ઉના કાંડની બંધ ફાઈલ ફરી ખુલી, મોટો ધડાકો!

ઉના કાંડની ફાઈલો ફરી ખુલતા મોટો ધડાકો થયો છે! હાઈકોર્ટના એક ગુપ્ત આદેશે આ કેસના 43 આરોપીઓમાં ફફડાટ પેદા કરી દીધો છે.
una-kand-high-court-warrant-43-accused-vashram-sarvaiya-appeal
una-kand-high-court-warrant-43-accused-vashram-sarvaiya-appeal

ગુજરાતને હચમચાવી મુકનારા અને સમગ્ર દેશમાં દલિત આક્રોશની જ્વાળા ભડકાવનારા ચર્ચિત ઉના કાંડમાં ન્યાયની લડાઈ ફરી એકવાર નિર્ણાયક તબક્કે પહોંચી છે. 11 જુલાઈ 2016 ના રોજ ઉનાના મોટા સમઢિયાળા ગામે દલિત યુવકોને તાલિબાની બર્બરતા સાથે આચરવામાં આવેલા અત્યાચારના કેસમાં નીચલી કોર્ટે આરોપીઓને મુક્ત કર્યા બાદ, હવે ગુજરાત હાઈકોર્ટે પીડિત પરિવારની અપીલ માન્ય રાખી છે. હાઈકોર્ટે તમામ 43 આરોપીઓ સામે જામીનપાત્ર વોરંટ ઈશ્યુ કરીને મનુવાદી માનસિકતા ધરાવતા ગુનેગારો અને તેમને બચાવવા મથતી ભાજપ સરકારના ગાલ પર સણસણતો તમાચો માર્યો છે. વર્ષોથી ન્યાયની રાહ જોતા દલિત પીડિત પરિવાર માટે આ આદેશ બંધારણીય અધિકાર અને સ્વાભિમાનની જીત તરફનું મોટું પગલું છે.

પીડિતોનો ઉના કોર્ટથી ગુજરાત હાઈકોર્ટ સુધીનો સંઘર્ષ

ઘટનાની વિગત મુજબ, 11 જુલાઈ 2016 ના રોજ ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામે મરેલા ઢોરનું ચામડું ઉતારી રહેલા દલિત પરિવાના યુવકો પર જાતિવાદી ગુંડાઓએ અત્યાચાર ગુજાર્યો હતો. દલિત યુવકોને અર્ધનગ્ન કરી, ગાડી સાથે બાંધીને જાહેરમાં લાકડીઓ અને લોખંડના પાઇપ વડે ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ભયાનક ઘટનાએ સમગ્ર દેશના બહુજન સમાજને ખળભળાવી નાખ્યો હતો.
કેસની ગંભીરતા જોઈને તપાસ સીઆઈડી (CID) ક્રાઈમને સોંપવામાં આવી હતી, જેમાં પોલીસ અધિકારીઓ સહિત કુલ 43 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, ભાજપ શાસિત સરકારની નબળી પેરવી અને પ્રોસિક્યુશનની શંકાસ્પદ ભૂમિકાને કારણે નીચલી અદાલતે આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો ચુકાદો આપ્યો હતો. પરંતુ પીડિત વશરામભાઈ બાલુભાઈ સરવૈયાએ હાર માન્યા વગર હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

આ પણ વાંચોઃ ઉના કાંડના 10 વર્ષે અમદાવાદમાં યોજાયેલી સભામાં શું નિર્ણય લેવાયો?

ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠનો મહત્વપૂર્ણ આદેશ

ગુજરાત હાઈકોર્ટમાં ફોજદારી અપીલ નંબર 927/2026 હેઠળ વશરામભાઈ સરવૈયા દ્વારા અપીલ દાખલ કરવામાં આવી હતી. અરજદાર વતી વિદ્વાન વકીલ શ્રી અર્જુન એમ. જોશી અને રાજ્ય સરકાર વતી એપીપી (APP) રોહન એચ. રાવલ હાજર રહ્યા હતા.

