જાતિવાદી તત્વોને ક્યારે કઈ બાબતને લઈને માઠું લાગી જાય તે કહી શકાય તેમ નથી. આવી જ એક ઘટનામાં કેટલાક જાતિવાદી લુખ્ખાઓએ લગ્નમાં જઈ રહેલા કેટલાક દલિત યુવકોની કાર રોકાવીને તેમના પર હુમલો કરી માર માર્યો હતો.
મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીંના બદાયુના ફૈઝગંજ બેહટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દલિત પરિવારને ત્યાં લગ્નમાં આવેલા મહેમાનો પર અમુક જાતિવાદી તત્વોએ હુમલો કર્યો હતો. આરોપ છે કે જાનૈયાની કારમાં ડો.આંબેડકરની નાનકડી પ્રતિમા લાગેલી હતી. એ જોઈને જાતિવાદી તત્વો ગુસ્સે ભરાયા હતા અને હુમલો કરી દીધો હતો. પીડિત પક્ષે પોલીસ પર આરોપીઓ સામે કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો છે, બીજી તરફ પોલીસ ફરિયાદ મળ્યાનો ઇનકાર કરી રહી છે. આ ઘટના સાથે જોડાયેલો એક વીડિયો પણ સામે આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર ગૌહત્યા માટે 3ને આજીવન કેદ
આ ઘટના 12 નવેમ્બરની રાત્રે બની હતી. બિસૌલી તાલુકાના ફૈઝગંજ બેહટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગ્નમાં આવેલા મહેમાનો પર પિસ્તોલ તાકીને જાતિવાદી તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ પર બે દિવસ સુધી મામલો દબાવવાનો આરોપ છે. આ ઘટના વીડિયો સામે આવ્યા બાદ જ પ્રકાશમાં આવી હતી.

ઉઘૈતી પોલીસ સ્ટેશન વિસ્તારના મેવાલી ગામના રહેવાસી ધર્મપાલ સિંહે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે તેના સંબંધીના લગ્નમાં હાજરી આપવા માટે કારમાં જઈ રહ્યો હતો. રસ્તામાં બે માણસોએ તેની કારને ઓવરટેક કરી, તેને રોકી અને તેની સાથે ગેરવર્તણૂક કરી. ધર્મપાલ સિંહનો આરોપ છે કે વાહનમાં ડૉ. આંબેડકરની પ્રતિમા લાગેલી હતી, જેના કારણે હુમલાખોરોએ જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કર્યો અને તેમને છરીથી માર માર્યો.
પીડિત પક્ષનું કહેવું છે કે તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસે તેને દબાવી દીધી હતી. દરમિયાન, પોલીસ હજુ પણ દાવો કરે છે કે તેમને આ બાબતમાં કોઈ ફરિયાદ મળી નથી. તેઓ કહે છે કે તેઓ ફરિયાદ મળ્યા પછી યોગ્ય કાર્યવાહી કરશે.
આ પણ વાંચો: ‘તું દલિત છે, બગીમાં બેસીને નીકળ્યો તો ગોળી મારી દઈશું’











*અજ્ઞાની અને મૂરખ લોકો પાસે મહાન ભારતની લગામ કે સત્તા હાથમાં આવી ગઈ છે ત્યારથી સત્તાનો ભરપૂર નશો મસ્તિષ્કમાં ઘુસી ગયો છે, એટલે ઉત્તર પ્રદેશ જંગલ રાજ થી વિશેષ કશું જ નથી! જાતિવાદી ઓ દ્વારા અનૈતિકતા સાથે બુલડોજર ફેરવો કે જાનૈયાઓ ની સાથે
લૂંટફાટ નું ષડયંત્ર 💯 % કેન્દ્ર સરકારની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું છે, એમાં કોઈ બેમત નથી.
દલિતો પીડિતો બહુજનો સાવધાન રહો સુરક્ષિત રહો અને તંદુરસ્ત રહો એવી તથાગત ભગવાન બુદ્ધને હાર્દિક પ્રાર્થના સહ…! ધન્યવાદ સાધુવાદ!