ગુજરાતમાં રાજ્ય SC આયોગ ક્યારે બનશે?

વડાપ્રધાન, ગૃહમંત્રી અને રાષ્ટ્રીય અનુ.જાતિ આયોગ પ્રમુખ ગુજરાતના હોવા છતાં રાજ્યમાં SC આયોગ કેમ નથી? સામાજિક કાર્યકર્તાના તીખા સવાલો.
gujarat sc commision

ગુજરાતમાં અનુસૂચિત જાતિ (SC) સમાજના બંધારણીય અધિકારોના રક્ષણ, સામાજિક ન્યાય અને અત્યાચાર સામેની ફરિયાદોના ત્વરિત નિવારણ માટે “ગુજરાત રાજ્ય અનુસૂચિત જાતિ આયોગ”ની રચના ક્યારે કરવામાં આવશે? આ સીધો સવાલ અમદાવાદના સામાજિક કાર્યકર્તા કાંતિલાલ પરમાર દ્વારા ગુજરાત સરકાર સમક્ષ ઉઠાવવામાં આવ્યો છે.

પીએમ, ગૃહમંત્રી ગુજરાતના, છતાં રાજ્યમાં SC આયોગ ગાયબ!

દેશમાં અનુસૂચિત જાતિના અધિકારોના રક્ષણ માટે રાષ્ટ્રીય કક્ષાએ “રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ” (NCSC) બંધારણીય સંસ્થા તરીકે કાર્યરત છે. આ સિવાય દેશના 15 રાજ્યોમાં પણ રાજ્ય કક્ષાએ અલગ અનુસૂચિત જાતિ આયોગોની રચના કરવામાં આવેલી છે.

આ પણ વાંચો: જૂનાગઢની દલિત દીકરી શ્રદ્ધા કાથડ ગોવા રમવા જશે

પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોરભાઈ મકવાણા પોતે ગુજરાતના રહેવાસી હોવા છતાં, ગુજરાતમાં જ અનુસૂચિત જાતિના નાગરિકો માટે અલગ રાજ્ય કક્ષાનું સ્વતંત્ર આયોગ અસ્તિત્વમાં નથી.

ગુજરાત સરકાર સમક્ષ 5 સવાલો

સામાજિક કાર્યકર્તા કાંતિલાલ પરમારે ગુજરાત સરકારની નીતિ પર તીખા પ્રહારો કરતાં સીધા સવાલો ઊભા કર્યા છે. તેમણે પૂછ્યું છે કે શું ગુજરાતમાં રાજ્ય અનુસૂચિત જાતિ આયોગની રચના કરવાનો સરકારનો કોઈ નિર્ણય કે વિચારણા છે ખરી? જો સરકારનો આવો કોઈ નિર્ણય છે, તો આયોગની રચના માટે વિધાનસભા ગૃહમાં જરૂરી કાયદો કે નિયમ ક્યારે લાવવામાં આવશે?

આ પણ વાંચો: લોકશાહી પરનું સંકટ ગુજરાતીઓ 30 વર્ષથી અનુભવે છેઃ ડૉ. લક્ષ્મણ યાદવ

આ ઉપરાંત, અન્ય 15 રાજ્યોમાં રાજ્ય કક્ષાના SC આયોગ બની શકતા હોય તો ગુજરાતમાં SC સમાજના બંધારણીય અને માનવ અધિકાર સંબંધિત પ્રશ્નો માટે અલગ સ્વતંત્ર ફરિયાદ નિવારણ સંસ્થા કેમ ન હોવી જોઈએ? અંતમાં તેમણે સરકાર પાસે માગ કરી છે કે શું રાજ્ય સરકાર આ આયોગની રચના માટે કોઈ સ્પષ્ટ અને ચોક્કસ સમયમર્યાદા જાહેર કરશે?

માત્ર યોજનાઓ નહીં, સંસ્થાકીય વ્યવસ્થા જરૂરી

અનુસૂચિત જાતિના નાગરિકો સામે થતા ભેદભાવ, અત્યાચારો અને સરકારી યોજનાઓના યોગ્ય અમલીકરણ માટે માત્ર સરકારી વિભાગો કે જાહેરાતો પૂરતી નથી. ફરિયાદોની તટસ્થ તપાસ, અધિકારોના ઉલ્લંઘન અંગે સરકારને સીધી ભલામણ અને સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવા માટે એક સક્ષમ અને સ્વતંત્ર બંધારણીય આયોગ હોવું અત્યંત અનિવાર્ય છે.

ગુજરાતના દલિત અને બહુજન સમાજના લોકો હવે માત્ર પોકળ વચનોથી સંતોષ માનવા તૈયાર નથી પણ નક્કર સંસ્થાકીય વ્યવસ્થાની માગ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ અંગે કોઈ સ્પષ્ટ નીતિગત નિર્ણય લઈ સમયમર્યાદા જાહેર કરે છે કે કેમ.

આ પણ વાંચો: SC-ST એક્ટના 3 દાયકા: કાયદો બદલાયો, મનોવૃત્તિ નહીં?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x