BAPS ના મહિલાદ્વેષી કટ્ટરવાદે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને લજવ્યું!

BAPS કથિત સંતોની સ્ત્રીવિરોધી હઠને કારણે પેરિસનો એફિલ ટાવર બંધ થયો, ફ્રાન્સમાં મહિલા કર્મચારીઓએ હડતાલ પાડી સ્વામિનારાયણ સંપ્રદાયને ઉઘાડો પાડ્યો.
baps eiffel tower controversy paris protest
baps eiffel tower controversy paris protest

BAPS એટલે કે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાએ ફરી એકવાર દુનિયાભરમાં ભારત દેશની આબરૂના ધજાગરા ઉડાડ્યા છે. વિદેશની ધરતી પર ભારત દેશનું નામ રોશન કરવાને બદલે પોતાના કટ્ટરપંથી, જાતિવાદી અને મહિલાવિરોધી અંધશ્રદ્ધાળુ નિયમોને કારણે BAPS (બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ) સંપ્રદાયે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની ભારે ફજેતી કરાવી છે. પેરિસના વિશ્વવિખ્યાત એફિલ ટાવર ખાતે BAPS ના મહંત સ્વામી સહિતના 100 સભ્યોના સંતોના પ્રતિનિધિ મંડળની મુલાકાત દરમિયાન સ્થાનિક મહિલા કર્મચારીઓને તેમની ફરજ પરથી હટાવી દેવાના આદેશ આપવામાં આવ્યા હતા. સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો કે તેમનું મોં પણ ન જોવું જેવી મધ્યયુગીન માનસિકતા ધરાવતા આ સંપ્રદાયના સંતોની શરતો આગળ ઝૂકીને ટાવરના સંચાલકોએ સ્થાનિક મહિલા કર્મચારીઓ અને મહિલા કોન્ટ્રાક્ટરોને કલાકો સુધી દુર કરી દીધી હતી તથા તેમની જગ્યાએ પુરુષ કર્મચારીઓને ગોઠવી દીધા હતા. આ ખુલ્લા લિંગભેદ, વૈચારિક દબાણ અને અપમાનના વિરોધમાં એફિલ ટાવરના કર્મચારીઓએ તાત્કાલિક કટોકટી બેઠક બોલાવીને હડતાલ પાડી દીધી હતી. આ હડતાલના કારણે 7 સપ્ટેમ્બર 2026 ના રોજ વિશ્વના આ મહાન સ્મારક એફિલ ટાવરને પર્યટકો માટે સંપૂર્ણપણે બંધ કરવાની નોબત આવી હતી, જેનાથી સમગ્ર યુરોપ અને ફ્રાન્સના રાજકારણમાં મોટો વિવાદ ઊભો થયો છે.

જાહેરમાં મહિલાત્યાગ પણ ખાનગીમાં વ્યભિચાર?

પોતાને પરમ ત્યાગી, સંન્યાસી અને મહાત્મા કહેવડાવતા BAPS ના સાધુઓ જાહેરમાં સ્ત્રીઓ સામે ન જોવાનો કે તેમનો સ્પર્શ ન કરવાનો મોટો ઢોંગ આચરે છે. પરંતુ આ જ સ્વામિનારાયણ સંપ્રદાયના કથિત સાધુ-સંતોની કામલીલા, આડો સંબંધ અને અશ્લીલ વિડીયોના કૌભાંડો ગુજરાતમાં અવારનવાર સામે આવતા રહ્યા છે. જાહેરમાં ‘મહિલાઓથી દૂર રહેવાની’ વાતો કરતા આ સંતો પોતાની હવસ સંતોષવા માટે ખાનગીમાં સ્ત્રીઓ સાથે સંબંધો રાખતા હોવાના કિસ્સા ગુજરાતના મીડિયામાં અનેકવાર ચમક્યા છે. પેરિસમાં પોતાની આ બોગસ સાધુતા અને મહિલાદ્વેષી માનસિકતાનું આંતરરાષ્ટ્રીય પ્રદર્શન કરીને આ સંપ્રદાયે ફ્રાન્સ જેવા લોકશાહી, બિનસાંપ્રદાયિક અને મહિલા સમાનતાવાદી દેશમાં ભારતની છબીને ભારે નુકસાન પહોંચાડ્યું છે. એક તરફ સામાન્ય લોકોને મોહ, માયા, ધન અને સ્ત્રીનો ત્યાગ કરવાનો ઉપદેશ આપવો અને બીજી તરફ પોતે ચાર્ટર્ડ પ્લેનમાં ફરવું, વિદેશયાત્રાઓમાં કરોડો રૂપિયા ઉડાવવા અને આંતરરાષ્ટ્રીય સ્મારકો પર પોતાના અંધશ્રદ્ધાળુ કાયદા લાદવા તે આ સંપ્રદાયનો બેવડો ચહેરો છે.

