ભાજપ ધારાસભ્યે તેની જ પાર્ટીના દલિત નેતાને ઢોર માર માર્યો!

ભાજપના ધારાસભ્યે પોતાની જ પાર્ટીના દલિત નેતાને ઘરે બોલાવી બંધક બનાવી ઢોર માર માર્યો હોવાનો આરોપ લાગતા હોબાળો મચી ગયો છે.
delhi-bjp-mla-assaults-dalit-mandal-president-sunil-kumar

ભાજપના નેતાઓ જાહેરમાં પોતે દલિતો પ્રત્યે સમાનતા દાખવતા હોવાની વાતો કરે છે પરંતુ હકીકત તેનાથી તદ્દન જુદી છે તે વધુ એકવાર સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ભાજપના એક ધારાસભ્યે પોતાની જ પાર્ટીના એક દલિત નેતાને ઘરે બોલાવી બંધક બનાવી ઢોર માર માર્યો હોવાનો આરોપ લાગ્યો છે.

મામલો દિલ્હીનો છે. અહીંની મુંડકા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્ર દરાલ પર તેમના જ પક્ષના દલિત મંડળ અધ્યક્ષ સુનીલ કુમારને પોતાના ઘરે બોલાવીને બંધક બનાવવાનો, નિર્દયતાથી માર મારવાનો અને જાતિસૂચક ગાળો આપવાનો આરોપ લાગ્યો છે. પોતાના જ પક્ષના દલિત કાર્યકર પર શાસક પક્ષના લોકપ્રતિનિધિ દ્વારા કરવામાં આવેલા આ હુમલાએ દિલ્હીથી લઈને સમગ્ર દેશમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે.

ઘરે બોલાવીને ઢોર માર માર્યો: સુનિલ કુમાર

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, ભાજપના દલિત મંડળ અધ્યક્ષ સુનીલ કુમારને ધારાસભ્ય ગજેન્દ્ર દ્રાલે પોતાના નિવાસસ્થાને બોલાવ્યા હતા. જ્યાં કોઈ પણ વાંક-ગુના વગર ધારાસભ્ય દ્વારા તેમને બંધક બનાવી દેવામાં આવ્યા હતા અને ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો. પીડિત સુનીલ કુમારે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે આ દરમિયાન ધારાસભ્યએ તેમને ભયાનક રીતે અપમાનિત કરીને જાતિસૂચક શબ્દો કહ્યા હતા.

આ પણ વાંચોઃ કટ્ટા નિકાલો, ઈસકો ગાડી મેં ડાલો’ ભાજપ નેતાએ દલિત યુવકને ફટકાર્યો

આ ઘટના એ વાતની સાબિતી છે કે ભાજપના નેતાઓ માટે પોતાની જ પાર્ટીના દલિત કાર્યકર્તાઓની સ્થિતિ ગુલામથી વધુ કંઈ નથી. જે પક્ષ દલિત સશક્તિકરણની મોટી મોટી વાતો કરે છે, તે જ પક્ષમાં પોતાના જ દલિત નેતાઓને પોતાના ધારાસભ્યોના ઘરોમાં સુરક્ષા નથી મળી રહી.

પોલીસની નિષ્ક્રિયતા અને ભાજપનું મૌન

કંઝાવલા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી હોવા છતાં, પોલીસે ભાજપના ધારાસભ્ય ગજેન્દ્ર દ્રાલ સામે ત્વરિત કાર્યવાહી કે FIR નોંધવામાં ભારે ડર અને બેદરકારી દાખવી છે. દિલ્હી પોલીસની આ લાચારી સ્પષ્ટ કરે છે કે કાયદો સામાન્ય નાગરિકો માટે અલગ અને ભાજપના ગુનેગાર ધારાસભ્યો માટે અલગ કામ કરે છે.

આટલો મોટો અત્યાચાર અને ગુનો આચરવામાં આવ્યો હોવા છતાં ભાજપ હાઇકમાન્ડ અને સ્થાનિક નેતાગીરીએ મૌન ધારણ કરી લીધું છે. ભાજપના આ શંકાસ્પદ મૌન પરથી સાબિત થાય છે કે પક્ષ પોતાના દલિત નેતાની પડખે ઊભા રહેવાને બદલે પોતાના માથાભારે અને અત્યાચારી ધારાસભ્યને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

વિપક્ષી દળોનો આક્રોશ: શું દલિત હોવું ગુનો છે?

આ ઘટના બહાર આવ્યા બાદ આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસે ભાજપ સામે મોરચો મંડ્યો છે. આપના ધારાસભ્ય કુલદીપ કુમારે સોશિયલ મીડિયા પર આકરા પ્રહારો કરતા સવાલ ઉઠાવ્યો હતો કે જે પક્ષમાં દલિત મંડળ અધ્યક્ષ જ ધારાસભ્યના ઘરમાં સુરક્ષિત નથી, ત્યાં સામાન્ય દલિત કાર્યકર્તા કે નાગરિકની સુરક્ષાની શું ગેરંટી હોઈ શકે?

આ પણ વાંચોઃ નશામાં ધૂત ભાજપ નેતાએ ડૉ. આંબેડકરની પ્રતિમા ખંડિત કરી નાખી!

બીજી તરફ કોંગ્રેસ નેતા ઉદિત રાજે ચેતવણી આપી છે કે જો દલિત નેતા પર અત્યાચાર ગુજારનાર ભાજપ ધારાસભ્યની ત્વરિત ધરપકડ કરવામાં નહીં આવે તો સમગ્ર દિલ્હીમાં દલિત સમાજ ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર બનશે. કોંગ્રેસ નેતા અલકા લાંબાએ પણ ભાજપને પડકાર ફેંક્યો છે કે શું ભાજપ પોતાના આ ધારાસભ્ય સામે SC/ST એક્ટ હેઠળ ગુનો નોંધાવવાની હિંમત દાખવશે કે પછી દર વખતની જેમ પોતાના જ નેતાને બચાવવા માટે દલિત વિરોધી વલણ અપનાવશે?

દલિત સમાજ સામે ન્યાયની મોટી પરીક્ષા

દિલ્હીની આ ઘટનાએ સ્પષ્ટ કરી દીધું છે કે ભાજપ ગમે તેટલા દલિત પ્રેમના નાટક કરે, પરંતુ અંદરખાને તેમની મનોવૃત્તિ જાતિવાદી અને શોષણખોર જ રહી છે. ભાજપ પોતાના સંઘીય માળખામાં દલિતોને માત્ર મતબેંક તરીકે વાપરે છે, પરંતુ જ્યારે આત્મસન્માન અને સુરક્ષાની વાત આવે છે ત્યારે તેમને પોતાના જ ઘરોમાં બંધક બનાવીને ઢોર માર મારવામાં આવે છે.

આ પણ વાંચોઃ ભાજપ નેતાએ ટીવી ડિબેટમાં પૂજારીને ચપ્પલથી ફટકાર્યા

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x