કોક્રોચ જનતા પાર્ટીની સંસદ માર્ચના સમર્થનમાં હજારો લોકો ઉતર્યા

કોક્રોચ જનતા પાર્ટીની સંસદ માર્ચને જંગી સમર્થન મળ્યું. 15 હજારથી વધુ લોકો એકઠા થયા, 5000 જવાનો ખડકાયા. વાંગચુકે અનશન તોડવા રાખી 3 શરતો.
CJP Parliament March Latest Update
CJP Parliament March Latest Update

દેશની રાજધાની દિલ્હીના જંતર-મંતર ખાતેથી સંસદ સુધી નીકળનારી ‘કોક્રોચ જનતા પાર્ટી’ (CJP) ની સંસદ માર્ચને પગલે દિલ્હીમાં ભારે રાજકીય અને સામાજિક ગરમાવો આવી ગયો છે. દિલ્હી પોલીસે આ માર્ચ માટે કોઈ અધિકૃત પરવાનગી આપી નથી, છતાં પણ આ પ્રદર્શનને જનતાનું જંગી સમર્થન મળી રહ્યું છે. હાલ જંતર-મંતર અને તેની આસપાસના વિસ્તારોમાં 15,000 થી વધુ પ્રદર્શનકારીઓ એકઠા થઈ ચૂક્યા છે. વાતાવરણ તંગ પરંતુ ઉત્તેજનાપૂર્ણ છે અને હવે આગળ શું થશે તેના પર સૌ કોઈની નજર ટકેલી છે.

5000 જવાનો ખડકાયા, 3 લેયરની બેરિકેડિંગ

પરવાનગી ન હોવા છતાં આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં દિલ્હી પોલીસ અને વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. જંતર-મંતર અને સંસદ તરફ જતા રસ્તાઓ પર સુરક્ષા માટે 5000 થી વધુ પોલીસ જવાનો અને Rapid Action Force (RAF) ની ટુકડીઓ ખડકી દેવામાં આવી છે. પોલીસે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર 3 લેયરની મજબૂત બેરિકેડિંગ કરી છે. સોમવારે સવારે ઉત્તેજિત પ્રદર્શનકારીઓએ એક જગ્યાએ બેરિકેડિંગ તોડી નાખી હતી, પરંતુ પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવીને ત્યાં ફરીથી બેરિકેડ ગોઠવી દીધા છે.

આ પણ વાંચોઃ ‘હું દલિત છું’ કહેતા જ કોક્રોચ જનતા પાર્ટીનો અભિજીત દીપકે ટ્રોલ થયો

શાંતિપૂર્ણ માર્ચ માટે CJP ની અપીલ

CJP ના ફાઉન્ડર અભિજિત દિપકે મંચ પરથી તમામ સમર્થકોને શાંતિ જાળવવાની કડક સૂચના આપી છે. તેમણે જણાવ્યું હતું કે, અમારી તરફથી કોઈ પણ વ્યક્તિ ગેરકાનૂની કે હિંસક કામ નહીં કરે. આ માર્ચ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહે તે અમારી પ્રાથમિક જવાબદારી છે, જેથી આંદોલનને કોઈ બદનામ ન કરી શકે. તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ છેલ્લા 1 મહિનાથી અહીં બેઠા છે અને સોનમ વાંગચુકે આ આંદોલન માટે પોતાનો જીવ દાવ પર લગાવ્યો છે.

સોનમ વાંગચુકની ઉપવાસ તોડવા માટે 3 શરતો

બીજી તરફ, શિક્ષણ વ્યવસ્થા અને પેપર લીક જેવા મુદ્દાઓ સામે છેલ્લા 23 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા જાણીતા પર્યાવરણવિદ અને આંદોલનકારી સોનમ વાંગચુકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અનશન તોડવા માટે 3 શરતો મૂકી છે. તેમની પ્રથમ શરત એ છે કે સરકાર દેશની શિક્ષણ વ્યવસ્થાની નિષ્ફળતાઓ અને પેપર લીકની ઘટનાઓની સત્તાવાર જવાબદારી સ્વીકારે. બીજી શરત મુજબ CJP ના પ્રતિનિધિમંડળને સંસદ સુધી જવા દેવામાં આવે અને વિવિધ પક્ષોના સાંસદો આ મુદ્દો સંસદમાં ઉઠાવવાની ખાતરી આપે. ત્રીજી શરત એ છે કે જો સ્વાસ્થ્યના કારણે સંસદ જવું શક્ય ન બને, તો અલગ-અલગ પક્ષોના સાંસદો સફદરજંગ હોસ્પિટલ આવીને તેમને આ ખાતરી આપે. વાંગચુકે એવો પણ ગંભીર આરોપ લગાવ્યો છે કે તેમને સફદરજંગ હોસ્પિટલમાં ગેરકાયદેસર રીતે રોકી રાખવામાં આવ્યા છે અને તેમની સ્વતંત્રતા પર પાબંધીઓ લાદવામાં આવી છે. દિલ્હીમાં પોલીસ અને આંદોલનકારીઓ સામસામે હોવાથી પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ બની છે.

આ પણ વાંચોઃ CJP ના અભિજિત દીપકે ‘જય ભીમ’ના નારા સાથે શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગ્યું

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x