વાલ્મિકી યુવાનોએ કરણી સેનાના નેતાને દોડાવી-દોડાવીને માર્યો!

સચિન રાઘવ નામના કરણી સેનાના નેતાએ વાલ્મિકી સમાજનું જાહેર મંચ પરથી હળહળતું અપમાન કર્યું હતું. પોલીસે કાર્યવાહી ન કરતા વાલ્મિકી યુવકોએ દોડાવી-દોડાવીને માર્યો!
aligarh sachin raghav valmiki samaj

ઉત્તર પ્રદેશના અલીગઢમાં કરણી સેનાના જિલ્લા અધ્યક્ષ સચિન રાઘવ દ્વારા વાલ્મિકી સમાજ વિરુદ્ધ કરાયેલા અત્યંત નીચ અને જાતિવાદી નિવેદન બાદ વાલ્મિકી સમાજના યુવાનોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. પોલીસે જાતિવાદી તત્વો સામે સમયસર કાર્યવાહી ન કરતા ઉશ્કેરાયેલા વાલ્મિકી યુવાનોએ સચિન રાઘવને રસ્તા પર દોડાવી-દોડાવીને બેલ્ટ અને થપ્પડોથી પાઠ ભણાવ્યો હતો.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ યોગી સરકારની સવર્ણ તરફી પોલીસની નિષ્ક્રિયતા અને જાતિવાદી તત્વોને છાવરવાની નીતિ ખુલ્લી પડી ગઈ હતી.

મામલો શું હતો

ઘટનાની વિગત મુજબ, ક્ષત્રિય યુવા કરણી સેનાના અલીગઢ જિલ્લા અધ્યક્ષ સચિન રાઘવે(sachin raghav) સવર્ણ મહાપંચાયત દરમિયાન વાલ્મિકી સમાજ અને દલિતો પ્રત્યે અત્યંત વાંધાજનક નિવેદન આપ્યું હતું. તેણે વાલ્મિકી સમાજના લોકોને ખુલ્લેઆમ ‘મરેલા ઢોર ખેંચનારા’ કહીને અપમાનિત કર્યા હતા. એટલું જ નહીં, તેના ભાઈ સુંદર રાઘવે પણ દલિતો સામે અત્યંત આપત્તિજનક જાતિસૂચક શબ્દોનો પ્રયોગ કર્યો હતો.

આ પણ વાંચો: અરવલ્લીના ભેંસાવાડામાં 6 પટેલોએ દલિત યુવક પર હુમલો કર્યો

સચિન રાઘવના આ ઝેરીલા નિવેદન બાદ વાલ્મિકી સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. સમાજના લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવીને કડક કાનૂની કાર્યવાહીની માગ કરી હતી, પરંતુ યોગી આદિત્યનાથની પોલીસે હંમેશની જેમ સવર્ણીય માનસિકતા ધરાવતા આરોપી સામે તુરંત પગલાં લીધા નહોતા.

વાલ્મિકી સમાજના યુવાનોએ સચિન રાઘવને ઝડપી પાડ્યો

સિવિલ લાઇન્સ વિસ્તારના ઘંટાઘર ચોકડી પર જ્યારે સચિન રાઘવ દેખાયો ત્યારે આક્રોશિત વાલ્મિકી સમાજના યુવાનોએ તેને ઘેરી લીધો હતો. જો યોગી સરકારી પોલીસે વાંધાજનક નિવેદન આપ્યા બાદ તુરંત જ સચિન રાઘવની ધરપકડ કરી હોત તો આ પરિસ્થિતિ ક્યારેય સર્જાઈ ન હોત. પરંતુ જ્યારે કાયદો અને વ્યવસ્થાનું તંત્ર પક્ષપાતી બની જાય અને સવર્ણ ગુનાહિત માનસિકતા વાળા લોકોને છાવરવા લાગે, ત્યારે શોષિત વર્ગની સહનશક્તિ ખૂટી જતી હોય છે.