જજ ઈલેશ જે. વોરા અને આર. ટી. વચ્છાણીની ખંડપીઠે તારીખ 22/09/2026 ના રોજ મૌખિક હુકમ આપતાં આ અપીલને સત્તાવાર રીતે સુનાવણી માટે સ્વીકારી (Admit) લીધી છે. અદાલતે નીચલી કોર્ટમાંથી નિર્દોષ છૂટેલા તમામ પ્રતિવાદી આરોપીઓ સામે રૂ. 10,000 નો જામીનપાત્ર વોરંટ જારી કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે.

ગુજરાત સરકારની દલિત વિરોધી નીતિઓ ખુલ્લી પડી

ઉના કાંડમાં હાઈકોર્ટનો આ આદેશ માત્ર એક કાનૂની પ્રક્રિયા નથી, પરંતુ ગુજરાતની ભાજપ સરકારની દલિત વિરોધી નીતિઓ સામેનું મોટું સત્ય છે. ભાજપ શાસનમાં ‘સબકા સાથ, સબકા વિકાસ’ ના પોકળ નારાઓ વચ્ચે દલિતો, આદિવાસીઓ અને બહુજનો પર જાતિવાદી અત્યાચારો સતત વધી રહ્યા છે. જ્યારે પણ દલિતો પર અત્યાચાર થાય છે, ત્યારે રાજ્યનું તંત્ર અને પોલીસ પ્રશાસન આરોપીઓને બચાવવા માટે ઢીલી તપાસ કરે છે. થાનગઢ કેસમાં પણ આ જ સ્થિતિ છે.

આ પણ વાંચોઃ ઉના કાંડના 10 વર્ષ: ન્યાય હજુ અધૂરો, ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીનો દાવો

ઉના કેસમાં પણ નીચલી કોર્ટમાં સરકારી વકીલો અને તંત્રની મિલીભગતથી જ 43 આરોપીઓ છૂટી ગયા હોવાનો આક્ષેપ બહુજન નેતાઓ કરી રહ્યા છે. શાસક પક્ષની રહેમનજર હેઠળ મનુવાદી તત્વો બેફામ બન્યા છે. પરંતુ હાઈકોર્ટે વોરંટ ઈશ્યુ કરતા આ કેસમાં નવો વળાંક આવ્યો છે.

સુપ્રીમ કોર્ટ સુધી લડવાનું થશે તો પણ લડીશુંઃ સરવૈયા પરિવાર

ઉના કાંડ એ માત્ર 43 આરોપીઓનો મામલો નથી, પરંતુ સમગ્ર દેશના દલિત સમાજના માન-સન્માન, સ્વાભિમાન અને બંધારણીય અધિકારોની રક્ષાનો મામલો છે. પીડિત સરવૈયા પરિવારે સંકલ્પ કર્યો છે કે જો આ કેસમાં આગળની કાનૂની પ્રક્રિયા માટે સુપ્રીમ કોર્ટ સુધી પણ જવું પડશે, તો પણ બંધારણીય માર્ગે અંત સુધી લડાઈ ચાલુ રખાશે.

બહુજન સમાજ હવે કોઈ પણ પ્રકારના સમાધાન કે અન્યાયને સહન કરવા તૈયાર નથી. દલિતોને દયા કે ભીખ નહીં, પરંતુ બંધારણ દ્વારા આપવામાં આવેલી સમાનતા અને સન્માન જોઈએ છે. હાઈકોર્ટના આ નિર્ણાયક મોડથી ફરી એકવાર આશા જાગી છે કે ઉનાના પીડિતોને આખરે ન્યાય મળશે અને જાતિવાદી ગુનેગારો જેલના સળિયા પાછળ ધકેલાશે.

આ પણ વાંચોઃ ઉના કાંડમાં 10 વર્ષે ચુકાદોઃ 5 ગૌરક્ષકો દોષિત, 38 નિર્દોષ

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
K K JADAV
K K JADAV
22 hours ago

Super

GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x