વડોદરામાં સચવાયેલા તથાગત બુદ્ધના અવશેષો શ્રીલંકા મોકલાશે

વડોદરાની MSU યુનિવર્સિટીમાં સચવાયેલા તથાગત બુદ્ધના અવશેષો શ્રીલંકાના કોલંબોમાં યોજાનાર બુદ્ધિસ્ટ સંમેલનમાં લઈ જવાશે.
Buddhas relics

વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિ.માં સચવાયેલા તથાગત ગૌતમ બુદ્ધના અસ્થિના અવશેષોને શ્રીલંકાના કોલંબોમાં યોજાનાર બુદ્ધિસ્ટ સંમેલનમાં મોકલવામાં આવનાર છે. બુદ્ધના અસ્થિના અવશેષો વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજિ પાસે આજે પણ સચવાયેલા છે. જે તા. 3 ફેબ્રુઆરી 2026ના રોજ શ્રીલંકાના કોલંબો શહેરમાં આયોજિત બુદ્ધિસ્ટ સંમલેનમાં ભાગ લેનારા ભાવિકોના દર્શનાર્થે મોકલવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એમ. એસ. યુનિવર્સિટીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ અવશેષોને કોલંબો મોકલશે. ભગવાન બુદ્ધના અવશેષોને મુખ્યમંત્રી દર્શન કરી પુષ્પાંજલિ અર્પણ કરશે. બાદમાં ગાર્ડ ઓફ ઓનર આપી શોભાયાત્રા કાઢવામાં આવશે. ત્યારબાદ આ અવશેષોને પ્લેન મારફત વાયા દિલ્હી થઇ કોલંબો મોકલવામાં આવશે.

અવશેષો ક્યાંથી મળી આવ્યા હતા?

ઉલ્લેખનીય છે કે, તથાગત બુદ્ધના અસ્થિના અવશેષો એમ. એસ. યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજિમાં સચવાયેલા છે. વર્ષ 1960થી 1963 દરમિયાન આ અવશેષો શામળાજીથી 50 કિમી દૂર અને ગુજરાતના જગપ્રસિદ્ધ બૌદ્ધ સ્થળ દેવની મોરી સ્તૂપના ઉત્ખનન દરમિયાન મળી આવ્યા હતા. આ સ્તૂપના પાયાથી 24 ફૂટની ઊંચાઈએથી ગ્રીન શિસ્ટમાંથી બનેલી એક કલાત્મક અવશેષ મંજૂષા મળી આવી હતી. જેના પર બ્રાહ્મી લિપિ અને સંસ્કૃત ભાષામાં દશબલ શારીર નિલય અંકિત કરવામાં આવ્યું છે, જેનો અર્થ ‘ભગવાન બુદ્ધના શારીરિક અવશેષોનું નિવાસસ્થાન’ એવો થાય છે. આ મંજૂષા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે, જેમાં મુખ્ય ભાગ પાયો 6.8 ઈંચ અને ઊંચાઈ 2.9 છે. સાથે ઢાંકણ 6.7 ઈંચ વ્યાસ અને 1.05 ઈંચની જાડાઈ છે. સાથે નોબ ગોળાકાર ટોચ ધરાવતો 1.1 ઈંચ વ્યાસનો ભાગ આવેલો છે.

Buddhas relics

આ પણ વાંચો: બે બૌદ્ધ દેશો એક શિવ મંદિર માટે કેમ લોહી વહેવડાવી રહ્યાં છે?

બુદ્ધના અસ્થિના અવશેષોમાં શું છે?

આ મુખ્ય મંજૂષાની અંદરથી તાંબાની એક પેટી મળી આવી હતી, જેમાં રેશમી કાપડ, મણકા અને પવિત્ર ભસ્મ સાથેના કાર્બનિક પદાર્થો સચવાયેલા હતા. આ તાંબાની પેટીની અંદર ચાંદી અને તાંબાના મિશ્રણથી બનેલી અને તેના પર સોનાનું પડ ધરાવતી એક નાની શીશી મળી આવી હતી. આ બોટલ નળાકાર આકારની અને સ્ક્રૂવાળા ઢાંકણવાળી છે, જેની સુરક્ષા માટે કાળી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:  આ છે વિશ્વના સૌથી ધનિક બૌદ્ધ બિઝનેસમેન

2010માં દલાઈ લામાની ઉપસ્થિતિમાં ઈમિગ્રન્ટ કરાયું હતું

હાલમાં આ પવિત્ર અવશેષોને વધુ ખરાબ થતા અટકાવવા માટે હવાચુસ્ત કાચના ડેસીકેટરમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. આ અવશેષો પર સોનાનું પડ ચઢાવેલી શીશી અને રેશમી કાપડ અને કપાસના નરમ પાયા પર રાખવામાં આવ્યા છે, જેથી તેના સંરક્ષણમાં કોઈ ખામી ન રહી જાય. વર્ષ 2010માં ઇન્ટરનેશનલ બુદ્ધ કોન્ફરન્સમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને દલાઈલમાજીની ઉપસ્થિતિમાં ઇમિગ્રન્ટ કરવામાં આવ્યું હતું, ત્યારથી તેનો ખૂબ પ્રચાર થયો રહ્યો છે. લોકો દૂર-દૂરથી તેને જોવા માટે વડોદરા આવે છે.

આ પણ વાંચો: અમદાવાદના રાણીપમાં 43 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x