થાનગઢ ફાયરિંગના પિડીત પિતાએ ન્યાય ન મળતા આપઘાત કર્યો!

2012ના ચકચારી થાનગઢ ફાયરિંગ કેસમાં 16 વર્ષના પુત્રને ગુમાવનાર પિતાએ 14 વર્ષ સુધી ન્યાય ન મળતાં આખરે પુત્રના સ્મારક પાસે ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કર્યો.
Thangadh firing case victim commits suicide

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં 14 વર્ષ પહેલાં થયેલા ચર્ચિત પોલીસ ફાયરિંગમાં પોતાના 16 વર્ષના દીકરા પંકજ સુમરાને ગુમાવનાર અમરસિંહ સુમરા (55) એ આખરે ન્યાયની આશા છોડીને પુત્રના સ્મારક નજીક જ ટ્રેન સામે ઝંપલાવીને આપઘાત કરી લીધો છે. 2012ના ચકચારી થાનગઢ ફાયરિંગ કેસની હૃદય કંપાવનારી ઘટનામાં ત્રણ દલિત યુવાનો પંકજ સુમરા (16), મેહુલ રાઠોડ (17) અને પ્રકાશ પરમાર (26) ના પોલીસ ફાયરિંગમાં મોત થયા હતા. પંકજ સુમરાના પિતા અમરસિંહ 14 વર્ષથી પુત્રને ન્યાય અપાવવા માટે વહીવટીતંત્ર અને અદાલતોના દરવાજા ખખડાવી રહ્યા હતા.

પરંતુ ન્યાય મળવામાં થયેલા અસહ્ય વિલંબ અને શાસકોની ઉદાસીનતાએ એક પિતાનો આત્મવિશ્વાસ સાવ તોડી નાખ્યો. પુત્ર ગુમાવ્યાનું ઊંડું દુઃખ અને રક્ષાબંધન જેવા તહેવારો પર પુત્રીની વેદના ન જોઈ શકનારા પિતાએ આખરે એ જ સ્થળે દમ તોડ્યો જ્યાં તેમના માસૂમ પુત્રનો જીવ લેવાયો હતો.

22 સપ્ટેમ્બર 2012 ની રાત્રે શું બન્યું હતું

વર્ષ 2012 માં તરણેતરના મેળા દરમિયાન દલિત અને ભરવાડ સમુદાયના જૂથો વચ્ચે મામૂલી ઘર્ષણ થતાં થાનગઢમાં તણાવ વધ્યો હતો. સપ્ટેમ્બર 22 ની સાંજે વાતાવરણ વધુ વણસતાં પોલીસે ટોળાને વિખેરવા માટે પ્રથમ લાઠીચાર્જ અને ટીઅર ગેસના સેલ છોડ્યા હતા. પરંતુ પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના નામે પોલીસે મોડી રાત્રે સીધું પોઈન્ટ બ્લેન્ક રેન્જ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. 22 અને 23 સપ્ટેમ્બરની તે મધ્યરાત્રિએ ગોળીબારમાં પંકજ સુમરા, મેહુલ રાઠોડ અને પ્રકાશ પરમાર સ્થળ પર કે હોસ્પિટલ પહોંચતા સુધીમાં ઢળી પડ્યા હતા,

આ પણ વાંચો: 50 વર્ષ પહેલા અમદાવાદમાં 14મી એપ્રિલની ઉજવણીની પત્રિકા વાયરલ

જ્યારે એક યુવક ગંભીર રીતે ઘવાયો હતો. પોલીસે તત્કાલીન સમયે સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે ફાયરિંગ જરૂરી હોવાનો દાવો કર્યો હતો. જોકે, પીડિત પરિવારો અને દલિત સંગઠનોએ સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે પોલીસે અતિશય અને ગેરકાયદેસર બળપ્રયોગ કરીને નિર્દોષ યુવાનોની હત્યા કરી હતી.

