રામ મંદિરના 3500 કરોડના દાનમાં 2020માં જ ગેરરીતિના પુરાવા મળ્યા હતા

રામ મંદિરના દાનમાંથી થયેલી કરોડોની ચોરીના કેસમાં મોટો ખુલાસો થયો છે. મંદિરને દાનમાં વર્ષ 2020માં જ ગેરરીતિના પુરાવા મળ્યા હતા પરંતુ ટ્રસ્ટે ધ્યાન આપ્યું નહોતું.
Ram temple donation irregularities

અયોધ્યાના શ્રી રામ મંદિરને મળેલા દાનમાંથી કરોડો રૂપિયા ચાંઉ કરી જવાના મામલામાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મોટી બેદરકારી સામે આવી છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 2020માં જ રામ મંદિરને મળેલા દાનમાં ગેરરીતિ થઈ રહી હોવાના સંકેતો મળી ગયા હતા. ટ્રસ્ટની રચના થયાના ગણતરીના મહિનાઓ બાદ જ એક પ્રાઇવેટ ઓડિટ ફર્મે પોતાના અહેવાલમાં ટ્રસ્ટની ખામીઓ ઉજાગર કરી હતી અને ફંડ મેનેજમેન્ટમાં બિન-વ્યવસાયિક (ગેર-જવાબદાર) વલણની વાત કહી હતી. અહેવાલમાં જણાવાયું હતું કે દાનનો યોગ્ય રેકોર્ડ રાખવામાં આવી રહ્યો નથી. ફર્મે આ ખામીઓને સુધારવા માટે કેટલાક ઉપાયો પણ સૂચવ્યા હતા.

દાવો છે કે આમ છતાં ટ્રસ્ટે રામ મંદિરની સિસ્ટમમાં કોઈ સુધારો કર્યો નહોતો. હવે, રામ મંદિરને મળેલા ડોનેશનમાં મોટા પાયે ચોરીના આક્ષેપો થયા છે. કથિત ચંદા ચોરીના આ મામલામાં ટ્રસ્ટ અને ડોનેશનની ગણતરી સાથે જોડાયેલા લોકો તપાસના દાયરામાં આવી ગયા છે. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના પત્રકાર શ્યામલાલ યાદવના એક્સક્લુઝિવ અહેવાલ મુજબ, એક પ્રાઇવેટ ઓડિટ ફર્મે ટ્રસ્ટને નવેમ્બર 2020માં રામ મંદિરનું મેનેજમેન્ટ ચલાવવા અંગેનો એક અહેવાલ સોંપ્યો હતો. ઓડિટ ફર્મે જવાબદારી અને ઉત્તરદાયિત્વ નક્કી કરવા માટે “લેવડદેવડ, ડેટા મેનેજમેન્ટ, સ્ટાફ અને અન્ય સંસાધનોના દરેક સ્તર પર એક ભરોસાપાત્ર SOP (સિસ્ટેમેટિક ઓપરેટિંગ પ્રોસેસ) બનાવવાની જરૂરિયાત” સૂચવી હતી.

આ પણ વાંચો: દલિતોના દસ્તાવેજો પર સવર્ણોએ સબસીડીમાં ભેંસો ખરીદી લીધી

અત્યાર સુધીમાં 3500 કરોડનું દાન મળ્યું, પણ હિસાબ નહીં

સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બર, 2019ના રોજ પોતાના આદેશમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો માર્ગ સાફ કર્યો હતો. મંદિરના નિર્માણ અને વ્યવસ્થાપનની દેખરેખ માટે 5 ફેબ્રુઆરી, 2020ના રોજ ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં અંદાજે 3500 કરોડ રૂપિયાના રોકડ દાન ઉપરાંત દાનમાં સોના-ચાંદીના દાગીના પણ મળ્યા છે. રામ મંદિરને મળેલા કેટલાક દાન અને દાગીનાનો રેકોર્ડ ન હોવાને લઈને જ હવે આક્ષેપો થઈ રહ્યા છે.

ઓડિટ રિપોર્ટમાં SOPનું સૂચન

એક્સપ્રેસના અહેવાલ અનુસાર, પ્રાઇવેટ ફર્મનો 2020નો અહેવાલ જમા થયાના 6 વર્ષ બાદ પણ તેના દ્વારા સૂચવવામાં આવેલા ઉપાયો પર કોઈ કામ થયું નથી. રામ મંદિરના બહેતર મેનેજમેન્ટ માટે ઓડિટ રિપોર્ટમાં દર્શાવવામાં આવેલી ‘સિસ્ટેમેટિક ઓપરેટિંગ પ્રોસેસ’ (SOP) બનાવવાનો કોઈ અમલ થયો નથી. પરિણામે, રામ મંદિર સમિતિ હવે દાનની ચોરીના આરોપોનો સામનો કરી રહી છે.

આ પણ વાંચો: રામ મંદિરમાંથી 1,250 સોના, ચાંદી, હીરા જડિત ઈંટો ગુમ થઈ ગઈ!