આ પણ વાંચોઃ સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સ્વામી ભગાવો ઉતારી ફરી સંસારી બન્યા!

ગુરુકુળોમાં બાળકોનું શોષણ અને કરોડોની સંપત્તિ માટે અંદરોઅંદર જંગ!

BAPS સહિતના સ્વામિનારાયણ સંપ્રદાયોમાં ગંભીર ગુનાઓ અને આંતરિક ગંદકીનો પણ લાંબો ઇતિહાસ રહ્યો છે. આ સંપ્રદાય દ્વારા સંચાલિત ગુરુકુળોમાં અભ્યાસ કરતા નિર્દોષ અને માસૂમ બાળકોના શારીરિક અને જાતીય શોષણના અત્યંત શરમજનક કિસ્સાઓ અગાઉ પણ પ્રકાશમાં આવી ચૂક્યા છે. સંસ્કાર અને ધર્મના નામે નાના બાળકો પર આચરવામાં આવતી આ હેવાનીયત સંપ્રદાયના સાચા સ્વરૂપને છતું કરે છે. આ સિવાય, અનુયાયીઓને ધન-સંપત્તિનો ત્યાગ કરવાનો બોધ આપતા આ જ સાધુઓ કરોડો અને અબજો રૂપિયાના મંદિરો, ટ્રસ્ટો અને જમીનો પર પોતાનો એકહથ્થુ કબજો જમાવવા માટે કોર્ટ-કચેરીઓના ચક્કર કાપી રહ્યા છે. અબજો રૂપિયાની મિલકતો પચાવી પાડવા માટે સંપ્રદાયમાં અંદરોઅંદર ફાંટા પડ્યા છે. ગાદી અને સંપત્તિના મોહમાં સાધુઓ એકબીજા પર જીવલેણ હુમલાઓ કરાવવા, ગુંડાઓ મોકલવા અને ધમકીઓ આપવાથી પણ અટકતા નથી. વર્ષ 1966 માં સોખડા સંપ્રદાયનું અલગ થવું પણ આ જ સંપત્તિ અને સત્તાની લાલચનું પરિણામ હતું.

આ પણ વાંચોઃ ‘હું દલિત હોવાથી સ્વામિનારાયણની દીક્ષા ન આપી!’

જાતિવાદ, આભડછેટ અને વર્ણ વ્યવસ્થાનું ખુલ્લું સમર્થન

BAPS સંપ્રદાય માત્ર મહિલા વિરોધી જ નથી, પરંતુ સામાજિક સ્તરે પણ અત્યંત ઘોર જાતિવાદી માનસિકતા ધરાવે છે. ગુજરાતમાં SC, ST અને OBC જેવા વંચિત અને દલિત સમાજો સામે થતા આભડછેટ, પક્ષપાત અને મધ્યયુગીન વર્ણ વ્યવસ્થાને આ સંપ્રદાય પરોક્ષ રીતે ભરપૂર પ્રોત્સાહન આપે છે. પોતાને સનાતન ધર્મના મોટા રક્ષક ગણાવતા આ સંપ્રદાયના સંતોએ ક્યારેય સામાજિક સમાનતા, જાતિપ્રથા નાબૂદી કે બહુજન સમાજના અધિકારો માટે અવાજ ઉઠાવ્યો નથી, પરંતુ પોતાના મઠો અને મંદિરોમાં જાતિગત ઉચ્ચ-નીચના ભાવને કાયમ રાખ્યો છે.
દુનિયાભરમાં કરોડો રૂપિયાના ભવ્ય અને નક્શીદાર પથ્થરોના અબજોપતિ મંદિરો બનાવીને પોતાની ઈમેજ ચમકાવતો આ સંપ્રદાય વાસ્તવમાં સામાજિક સમાનતા, મહિલા સ્વતંત્રતા અને સંવિધાનિક મૂલ્યોનો કટ્ટર વિરોધી છે. પેરિસના એફિલ ટાવર ખાતે બનેલી આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે BAPS નો આ કટ્ટરવાદ અને અંધશ્રદ્ધા હવે ભારતના સીમાડા ઓળંગીને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની પ્રતિષ્ઠાનો ધજાગરો કરી રહ્યા છે. વિશ્વભરમાં થઈ રહેલી આ ફજેતી બાદ હવે સમય આવી ગયો છે કે આવા પક્ષપાતી અને મહિલાદ્વેષી સંપ્રદાયોની જાહેરમાં ઝાટકણી કાઢવામાં આવે અને તેમની અંધશ્રદ્ધા સામે આકરા સવાલો ઊભા કરવામાં આવે.

આ પણ વાંચોઃ સ્વામીનારાયણ, બ્રહ્માકુમારી, ઈસ્કોન વગેરે ફ્રોડ સંપ્રદાયો છે : શંકરાચાર્ય

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x