ગુજરાત સરકારની સંવેદનહીનતા

આ હત્યાકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળતાં તત્કાલીન સરકારે આ સામાજિક ન્યાય અને અધિકારી વિભાગના અગ્ર સચિવ સંજય પ્રસાદની અધ્યક્ષતામાં તપાસ કમિટીની રચના કરી હતી. તપાસ સમિતિએ મે 1, 2013 ના રોજ જ પોતાનો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સોંપી દીધો હતો. પરંતુ અત્યંત શરમજનક બાબત એ છે કે ગુજરાતની ભાજપ સરકારે છેલ્લા 13 વર્ષથી આ સીટ (SIT) તપાસ રિપોર્ટને દબાવી રાખ્યો છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત અનેક લોકપ્રતિનિધિઓએ વિધાનસભામાં ઓછામાં ઓછી 5 વખત આ રિપોર્ટ સાર્વજનિક કરવા માંગ કરી છે, છતાં ભૂપેન્દ્ર પટેલ સરકાર આ મુદ્દે મૌન સેવી રહી છે. ગુજરાત હાઈકોર્ટે પણ રિપોર્ટ રજૂ ન કરવા બદલ સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે.

આ પણ વાંચો: મુંદ્રામાં દલિત વૃદ્ધને દરબાર શખ્સે ગાળો ભાંડી થપ્પડ મારી

ગુજરાતના શાસન અને વહીવટીતંત્ર સામે ગંભીર સવાલો

આ ઘટનાએ વહીવટીતંત્રની નિષ્ફળતા અને માનવ અધિકારો પ્રત્યેની સંવેદનહીનતા ઉઘાડી પાડી દીધી છે. ઘટના બની ત્યારે તત્કાલીન સરકારે ભારે વિરોધને પગલે આઈએએસ અધિકારી સંજય પ્રસાદની અધ્યક્ષતામાં એક તપાસ કમિટીની રચના કરી હતી. આ તપાસ સમિતિએ 1 લી મે 2013 ના રોજ જ પોતાનો વિસ્તૃત તપાસ રિપોર્ટ રાજ્ય સરકારને સોંપી દીધો હતો. આમ છતાં, ગુજરાતની ભાજપ સરકાર દ્વારા આ રિપોર્ટને છેલ્લા 13 વર્ષથી દબાવી રાખવામાં આવ્યો છે. વિધાનસભામાં અનેક વખત રજૂઆતો કરવા છતાં અને હાઈકોર્ટમાં પણ મામલો પહોંચ્યો હોવા છતાં, એસઆઈટી (SIT) કે તપાસ કમિટીનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી.

દોષિતો સામે કાર્યવાહી કરવામાં ભૂપેન્દ્ર પટેલ સરકારને રસ નથી

પોલીસ તંત્ર દ્વારા એકતરફી બળપ્રયોગ કરીને નિર્દોષ યુવાનો પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો શરૂઆતથી જ થઈ રહ્યા છે. આ કેસમાં જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક પગલાં લેવાને બદલે સમગ્ર મામલાને ઠંડા કલેકટરે ધકેલી દેવામાં આવ્યો છે. 14 વર્ષ જેટલો લાંબો સમય વિતી જવા છતાં દોષિતો સામે કોઈ નક્કર સજાત્મક કાર્યવાહી થઈ નથી કે પીડિત પરિવારોને ન્યાયિક શાંતિ મળી નથી. શું નિર્દોષ યુવાનોના જીવ લેનાર પોલીસ અધિકારીઓને બચાવવા માટે જ સીટનો રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવતો નથી? ભૂપેન્દ્ર પટેલ સરકાર આટલા ગંભીર માનવ અધિકાર ભંગ અંગે શા માટે મૌન સેવી રહી છે?

આ પણ વાંચો: ડૉ.આંબેડકર મધરાતે કોની યાદમાં વાયોલિન વગાડતા હતા?

