દિલ્હીમાં આજે ડબલ પ્રદર્શન: જંતર મંતરે CJP, શંભુ બોર્ડરે ખેડૂતો અડગ

દિલ્હીમાં આજે બે મોટા પ્રદર્શનો થશે. CJP ની સંસદ માર્ચ સાથે પંજાબના હજારો ખેડૂતોનો દિલ્હી તરફ કૂચનો પ્રારંભ. બોર્ડર સીલ, કલમ 163 લાગુ થતાં હાઈ-એલર્ટ.
farmers stand firm at Shambhu border

દેશની રાજધાની દિલ્હીમાં રાજકીય અને સામાજિક ઉકળાટ ચરમસીમાએ પહોંચી ગયો છે. સોમવારે થયેલા ભારે બબાલ અને પોલીસ કાર્યવાહી છતાં કોક્રોચ જનતા પાર્ટી (CJP) નું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન આજે પણ યથાવત છે. તેની સાથે જ ભારત-અમેરિકા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (Free Trade Agreement) ના વિરોધમાં પંજાબ સહિત અન્ય રાજ્યોમાંથી હજારો ખેડૂતો દિલ્હી તરફ રવાના થતાં સ્થિતિ અત્યંત સંવેદનશીલ બની ગઈ છે. એક તરફ જંતર-મંતર પર CJP નો જમાવડો છે અને બીજી તરફ શંભૂ તથા ખનૌરી બોર્ડર પર ખેડૂતોનું જંગી સમર્થન ઉમટી પડ્યું છે.

CJP નો જંતર-મંતર પર ફરી જમાવડો, સંસદ માર્ચની તૈયારી

સોમવારે પોલીસના લાઠીચાર્જ અને કાર્યવાહી બાદ પ્રદર્શનકારીઓને જંતર-મંતરથી હટાવી દેવાયા હતા, જેના પગલે CJP ના પ્રમુખ અભિજીત દીપકે પ્રદર્શન સ્થળથી 500 મીટર દૂર કેરળ હાઉસ બહાર ધરણાં કર્યા હતા. જોકે, આજે સવારે CJP ના હજારો સમર્થકો પુનઃ જંતર-મંતર પર એકઠા થઈ ગયા છે. અભિજીત દીપકે સ્પષ્ટ કર્યું છે કે તેમની માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને તેઓ આજે પણ સંસદ તરફ માર્ચ કરવાનો પ્રયાસ કરશે. અપ્રિય ઘટનાઓ રોકવા પોલીસે જંતર-મંતર આસપાસ સુરક્ષા ચુસ્ત બનાવી દીધી છે.

આ પણ વાંચો: ટીમલી ડાન્સનું નામ સાંભળ્યું હશે, પણ તે શું છે તે ખબર છે?

ભારત-યુએસ ટ્રેડ ડીલ સામે ખેડૂતોનું ‘દિલ્હી કૂચ’

બીજી તરફ, ‘દેશ બચાવો મોરચા’ ના આહ્વાન પર અમૃતસર અને ગુરદાસપુરથી પંજાબના હજારો ખેડૂતો દિલ્હીમાં મહાપંચાયત કરવા માટે રવાના થયા છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને તાત્કાલિક રદ કરવામાં આવે. ખેડૂત સંગઠનોનો તર્ક છે કે આ વેપાર કરારથી ભારતીય કૃષિ, ડેરી ક્ષેત્ર અને ગ્રામીણ આજીવિકાને મોટું નુકસાન પહોંચશે. AAP ના સાંસદ મલવિંદર સિંહ કાંગે પણ આ ડીલનો વિરોધ કરતાં જણાવ્યું કે આનાથી ખેતી ક્ષેત્ર બરબાદ થઈ જશે.

farmers stand firm at Shambhu border

આ પણ વાંચો: જામ ખંભાળિયા પાલિકામાં ડૉ.આંબેડકરના હટાવેલા ફોટા ભીમ આર્મીએ ફરી લગાવ્યા

શંભૂ-ખનૌરી બોર્ડર સીલ, કલમ 163 લાગુ

ખેડૂતોના દિલ્હી કૂચને ધ્યાનમાં રાખીને પંજાબ-હરિયાણાની શંભૂ અને ખનૌરી બોર્ડર પર સુરક્ષાના ભારે બંદોબસ્ત કરવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં BNS ની કલમ 163 લાગુ કરી દેવામાં આવી છે. ભારત માલા-જમ્મુ-કટરા એક્સપ્રેસવે પર પોલીસે મજબૂત બેરિકેડ્સ લગાવીને ખેડૂતોનો રસ્તો રોક્યો છે, જેના કારણે બોર્ડર પર વાહનોની અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે.

દિલ્હી ટ્રાફિક પોલીસે પણ ખેડૂત ઘાટ પર પ્રસ્તાવિત રેલીને પગલે એડવાઈઝરી જાહેર કરીને લોકોને અસરગ્રસ્ત રસ્તાઓથી બચવા સલાહ આપી છે. CJP અને ખેડૂતોના ડબલ પ્રદર્શનને પગલે દિલ્હી પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ હાઈ-એલર્ટ મોડ પર છે.

આ પણ વાંચો: કોક્રોચ જનતા પાર્ટીની સંસદ માર્ચ પર પોલીસનો લાઠીચાર્જ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x