દલિત યુવકને જાતિવાદીઓએ લોટામાં પેશાબ ભરી પીવડાવ્યો!

દલિત યુવકને જાતિવાદી ગુંડાઓએ બેલ્ટથી ઢોર માર મારી લોટામાં પેશાબ ભરીને પીવડાવ્યો. વીડિયો વાયરલ થતાં કાયદો-વ્યવસ્થા સામે ઊઠ્યા સવાલો.
Dalit youth made to drink urine filled in a jug in Jhansi
Dalit youth made to drink urine filled in a jug in Jhansi

ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાંથી કાયદો-વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક દલિત યુવકને જાતિવાદી તત્વોએ બેલ્ટથી માર મારી લોટામાં પેશાબ ભરીને પીવડાવ્યો હોવાના આરોપ લાગ્યા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશનો માહોલ સર્જાયો છે.

બેલ્ટથી ઢોર માર અને પેશાબ પીવડાવવાનો આરોપ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં કેટલાક અસામાજિક તત્વો એક દલિત યુવક સાથે મારપીટ અને અત્યંત અપમાનજનક વ્યવહાર કરતા નજરે પડે છે. પીડિત યુવકના જણાવ્યા અનુસાર, લુખ્ખા તત્વોના એક ટોળાએ તેને અચાનક ઘેરી લીધો હતો અને બેલ્ટ વડે ઢોર માર માર્યો હતો. એ દરમિયાન આરોપીઓએ તેને સતત જ્ઞાતિસૂચક અને અત્યંત અપમાનજનક શબ્દો કહ્યા હતા. એટલું જ નહીં, આરોપીઓએ ગંભીર રીતે ઘવાયેલા યુવકને લોટામાં પેશાબ ભરીને પીવડાવ્યો હતો. આ સમગ્ર કૂર કૃત્યનો આરોપીઓએ વીડિયો પણ બનાવ્યો હતો જેથી સમાજમાં ભય ફેલાવી શકાય.

દલિત યુવકે ‘બાબા 302’ ગુંડા ગૅંગ પર આરોપ લગાવ્યો

વાયરલ થયેલા વીડિયોમાં હુમલાખોરો ખુલ્લેઆમ ‘વિકાસ અને આદિત્ય ઠાકુર બાપ હૈ… હાથ ઉઠાના પાપ હૈ’ જેવા નારા લગાવતા સંભળાઈ રહ્યા છે. પીડિત યુવકે આરોપ લગાવ્યો છે કે આ ઘટના પાછળ 12 થી વધુ જાતિવાદી તત્વોનુ એક સંગઠિત જૂથ સક્રિય છે, જે ‘બાબા 302’ નામથી ગેંગ ચલાવે છે. આ ગૅંગનો મુખ્ય હેતુ વિસ્તારમાં પોતાની દહેશત ઊભી કરવાનો અને નિર્દોષ લોકો પર હુમલા કરવાનો છે. આ પ્રકારની ગેંગો ખુલ્લેઆમ સક્રિય રહે અને પોતાની દાદાગીરીનો વીડિયો વાયરલ કરે તે સ્થાનિક પ્રશાસનની નિષ્ફળતા છતી કરે છે.

આ પણ વાંચોઃ OBC દંપતિને સરપંચના પતિએ જૂતામાં પેશાબ ભરીને પીવડાવ્યો!

કાયદો અને વ્યવસ્થા પર ઊઠતા સવાલો

આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ઉત્તર પ્રદેશ પોલીસની કામગીરી અને જિલ્લાની કાયદો-વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. જો આ આરોપો સત્ય સાબિત થાય છે, તો સવાલ એ થાય છે કે ગુનેગારોમાં પોલીસનો ડર કેમ નથી? દલિતો અને વંચિત સમાજની સુરક્ષા પ્રશાસનની પ્રાથમિક જવાબદારી છે, પરંતુ આવી ઘટનાઓ દર્શાવે છે કે જાતિવાદી તત્વો સામે પોલીસનું નિયંત્રણ નબળું પડી રહ્યું છે.

પોલીસ શું કરી રહી છે

હાલમાં આ મામલે પોલીસ તપાસ અત્યંત નિર્ણાયક બની રહે છે. પોલીસે વીડિયોમાં દેખાતા તમામ આરોપીઓની ત્વરિત ઓળખ કરી તેમની સામે સખતમાં સખત કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. આવા વિકૃત અને કટ્ટર માનસિકતા ધરાવતા ગુનેગારોને કડક સજા થાય તે જરૂરી છે જેથી ભવિષ્યમાં કોઈ પણ લુખ્ખાઓ આવી અમાનવીય હરકત કરવાની હિંમત ન કરી શકે.

આ પણ વાંચોઃ દલિત યુવકને પોલીસે ઢોર માર મારી લોકઅપમાં પેશાબ પીવડાવ્યો!

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
  • આરોપો પાયાવિહોણા છે. GPSC ની કામગીરી પારદર્શક અને નિયમાનુસાર થઈ રહી છે. 0%, 0 votes
    0 votes
    0 votes - 0% of all votes
  • ગંભીરતાથી તપાસ થવી જોઈએ. વિદ્યાર્થીઓ કે વિવિધ વર્ગો દ્વારા ઊભા કરાયેલા પ્રશ્નોની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે. 0%, 0 votes
    0 votes
    0 votes - 0% of all votes
  • સુધારાની જરૂર છે. ભરતી પ્રક્રિયામાં વધુ સમાનતા અને પારદર્શિતા લાવવાની જરૂર છે. 0%, 0 votes
    0 votes
    0 votes - 0% of all votes
  • કંઈ કહી શકાય નહીં 0%, 0 votes
    0 votes
    0 votes - 0% of all votes
Total Votes: 0
August 10, 2026 - August 31, 2026
Voting is closed
0
Would love your thoughts, please comment.x
()
x