અનાથ દલિત યુવતીના ઘરમાં ઘૂસી યુવકે દુષ્કર્મ આચર્યું

Dalit News: મજૂરી કરતી અનાથ દલિત યુવતીના ઘરમાં ઘૂસી યુવકે દુષ્કર્મ આચર્યું. બચાવવા આવેલી મોટી બહેનને જ્ઞાતિસૂચક ગાળો ભાંડી માર માર્યો.
Tribal girl gang-raped

Dalit News: જાતિવાદનો ગઢ ગણાતા યુપીમાં ફરી એકવાર દલિત અત્યાચારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રયાગરાજના હોલાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દલિત યુવતીના ઘરમાં ઘૂસીને તેની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. આ હુમલામાં પીડિતાને બચાવવા આવેલી તેની મોટી બહેન સાથે પણ આરોપીએ મારામારી કરી અને જ્ઞાતિસૂચક અપમાન કર્યું હતું.

અનાથ બહેનો પર દુષ્કર્મ આચર્યું

પ્રાપ્ત માહિતી અનુસાર, પીડિતા અને તેની મોટી બહેન હોલાગઢ વિસ્તારમાં એક કાચા મકાનમાં રહે છે. આ બંને બહેનો અનાથ છે અને મજૂરીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. રવિવારે સવારે જ્યારે નાની બહેન ઘરના કામમાં વ્યસ્ત હતી, ત્યારે ગામનો જ એક યુવક અચાનક ઘરમાં ઘૂસી આવ્યો હતો. આરોપીએ યુવતીની લાચારીનો લાભ ઉઠાવી તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો: પાટણના રાજનગરમાં 14મી એપ્રિલે ડીજેના તાલે ભવ્ય રેલી નીકળી

મોટી બહેન પર હુમલો કરી ધમકી આપી

યુવતીનો આક્રંદ સાંભળીને તેની મોટી બહેન તુરંત તેને બચાવવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી. તેણે આરોપીને રોકવાનો અને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ નરાધમ યુવકે તેની સાથે પણ અભદ્ર વર્તન કર્યું હતું. આરોપીએ મોટી બહેનને જાતિસૂચક અપશબ્દો કહીને અપમાનિત કરી હતી અને તેને જોરદાર ફટકારીને જમીન પર પાડી દીધી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીએ બંને બહેનોને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ

આ ભયાનક ઘટના બાદ ડરી ગયેલી પીડિતા અને તેની બહેને હિંમત ભેગી કરી પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. મોટી બહેન દ્વારા હોલાગઢ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં આરોપી વિરુદ્ધ દુષ્કર્મ, મારપીટ અને SC/ST એક્ટ હેઠળની કલમો મુજબ ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: જૂનાગઢની ડૉ.આંબેડકર હોસ્ટેલમાં દલિત યુવકે ગળેફાંસો ખાધો

હોલાગઢ પોલીસ સ્ટેશનના પ્રભારી વીરેન્દ્ર કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, “ફરિયાદ મળી ગઈ છે અને આ મામલે ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી છે. પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવશે અને ફરાર આરોપીની ધરપકડ કરવા માટે ટીમો રવાના કરવામાં આવી છે.”

આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. ખાસ કરીને સુરક્ષા અને સામાજિક ન્યાયના પ્રશ્નો ફરી એકવાર ઉભા થયા છે. અનાથ દલિત બહેનો પર થયેલા આ અત્યાચારને લઈને ગ્રામજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આશ્વાસન આપ્યું છે કે આરોપી સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચો: શિક્ષકે દલિત વિદ્યાર્થીને માર મારીને લોહીલુહાણ કરી નાખ્યો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x