સમીમાં વિદ્યાર્થીએ ચાલુ પરીક્ષાએ રીલ્સ બનાવી અપલોડ કરી

સમી તાલુકાની એક કૉલેજની પરીક્ષામાં વિદ્યાર્થીએ ચાલુ પરીક્ષાએ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં અપલોડ કરતા સમગ્ર પરીક્ષા પદ્ધતિ પર સવાલો ઉભા થયા છે.
reels of the ongoing exam

સોશિયલ મીડિયા અમુક સ્થાપિત બાબતોમાં કઈ હદે એક દૂષણ બનતું જઈ રહ્યું છે અને વાયરલ થવાની લ્હાયમાં યુવાનો કઈ હદે જવા માંડ્યાં છે તેનો આ ઘટના પુરાવો છે. મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાની એક કૉલેજમાં એક વિદ્યાર્થીએ ચાલુ પરીક્ષામાં રીલ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરી હતી. આ ઘટના સામે આવતા સમગ્ર પરીક્ષા પદ્ધતિ સામે સવાલો ઉભા થયા છે.

આ ઘટનાની મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના સમી તાલુકાની મહર્ષી દયાનંદ આર્ટસ એન્ડ કોર્મસ કોલેજમાં આજે સોમવારે સમાજશાસ્ત્રનું પેપર લેવામાં આવ્યું હતું. કોલેજની ચાલુ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીએ વીડિયો ઉતાર્યો હતો અને પછી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કર્યો હોવાનું હતો. પરીક્ષાની આખી ઘટનાનો વીડિયો વાયરલ થતાં કૉલેજના સત્તાધીશો સામે અનેક સવાલો ઉઠ્યાં છે. વિદ્યાર્થીએ ઈન્સ્ટાગ્રામમાં રીલ બનાવી હતી અને પછી તેને બિન્દાસ રીતે અપલોડ પણ કરી હતી.

આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ શેર કરીને જાણકારી આપી હતી.

યુવરાજસિંહે પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘કોલેજની ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થી વીડિયો બનાવે છે. આ કોઈ કોલેજની બેદરકારી કે લાપરવાહી નથી. પરંતુ વિદ્યાર્થીઓનું સારું રિઝલ્ટ આવે અને આવનાર વર્ષમાં વધારે વિદ્યાર્થીઓના એડમિશનના ધંધા ચાલે તે માટે દરેક જગ્યાએ આવું જ ચાલે છે. ચાલુ પરીક્ષામાં બેફામ ચોરી અને ગેરરીતિ ચાલે છે. અહીંયા તો આ એક રીલ સામે આવી હતી, બાકી બધું બંધ દરવાજામાં ચાલે છે. જ્યારે તકેદારી કે ધ્યાન રાખવાની જવાબદારી તો HNGU યુનિવર્સિટીના નેજા હેઠળ આવે છે, પરંતુ તે પણ બધું જાણતા હોવા છતાં આંખ આડા કાન કરે છે. કોલેજના સત્તાધીશોને વિનંતી કે ક્રાંતિકારી અને સમાજસુધારક મહર્ષિ દયાનંદના નામને તો ન લજવો. જોવાનું રહ્યું કે, શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી આ વીડિયો બહાર આવ્યા પછી શું એક્શન લે છે?’

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, રીલ બનાવનાર વિદ્યાર્થી પોતાનું પેપર પણ બતાવે છે અને ક્લાસરૂમ પણ બતાવે છે. આ રીતે તેણે વીડિયો બનાવ્યો છતાં સુપરવાઈઝરનું ધ્યાન કેમ ન ગયું તે આશ્ચર્ય સર્જે છે. આ વીડિયો વાયરલ થયા બાદ કૉલેજમાં લેવાતી પરીક્ષા પદ્ધતિ પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું છે.

આ પણ વાંચો: હિન્દીએ અવધી, બુંદેલી સહિત 25 ભાષાઓનો નાશ કર્યો: MK Stalin

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x