IAS Santosh Verma News: “અનામત ત્યાં સુધી મળવી જોઈએ, જ્યાં સુધી કોઈ મારા દીકરાને કોઈ બ્રાહ્મણ તેમની દીકરી ન આપી દે અથવા સંબંધ ન બનાવે.” કsહેનાર IAS સંતોષ વર્માને તેમના પર પદથી દૂર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં તેમની બરતરફીની પણ ભલામણ કરવામાં આવી છે.
આ નિવેદન બાદ તમામ બ્રાહ્મણ નેતાઓ અને સંગઠનો પક્ષાપક્ષીનું રાજકારણ છોડીને એક થઈ ગયા હતા. ભાજપ અને કોંગ્રેસના એક ડઝનથી વધુ ધારાસભ્યો, મંત્રીઓ અને સાંસદોએ IAS અધિકારી સંતોષ વર્માને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની ખુલ્લેઆમ માંગ કરી છે. બંને પક્ષોના પ્રતિનિધિમંડળોએ મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવને અલગ-અલગ મળીને ઝડપી અને કડક કાર્યવાહીની માંગ કરી હતી.

આ પણ વાંચો: ‘દીકરી લિવ ઈનમાં રહે તે નહીં ચાલે, દીકરો વાંઢો મરવા દેજો’
IAS સંતોષ વર્માએ શું કહ્યું હતું?
મધ્યપ્રદેશમાં પોસ્ટીંગ ધરાવતા IAS સંતોષ વર્માએ બ્રાહ્મણોનો લઈને એક નિવેદન આપ્યું હતું. “અનામત ત્યાં સુધી મળવી જોઈએ, જ્યાં સુધી કોઈ મારા દીકરાને કોઈ બ્રાહ્મણ તેમની દીકરી ન આપી દે અથવા સંબંધ ન બનાવે.” આ મામલે હોબાળો થયો હતો. એ પછી ભાજપ-કૉંગ્રેસના તમામ બ્રાહ્મણ નેતાઓ એક થઈ ગયા હતા અને તેમણે IAS સંતોષ વર્માએ મોરચો માંડ્યો હતો અને તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. એ પછી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે IAS સંતોષ વર્માને ખેડૂત કલ્યાણ અને કૃષિ વિભાગના નાયબ નિયામક પદ પરથી દૂર કર્યા છે. તેમને કોઈપણ કાર્ય વિના સામાન્ય વહીવટ વિભાગ (GDA) માં મૂકી દેવાયા છે. એટલું જ નહીં, એમપી સરકારે કેન્દ્ર સરકારને વર્માને IAS પદ પરથી દૂર કરવાની ભલામણ પણ કરી છે.

ANIના અહેવાલ મુજબ, સરકારે સંતોષ વર્માને આપેલી નોટિસમાં જણાવ્યું હતું કે તેમની ટિપ્પણીઓ પ્રથમ દ્રષ્ટિએ સામાજિક સદભાવને ઠેસ પહોંચાડવાની અને આંતરિક દુશ્મનાવટ પેદા કરવાનો પ્રયાસ લાગે છે. આ એક IAS અધિકારી પાસેથી અપેક્ષિત વર્તન સાથે સુસંગિત નથી. આ કૃત્ય અનુશાસનહીનતા, ઉદ્ધતાઈ અને ગંભીર ગેરવર્તણૂક દર્શાવે છે.
મામલો શું હતો?
IAS સંતોષ વર્માએ 23 નવેમ્બરના રોજ, અનામતના સમર્થનમાં બોલતા કહ્યું હતું કે, “જ્યાં સુધી કોઈ બ્રાહ્મણ વ્યક્તિ પોતાની પુત્રી તેમના પુત્રને ન આપે ત્યાં સુધી અનામત મળવી જોઈએ. બીજી શરત એ છે કે કાં તો તેમની પુત્રીનું દાન કરે અથવા તેની સાથે સંબંધ બનાવે.”
આ પણ વાંચો: ‘સિંહ કૂતરાનો શિકાર નથી કરતા…’ પૂર્વ CMએ દલિત IAS વિશે આવું કહ્યું
IAS સંતોષ વર્માના કહેવાનો સંદર્ભ શું હતો?
