લખનૌમાં દલિત Rapido કેબ ડ્રાઇવર અંકિત કુમાર સાથે થયેલા જાતિવાદી દુર્વ્યવહારના વાયરલ વીડિયોએ સમગ્ર દેશમાં સામાજિક ન્યાય અને જાતિવાદ મુદ્દે એક નવી ચર્ચા છેડી દીધી છે. આ ચર્ચાસસ્પદ કિસ્સામાં હવે બહુજન સમાજ પાર્ટી (BSP) ના રાષ્ટ્રીય મુખ્ય સંયોજક આકાશ આનંદે ઝંપલાવ્યું છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિસ્તૃત પોસ્ટ લખીને તેમણે રેપીડો કંપનીની એકતરફી કાર્યવાહી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના પ્રમુખ મોહન ભાગવત પર સીધો પ્રહાર કરીને અનામત અંગે તીખા સવાલો પૂછ્યા છે.

મિકેનિકલ એન્જિનિયરની મજબૂરી અને આત્મસન્માનનો સંઘર્ષ
આકાશ આનંદે પોતાની પોસ્ટમાં અંકિત કુમારની સ્થિતિ વર્ણવતા જણાવ્યું હતું કે, અંકિતે Mechanical Engineering નો અભ્યાસ કર્યો છે. દેશમાં પોતાની લાયકાત મુજબ યોગ્ય રોજગારી ન મળવાના કારણે તે પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે મજબૂરીમાં કેબ ચલાવી રહ્યો હતો.
આ પણ વાંચો: CJP ના આંદોલને વિખરાયેલા વિપક્ષને આપી તક, સરકાર ટેન્શનમાં?
એક દિવસ તેની કેબમાં 4 રેલવે કર્મચારીઓ સવાર થયા હતા. આ મુસાફરો કારમાં બેસીને પોતાના જ એક વરિષ્ઠ દલિત અધિકારી સામે અત્યંત આપત્તિજનક અને જાતિસૂચક ટિપ્પણીઓ કરવા લાગ્યા હતા. અંકિતે સમગ્ર દલિત સમાજને અપશબ્દો કહેવાનો સખત વિરોધ કર્યો અને તે તમામ મુસાફરોને રસ્તામાં જ ગાડીમાંથી નીચે ઉતારી દીધા. અંકિતે સ્પષ્ટપણે કહ્યું હતું કે, “જો તમારે કોઈ એક વ્યક્તિની કાબિલિયત પર સવાલ ઉઠાવવો હોય તો તેનું નામ લો, પણ તેના માટે સમગ્ર જાતિને શા માટે બદનામ કરી રહ્યા છો?”
રેપીડો કંપનીની મનસ્વી કાર્યવાહી પર આકરા પ્રહારો
આ ઘટના બાદ રેપીડો (Rapido) કંપનીએ જે વલણ અપનાવ્યું તેના પર આકાશ આનંદે ભારે રોષ વ્યક્ત કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે કંપનીએ અંકિત કુમારનો પક્ષ સાંભળ્યા વગર જ સીધું તેનું એકાઉન્ટ 99 વર્ષ અને 11 મહિના માટે સસ્પેન્ડ કરી દીધું.

આ એકતરફી અને પક્ષપાતી કાર્યવાહીના કારણે એક મહેનતુ યુવકની રોજીરોટીનો એકમાત્ર સ્ત્રોત છીનવાઈ ગયો છે. બસપા નેતાએ ભારપૂર્વક જણાવ્યું કે રેપીડો જેવી મલ્ટિનેશનલ અને મોટી કોર્પોરેટ કંપનીઓ પણ આજે એ જ સંકુચિત અને જાતિવાદી માનસિકતાથી પીડાઈ રહી છે, જેને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે બહુજન સમાજ છેલ્લા કેટલાય દાયકાઓથી સંઘર્ષ કરી રહ્યો છે. કોઈ પણ કંપનીએ આખરી નિર્ણય લેતા પહેલા તમામ પક્ષોની વાત સાંભળવી જોઈએ.
આ પણ વાંચો: સગીર દલિત વિદ્યાર્થીને નિર્વસ્ત્ર કરી 6 છોકરાએ માર્યો, ઘા પર મીઠું ભભરાવ્યું
RSS પ્રમુખ મોહન ભાગવતને તીખા સવાલો
આ ઘટનાનો સંદર્ભ આપતાં આકાશ આનંદે RSS પ્રમુખ મોહન ભાગવતને સીધા કઠેડામાં ઊભા કર્યા હતા. તેમણે કહ્યું કે, અનામત નાબૂદ કરવા કે તેના પર સમીક્ષા કરવાની સલાહ આપનારા સંઘ પ્રમુખ મોહન ભાગવતે અંકિત જેવા કરોડો દલિત યુવાનોના સવાલોના જવાબો આપવા જોઈએ.
દેશની આઝાદીના આટલા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ સમાજમાં જાતિવાદની માનસિકતા ઊંડે સુધી ઘર કરી ગઈ છે. આવી દૂષિત માનસિકતાને સમાજમાંથી નાબૂદ કરવા માટે જ બંધારણીય અનામતની વ્યવસ્થા હોવી અત્યંત જરૂરી છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે અનામત એ માત્ર કોઈ આર્થિક સશક્તિકરણનું સાધન નથી, પરંતુ તે સામાજિક પરિવર્તન અને સમાનતા લાવવાની સૌથી મજબૂત કરોડરજ્જુ છે.
આ પણ વાંચો: જેણે ચોમાસા બે જોડી ભીનાં કપડાંમાં કાઢ્યાં હોય તેને પલળવું કેમ ગમે?
બંધારણ અને સામાજિક ન્યાયની જરૂરિયાત
બસપા પ્રમુખ માયાવતીના વલણનું સમર્થન કરતા આકાશ આનંદે ઉમેર્યું કે, બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ડૉ. બી.આર. અંબેડકર દ્વારા બનાવવામાં આવેલા બંધારણનું દરેક સ્તરે સંપૂર્ણ નિષ્ઠા સાથે સન્માન થવું જોઈએ.
रैपिडो द्वारा अनुसूचित जाति के अंकित कुमार पर 99 साल 11 महीने का बैन लगाने के बाद बहुजन समाज पार्टी के राष्ट्रीय समन्यवक श्री @AnandAkash_BSP जी ने बड़ा बयान दिया।
बीएसपी नेता आकाश आनन्द जी ने कहा – ”आज़ादी के 80 साल बाद भी जातिवाद की यही मानसिकता समाज में जड़ें जमाए बैठी… pic.twitter.com/4IS90uCwDB
— पवन (@Voiceofpavan) August 17, 2026
અનામત જેવા અત્યંત સંવેદનશીલ અને ન્યાયસંગત મુદ્દા પર કોઈ પણ પ્રકારનું રાજકારણ બંધ થવું જોઈએ અને સમાજે પોતાની આ જાતિવાદી માનસિકતા બદલવી પડશે. અંકિત કુમારનો સંઘર્ષ દર્શાવે છે કે ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી પણ દલિતોને પોતાના આત્મસન્માન માટે લડવું પડી રહ્યું છે, જે વર્તમાન સામાજિક વ્યવસ્થા સામે મોટો પ્રશ્નાર્થ છે.
આ પણ વાંચો: “હું દલિત છું એટલે મંચનું શુદ્ધિકરણ કરી અપમાન કર્યું”- ખડગે











