‘અનામત નાબૂદીની વાત કરનાર તત્વો સામે રાજદ્રોહનો કેસ કરો!’

અનામત નાબૂદી અને સમીક્ષાની માંગ કરી રહેલા તત્વો સામે કેન્દ્રીય મંત્રીઓ રામદાસ આઠવલે અને ચિરાગ પાસવામે મોરચો માંડીને કડક કાર્યવાહીની માંગ કરી છે.
File a sedition case against those who say remove reservations

દિલ્હીના જંતર-મંતર ખાતે યુજીસી (UGC) રિફોર્મ્સ અને અનામતમાં ફેરફાર કે નાબૂદીની માંગ સાથે ચાલી રહેલા પ્રદર્શનો સામે ન્યાયતંત્ર અને દેશના રાજકારણમાં ભારે આક્રોશ ફેલાયો છે. એનડીએ (NDA) ના મહત્વના ઘટક પક્ષો અને કેન્દ્રીય મંત્રીઓ રામદાસ આઠવલે તથા ચિરાગ પાસવાને અનામત વિરોધીઓની ઝાટકણી કાઢતાં સ્પષ્ટ કહ્યું છે કે અનામત એ કોઈ દયા કે ખૈરાત નથી પરંતુ બંધારણીય અધિકાર છે. રામદાસ આઠવલેએ અનામત નાબૂદીની માંગ કરનારા તત્વો સામે ‘રાજદ્રોહ’નો કેસ દાખલ કરવા માંગ કરી છે, જ્યારે ચિરાગ પાસવાને સ્પષ્ટ કર્યું છે કે અનામતની સમીક્ષા (Review) પણ કોઈપણ ભોગે અસ્વીકાર્ય છે.

અનામત વિરોધ એ બંધારણ વિરોધી: રામદાસ આઠવલે

રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આઠવલે) ના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ અનામત વિરોધી પ્રદર્શનો સામે આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા અને જંતર-મંતર પર અનામત વ્યવસ્થાને ખતમ કરવા માટે ષડયંત્રો અને પ્રચારો ચલાવવામાં આવી રહ્યા છે. આઠવલેએ ભારપૂર્વક કહ્યું કે, “અનામતનો વિરોધ કરવો એ દેશના બંધારણનો વિરોધ કરવા સમાન છે. જે લોકો અનામત વિરોધી વલણ અપનાવે છે તેઓ બંધારણ વિરોધી છે અને તેમના પર રાજદ્રોહનો ગુનો દાખલ કરીને કડકમાં કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ.” તેમણે ઉમેર્યું કે બંધારણે આપેલા આ અધિકારને કોઈ પણ તાકાત છીનવી શકે નહીં.

અનામતની સમીક્ષા પણ ક્યારેય સ્વીકાર્ય નથી: ચિરાગ પાસવાન

બીજી તરફ, લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પણ અનામતના સમર્થનમાં મક્કમ અવાજ ઉઠાવ્યો છે. તેમણે સંસદમાં આપેલી પોતાની જૂની સ્પીચનો સંદર્ભ આપતાં સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કર્યું કે, “અનામત એ કોઈ રાજકીય પક્ષ કે સરકાર દ્વારા આપવામાં આવેલી ભીખ કે ખૈરાત નથી, પરંતુ ડો. ભીમરાવ આંબેડકરે આપેલો પાયાનો બંધારણીય અધિકાર છે.” ચિરાગ પાસવાને તેમની પાર્ટીનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું કે અનામત ખતમ કરવાની વાત તો દૂરની રહી, પરંતુ તેની કોઈ પણ પ્રકારની ‘સમીક્ષા’ કે પુનર્વિચાર પણ તેમને અને તેમના સમાજને ક્યારેય સ્વીકાર્ય નથી.

આ પણ વાંચોઃ  અનામતને હાથ તો લગાવી જુઓ, દેશ ન હલાવી નાખીએ તો કહેજો 

જંતર-મંતર પર UGC રિફોર્મ્સ સામે વિરોધનો વિવાદ

તાજેતરમાં દિલ્હીના જંતર-મંતર ખાતે યુજીસી (UGC) ની નવી નીતિઓ અને અનામત વ્યવસ્થામાં બદલાવ અંગે વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. વિરોધકર્તાઓએ માંગ કરી હતી કે શિક્ષણ ક્ષેત્રે અનામત સંબંધિત નિયમો પર પુનર્વિચાર કરવામાં આવે. જોકે, દલિત અને પછાત વર્ગના નેતાઓએ આ વિરોધને વંચિત સમાજના અધિકારો પરનો સીધો હુમલો ગણાવ્યો છે.

સમાજમાં સમાનતા અને વંચિતોને મુખ્યધારામાં લાવવા માટે અનામત અત્યંત અનિવાર્ય છે. દેશના બંધારણીય મૂલ્યોને નુકસાન પહોંચાડતા અનામત વિરોધી તત્વો સામે કડક કાયદાકીય પગલાં ભરવાની માંગ હવે દેશવ્યાપી બની રહી છે.

આ પણ વાંચોઃ આર્થિક આધાર પર અનામતની માંગ તદ્દન ગેરબંધારણીયઃ માયાવતી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
વિનોદ પરમાર
વિનોદ પરમાર
27 seconds ago

સાચી વાત છે. અનામત ખતમ નહીં કરવાનું પરંતુ, ભરતી નહીં કરીને પરોક્ષ રીતે અનામત ને પાંગળું કરી દેવાનું. જ્યારથી EWS quota આવ્યો છે ત્યારથી EWS ની ભરતી દ્વારા છેલ્લા ૭૦ વર્ષનો બેકલોગ ભાજપ, મોદી અને RSS એ ભરી દીધો. અને આપણે જોતા રહી ગયા. SC સમાજ સિવાય અનામત ના બીજા લાભાર્થી કુંભકર્ણ નિંદ્રા માં છે.

GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x