દબંગ માનસિકતા ધરાવતા તત્વોના અત્યાચારનો ભોગ બની રહ્યા છે. બાંદાના ગિરવાં પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મસુરી ગામમાં માત્ર અડી જવા જેવા કારણોસર એક દલિત યુવકને ઢોર માર મારી, જાતિવાદી ગાળો આપી જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપવામાં આવી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં આક્રોશનો માહોલ છે.

માત્ર અડી જવાના કારણે દલિત યુવક પર હુમલો

મસુરી ગામમાં રહેતા દલિત યુવક રામમિલન ગત 24 સપ્ટેમ્બરના રોજ સાંજે 4 વાગ્યે પોતાના ઘરેથી પાન-ગુટખાની દુકાને ગયો હતો. તે સમયે દુકાન પર ગામનો જ દબંગ સંતોષ યાદવ પણ હાજર હતો. રામમિલને સંતોષ પાસે ગુટખા માંગી ત્યારે સંતોષે ગુટખા રામમિલન તરફ લંબાવી હતી.

આ પણ વાંચો: રામ મંદિરનું દાન ગણનાર બ્રાહ્મણના ઘરેથી છાણામાં છુપાવેલા રૂ. 10 લાખ મળ્યાં

જેવા રામમિલને પોતાના હાથથી ગુટખા લીધા, કે તરત જ સંતોષ યાદવનો જાતિવાદી અહમ ઘવાઈ ગયો હતો. “તું મને કેમ અડી ગયો?” કહીને સંતોષે રામમિલન પર હુમલો કરી દીધો હતો.

યુવકને ધમકી: ‘હવે અડ્યો તો જાનથી મારી નાખીશ’

દબંગ સંતોષ યાદવે રામમિલનને જમીન પર પાડીને ઢોર માર માર્યો હતો. આ ઝપાઝપી અને હુમલા દરમિયાન પીડિત દલિત યુવકનો મોંઘો ફોન પણ નીચે પડીને તૂટી ગયો હતો. હુમલાખોર સંતોષ યાદવ આટલે નહોતો અટક્યો. તેણે દલિત સમાજ પ્રત્યે અત્યંત અપમાનજનક અને જ્ઞાતિસૂચક ગાળો પણ ભાંડી હતી.

આ પણ વાંચો: ગાંધીનગરમાં રાઘવજી માધડ પોતાની સાહિત્યયાત્રા રજૂ કરશે

સ્થળ પર ભારે હોબાળો મચી જતાં અને લોકો ભેગા થઈ જતાં જાતિવાદી શખ્સે ધમકી આપી હતી કે, “જો હવે પછી ક્યારેય જો મને અડ્યો તો જાનથી મારી નાખીશ!” આ ધમકી બાદ પીડિત પરિવાર ભારે ડર હેઠળ આવી ગયો છે.

પોલીસે દલિત અત્યાચાર અને મારપીટનો ગુનો નોંધ્યો

આ ઘટના બાદ હિંમત ભેગી કરીને પીડિત રામમિલને ગિરવાં પોલીસ સ્ટેશનમાં જઈને આપવીતી જણાવી હતી અને સંતોષ યાદવ વિરુદ્ધ લેખિત ફરિયાદ આપી હતી. બાંદા પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને આરોપી સંતોષ યાદવ સામે દલિત એટ્રોસિટી (SC/ST Act) અને મારપીટ તેમજ ધમકી આપવાની કલમો હેઠળ એફઆઈઆર (FIR) નોંધાઈ છે.

આ પણ વાંચો: PM મોદીના જન્મદિવસ પાછળ જનતાના કરોડો રૂપિયાનું આંધણ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x