ઉત્તર પ્રદેશના આગરા સ્થિત એત્માદપુર ખાતે આઝાદ સમાજ પાર્ટી (ASP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને નગીના લોકસભા બેઠકના સાંસદ ચંદ્રશેખર આઝાદે અનામત વિરોધી આંદોલનને લઈને ભાજપ સ રકાર સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે સનસનાટીભર્યો આરોપ લગાવતા જણાવ્યું હતું કે દેશમાં ચાલી રહેલું સવર્ણોનું અનામત વિરોધી આંદોલન સ્વતંત્ર નથી, પરંતુ વર્તમાન મોદી સરકાર દ્વારા જ સંચાલિત અને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે ભાજપ સરકાર અને આંદોલનકારીઓ પ્રસ્તાવિત જાતિગત વસતિગણતરી અને તેનાથી સામે આવનારા સામાજિક-આર્થિક આંકડાઓથી ભયભીત થયેલા છે.
આંદોલનકારીઓ પોતાના રાજકીય પક્ષો સ્થાપી કાયદો બનાવે: આઝાદ
આગરાના એત્માદપુર ક્ષેત્રના વિવિધ ગામોના પ્રવાસે પહોંચેલા ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે અનામત નાબૂદીની માંગ કરતા સવર્ણ સમાજના લોકોને આડે હાથ લીધા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “જો અનામત હટાવવાની માંગ કરનારાઓને વર્તમાન સરકાર કોઈ મદદ ન કરતી હોય અને કોઈ રાજકીય પક્ષ તેમની વાત સાંભળવા તૈયાર ન હોય, તો તેમણે પોતે જ એક નવો રાજકીય પક્ષ રચવો જોઈએ.”

આ પણ વાંચો: મહેસાણામાં દલિતોના શબ સ્મશાન પહોંચે તે ‘જાતિવાદીઓ’ને મંજૂર નથી!
આઝાદે ચેલેન્જ ફેંકતા ઉમેર્યું કે આંદોલનકારીઓએ પોતાની અલગ પાર્ટી બનાવીને પોતાના પ્રતિનિધિઓને લોકસભા અને રાજ્યસભામાં ચૂંટીને મોકલવા જોઈએ અને ત્યાં કાયદો બનાવીને અનામત રદ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. શેરીઓમાં પ્રદર્શનો કરીને બંધારણીય અધિકારો પર પ્રહાર કરવાનો કોઈ અર્થ નથી.
85 ટકા બહુજન સમાજ સરકારને યોગ્ય સમયે જવાબ આપશે
ચંદ્રશેખર આઝાદે ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ અને ભાજપના ઉચ્ચ નેતાઓ પર અનામત વિરોધી આંદોલનને છૂપો ટેકો આપવાનો સંગીન આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે ભાજપ આ આંદોલનને પ્રોત્સાહન આપીને મોટી ભૂલ કરી રહી છે અને તેને આ રમત આગામી દિવસોમાં ભારે પડશે.
આ પણ વાંચો: SC-ST અનામતમાં ક્રીમીલેયર પર RSS-ભાજપનું નવું નાટક!

તેમણે દાવો કર્યો હતો કે દેશનો 85% બહુજન સમાજ જાગૃત થઈ ચૂક્યો છે. જનતા સરકારની તમામ ગતિવિધિઓ અને અનામત વિરોધી નીતિઓને જોઈ રહી છે અને યોગ્ય સમયે ચૂંટણી માધ્યમથી તેનો કડક જવાબ આપશે.
दिल्ली जंतर-मंतर पर देश के सवर्ण समाज द्वारा चल रहे आंदोलन पर नगीना सांसद @BhimArmyChief चन्द्रशेखर आजाद का बड़ा बयान 🚨👇🏻
“अगर उन्हें लगता है कोई पार्टी उनकी नहीं सुन रही तो उनको अपना दल बनाना चाहिए और अपने प्रतिनिधित्व लोकसभा व राज्यसभा में भेजकर कानून बनाने के बारे में सोचना… pic.twitter.com/I0VwYH0KEq
— Priyanshu Kumar (@priyanshu__63) August 24, 2026
એત્માદપુર પ્રવાસ દરમિયાન કાર્યકર્તાઓનું અભિવાદન
પોતાના એત્માદપુર પ્રવાસ દરમિયાન સાંસદ ચંદ્રશેખર આઝાદે સિંતકરા અને નગલા મણિ સહિત તાલુકાના અનેક અંતરિયાળ ગામોની મુલાકાત લીધી હતી. તેમણે પક્ષના દિવંગત કાર્યકર્તાઓના નિવાસસ્થાને પહોંચીને શોકસંતપ્ત પરિવારોને સાંત્વના પાઠવી હતી. વિવિધ સ્થળોએ યોજાયેલા સ્વાગત સમારંભોમાં આઝાદ સમાજ પાર્ટીના હજારો કાર્યકર્તાઓ અને સ્થાનિક સમર્થકોએ ચંદ્રશેખર આઝાદનું ભવ્ય અભિવાદન કર્યું હતું.
આ પણ વાંચો: આર્થિક આધાર પર અનામતની માંગ તદ્દન ગેરબંધારણીયઃ માયાવતી