આક્રોશિત યુવાનોએ સચિન રાઘવને રસ્તા પર દોડાવી-દોડાવીને માર માર્યો હતો. જ્યારે તેનો ભાઈ અને મિત્ર વચમાં પડ્યા ત્યારે તેમને પણ પાઠ ભણાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને નજીકના અંબેડકર પાર્કમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડો. બી. આર. અંબેડકર અને વાલ્મિકી સમાજના સન્માનમાં સૂત્રોચ્ચાર કરાવીને, તેના બંને હાથ જોડાવીને જાહેરમાં માફી મંગાવવામાં આવી હતી.

આ પણ વાંચો: દલિત સગીરા પર સામૂહિક દુષ્કર્મ, ડોક્ટર સહિત 2 ની ધરપકડ

જે વ્યક્તિ દલિતોને તુચ્છ ગણતો હતો, તે જ વ્યક્તિને અંબેડકર પાર્કમાં અંબેડકર સાહેબના ચરણોમાં માફી માગવી પડી. જો કે, ખબરઅંતર.ઈન આ બાબતની પુષ્ટિ કરતું નથી. આ જાણકારી માત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો અને અલગ અલગ પોસ્ટ પરથી મળી રહી છે.

વાલ્મિકી સમાજે પોલીસ સ્ટેશને પહોંચી ન્યાય માંગ્યો

આ ઘટના બાદ વાલ્મિકી સમાજના સેંકડો લોકો સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશને એકઠા થઈ ગયા હતા અને ધરણાદર્શન શરૂ કર્યા હતા. સમાજની સ્પષ્ટ માગ હતી કે દલિતોનું અપમાન કરનાર સચિન રાઘવ અને તેના સાગરીતો સામે કડક કલમો અને SC-ST એક્ટ હેઠળ ગુનો નોંધીને તેમની જેલભેગા કરવામાં આવે. જાતિવાદી તત્વો સામે કડક પગલાં લેવાની અને સમાજને ન્યાય આપવાની માગ સાથે લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.

ઘટનાની ગંભીરતા જોઈને એસએસપી નીરજ કુમાર જાદૌન સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કાર્યવાહીની ખાતરી આપીને ધરણાઓ પૂરા કરાવ્યા હતા. પોલીસે બંને પક્ષોની વાયરલ વીડિયો અને પુરાવાના આધારે તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યું છે.

આ પણ વાંચો: ગાંધીનગર સચિવાલયમાં એક્ટિવિસ્ટ ચંદ્રિકાબેન સોલંકીને ‘બ્લેકલિસ્ટ’ કરાયા!

હિંસા કોઈ ઉકેલ નથી, પણ જવાબદારી સરકારની છે

કોઈપણ નાગરિક સમાજમાં હિંસા કે કાયદો હાથમાં લેવાની ઘટનાનું ક્યારેય સમર્થન થઈ શકે નહીં. પરંતુ પ્રશ્ન એ છે કે આવી સ્થિતિનું નિર્માણ કેમ થાય છે? જ્યારે રાજ્યનું પોલીસ તંત્ર ચોક્કસ વર્ગના ગુનેગારોને રક્ષણ આપે છે અને દલિતોની ફરિયાદોને કચરાપેટીમાં નાખી દે છે, ત્યારે લોકોની ધીરજનો અંત આવે છે.

યોગી સરકારની ‘ઠોકો નીતિ’ માત્ર દલિતો, પછાતો અને લઘુમતીઓ સામે જ કેમ ચાલે છે? સવર્ણ નેતાઓ જ્યારે જાહેરમાં દલિત સમાજનું અપમાન કરે છે ત્યારે પોલીસનું બુલડોઝર અને કાયદો કેમ ઊંઘી જાય છે? આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને અને સામાજિક સૌહાર્દ જળવાઈ રહે તે જોવાની પ્રાથમિક જવાબદારી સરકાર અને પોલીસ તંત્રની છે. જો સમયસર જાતિવાદી તત્વો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તો જ કાયદા પર લોકોનો વિશ્વાસ ટકી રહેશે.

આ પણ વાંચો: ‘ન્યાય આપો અથવા મારી નાખો’, સૂળી પર લટકી આદિવાસીઓનું આંદોલન

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x