ન્યાયમાં વિલંબ એ જ ન્યાયનો ઇનકાર

થાનગઢ ફાયરિંગમાં ગોળીથી દીકરો ગયો અને હવે 14 વર્ષ પછી ન્યાયની આશામાં પિતા પણ દુનિયા છોડી ગયા. આ ઘટના દર્શાવે છે કે જ્યારે રાજ્ય વ્યવસ્થા પોતાના નાગરિકોને સમયસર ન્યાય આપવામાં નિષ્ફળ જાય છે, ત્યારે તેનો અંત કેટલો ભયાનક આવે છે. જો સરકારે સમયસર સીટ રિપોર્ટ જાહેર કર્યો હોત અને દોષિતોને સજા અપાવી હોત, તો કદાચ એક પીડિત પિતાને આ રીતે પોતાનો જીવ આપવો ન પડ્યો હોત. હવે સમય આવી ગયો છે કે ભૂપેન્દ્ર પટેલ સરકાર પોતાનું મૌન તોડે, થાનગઢ કાંડનો તમામ તપાસ અહેવાલ તાત્કાલિક જાહેર કરે અને પીડિત પરિવારોને આખરી ન્યાય આપે. જો હજુ પણ સરકાર આ બાબતે આંખ આડા કાન કરશે, તો લોકશાહી અને ન્યાયપ્રણાલી પરથી જનતાનો વિશ્વાસ સાવ ઊઠી જશે.

આ પણ વાંચો: ડૉ.આંબેડકર આદિવાસીઓ વિશે શું માનતા હતા?

પોલીસ તંત્રની ઘોર નિષ્ફળતા અને ઉત્તરદાયિત્વ સામે પ્રશ્નાર્થ

આ મામલામાં જવાબદાર કાયદા અમલીકરણ અધિકારીઓ અને ફાયરિંગ કરનાર પોલીસકર્મીઓ સામે આજે પણ કોઈ આકરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી. સરકાર શા માટે પોતાના જ પોલીસ અધિકારીઓને બચાવવા માટે સતત કવર પૂરું પાડી રહી છે તે એક મોટો પ્રશ્ન છે. 14 વર્ષ સુધી ન્યાય માટે દર-દર ભટક્યા બાદ જ્યારે એક પિતા આપઘાત કરી લે છે, ત્યારે તે સ્પષ્ટપણે વહીવટીતંત્ર અને પોલીસ સિસ્ટમની નાદારી દર્શાવે છે.

ગોળીથી દીકરો ગયો અને ન્યાયની આશામાં પિતા ગયા, આ પરિસ્થિતિ માત્ર એક પરિવારની ચિંતા નથી પણ ગુજરાતની ન્યાય વ્યવસ્થા પર લાગેલો મોટો ડાઘ છે. જો સમયસર સીટ રિપોર્ટ જાહેર કરીને દોષિતોને જેલભેગા કરવામાં આવ્યા હોત, તો આજે અમરસિંહ સુમરાને આ રીતે જીવન ટૂંકાવવું ન પડત. હવે સમય આવી ગયો છે કે ભૂપેન્દ્ર પટેલ સરકાર પોતાની જવાબદારી સ્વીકારે, થાનગઢ કાંડનો SIT અહેવાલ તાત્કાલિક જાહેર કરે અને દોષિતો સામે કડક કાનૂની પગલાં ભરી પીડિત પરિવારને આખરી ન્યાય અપાવે.

આ પણ વાંચો: લલિતા ગૌતમ હત્યાકાંડ: કેમ રસ્તા પર ઉતર્યા દલિત સંગઠનો?

4 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Soma parmar
Soma parmar
14 hours ago

Chaitar vasavane no case jaldi chali gayo ane tene jail bhego kariyo ane Dalito uper thata atyaachaar ma aa sarkaar kem,, maun,, che,??

GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x