આ નિવેદન જે કાર્યક્રમમાં આપવામાં આવ્યું હતું, તેમાં હાજર એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે khabarantar.in ને જણાવ્યું હતું કે, “IAS સંતોષ વર્માએ આ નિવેદન બ્રાહ્મણો દ્વારા મનુસ્મૃતિની તર્જ પર ચલાવવામાં આવતા જાતિવાદના સંદર્ભમાં આપ્યું હતું. તેમના કહેવાનો અર્થ આજે પણ દેશમાં કથિત સવર્ણ જાતિના લોકો દલિતો ગમે તેટલા ઉચ્ચ હોદ્દા પર પહોંચી જાય તો પણ તેમની સાથે અસ્પૃશ્યતા દાખવે છે તે સમજાવવાનો હતો.
Meet 2012 Batch MP Cadre IAS Santosh Verma and hear his speech which he gave after being elected as the Provincial President of the Association of the Employees Belonging to the SC and ST category in Madhya Pradesh (AJAKS). Here is his glorious past:
♦️He was a PCS officer and… pic.twitter.com/m8sMBI9GLn— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) November 25, 2025
અનામતનો લાભ મેળવતા દલિતો, આદિવાસીઓના દીકરાઓ ગમે તેટલા લાયક હોય, ઉચ્ચ પગારધોરણ ધરાવતા હોય, તેમ છતાં સવર્ણ હિંદુઓ(અહીં બ્રાહ્મણો)તેમની સાથે લગ્ન સંબંધ સ્થાપિત કરતા નથી. બંધારણના ચોપડે ભલે જાતિ આધારિત ઉચ્ચ-નીચના ભેદભાવનો અંત આવી ગયો હોય, પરંતુ બ્રાહ્મણો આઝાદીના 78 વર્ષ પછી પણ મનુસ્મૃતિની તર્જ પર જાતિવાદને જીવતો રાખી રહ્યા છે.”
આ વિવાદે નેતાઓ અને બ્રાહ્મણ સંગઠનોને પક્ષની હરોળથી અલગ કર્યા. ભાજપ અને કોંગ્રેસના એક ડઝનથી વધુ ધારાસભ્યો, મંત્રીઓ અને બ્રાહ્મણ સમુદાયના સાંસદોએ ખુલ્લેઆમ વર્માને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી. બંને પક્ષોના પ્રતિનિધિમંડળો અલગથી મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવને મળ્યા અને ઝડપી અને કડક કાર્યવાહીની માંગ કરી.
આ પણ વાંચો: મનરેગા મજૂર માબાપની દીકરી રાજ્યની પહેલી આદિવાસી IAS બની
મામલો દિલ્હી સુધી પણ પહોંચ્યો હતો
રીવાના સાંસદ જનાર્દન મિશ્રાએ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહને પત્ર લખીને વર્માની IAS માટે પસંદગી પર સવાલ ઉઠાવ્યા હતા અને તેમની સામે વિભાગીય કાર્યવાહીની માંગ કરી હતી. ભોપાલના સાંસદ આલોક શર્મા અને મધ્યપ્રદેશના અન્ય સાંસદોએ પણ કેન્દ્રીય મંત્રીને મળ્યા હતા. આ ઘટનાને ધ્યાનમાં રાખીને, સરકારે હવે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. ઉચ્ચ જાતિના સંગઠનોએ 14 ડિસેમ્બરે મુખ્યમંત્રી નિવાસસ્થાનનો ઘેરાવ કરવાની જાહેરાત કરી હતી.
IAS સંતોષ વર્માએ માફી માંગી
આ દરમિયાન IAS સંતોષનું એક નિવેદન સામે આવ્યું છે. સ્થાનિક મીડિયા આઉટલેટ સાથે વાત કરતા, તેમણે કહ્યું કે, તેમણે આવું કંઈ કહ્યું નથી. તેમણે જાણી જોઈને કે અજાણતાં કરેલા કોઈપણ નિવેદનથી કોઈ ચોક્કસ સમાજને ઠેસ પહોંચી હોય કે દુઃખ થયું હોય તો તેમને ખેદ છે.
આ પણ વાંચો: ‘જ્યાં સુધી બ્રાહ્મણ દીકરી ન આપે, ત્યાં સુધી અનામત ચાલુ રહેશે’