ઓડિટ ફર્મે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે, “મંદિરના કામકાજના સ્તરે મેનેજમેન્ટનું માળખું નક્કી નથી અને આ પદ્ધતિ ખૂબ જ બિન-વ્યવસાયિક છે. ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ માટે (ડોનેશનનો) કોઈ સિસ્ટેમેટિક રેકોર્ડ ઉપલબ્ધ નથી. લેવડદેવડ અને ડેટા એન્ટ્રીના કોઈપણ સ્ટેજ પર કોઈ બીજી કે ત્રીજી વખત ચેકિંગ (ક્રોસ વેરિફિકેશન) થતું નથી. એક સુવ્યવસ્થિત સંસ્થાકીય માળખામાં જવાબદારી નક્કી કરવી અત્યંત જરૂરી છે. ડેટાની સચોટતા અને બહેતર મેનેજમેન્ટ માટે લેવડદેવડ સાથે જોડાયેલા વર્કફ્લો વચ્ચે તાલમેલ હોવો ખૂબ જ જરૂરી છે.”

2020માં જ ઓડિટ ફર્મે ડોનેશનમાં મળેલા દાગીનાના ખરાબ હિસાબ-કિતાબ અંગે ચિંતા વ્યક્ત કરી દીધી હતી. ફર્મે કહ્યું હતું કે આવી લેવડદેવડ માટે એક બિલકુલ સચોટ સ્ટોક રજીસ્ટર બનાવવું જોઈએ. ફર્મે સવાલ ઉઠાવ્યો હતો કે તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે હજારો કર્મચારીઓને કામ પર રાખ્યા છે, પરંતુ એક યોગ્ય હ્યુમન રિસોર્સ (HR) ડિપાર્ટમેન્ટ નથી.

ઓડિટ ફર્મે “સમયંતરે બેંક રિકોન્સિલિએશન (મેળવણું), એકાઉન્ટિંગ ડેટા એન્ટ્રી અને MIS (મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ) માટે સક્ષમ સ્ટાફની જરૂરિયાત”નો પણ ઉલ્લેખ કર્યો હતો.

આ પણ વાંચો: રામ મંદિરનું દાન ગણનાર બ્રાહ્મણના ઘરેથી છાણામાં છુપાવેલા રૂ. 10 લાખ મળ્યાં 

ડેટા મેનેજમેન્ટ વિશે અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ટ્રસ્ટ સાથે જોડાયેલી IT મેનેજમેન્ટ કંપની પાસે સેન્સિટિવ ડેટા મેનેજમેન્ટ સર્વિસ, સર્વર, ડેટા સિક્યોરિટી અને ડેટા ચોરીના જોખમને કન્ફર્મ કરતો કોઈ રેકોર્ડ મળ્યો નથી. IT સર્વિસ પ્રોવાઇડરની ડેટા એન્ટ્રી અને ડેટાબેઝને વેરિફાય, મોનિટર અને તપાસવા માટે કોઈ ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ નથી. માહિતી અને અહેવાલોની સિક્યોરિટી અને વિશ્વસનીયતા જાળવી રાખવા માટે ટ્રસ્ટ પાસે પોતાની કોઈ આંતરિક પ્રણાલી પણ નથી.

શ્યામલાલ યાદવના અહેવાલ મુજબ, રામ મંદિર ટ્રસ્ટના સૂત્રોએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે નવેમ્બર 2020માં ટ્રસ્ટના એક ટોચના અધિકારીએ તે પ્રાઇવેટ ઓડિટ ફર્મને ટ્રસ્ટના આંતરિક ઓડિટ અને રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ પર સલાહ આપવા માટે કહ્યું હતું.

ઓડિટ ફર્મે ગેરરીતિ માટે ચેતવણી આપી હતી

ત્યારબાદ ઓડિટ ફર્મે પોતાનું કામ શરૂ કર્યું હતું. મંદિરની સિસ્ટમ અને ડેટા મેનેજમેન્ટની તપાસ કરી ઘણી ગેરરીતિઓ શોધી કાઢી હતી. એવી ખામીઓ વિશે અગાઉથી ચેતવણી આપી હતી, જે તે સમયની ઢીલી પદ્ધતિ ચાલુ રાખવાથી ભવિષ્યમાં સામે આવી શકતી હતી. આ તમામ બાબતોને સુધારવા માટે ફર્મે ટ્રસ્ટને રસ્તાઓ પણ બતાવ્યા હતા.

સમાચાર મુજબ, ફર્મે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે તમામ સ્તરે ઓર્ગેનાઇઝ્ડ કલ્ચર અને પ્રોસેસ બનાવવામાં આવે, જેનું તમામ એક્ઝિક્યુટિવ્સે પાલન કરવાનું રહેશે. ફર્મે સાથે જ ચેતવણી આપી હતી કે બિન-વ્યવસાયિક સ્ટાફ અને નબળા ડેટા મેનેજમેન્ટને કારણે સિસ્ટમમાં સામેલ લોકો વચ્ચે ખોટી માહિતી ફેલાઈ શકે છે. આનાથી સાથી સ્ટાફ અને મેનેજમેન્ટ ગુમરાહ થવાનું જોખમ વધી શકે છે.

આ પણ વાંચો: RSS સંગઠન નથી તો શું છે, તે રજિસ્ટ્રેશનથી કેમ ડરે છે?

ટ્રસ્ટ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે જો પ્રાઇવેટ ઓડિટ ફર્મ દ્વારા સૂચવવામાં આવેલી વાતો પર ધ્યાન આપવામાં આવ્યું હોત અને તેનો અમલ કરાયો હોત, તો અત્યારે થઈ રહેલી બદનામીથી બચી શકાયું હોત. જો એવું થયું હોત, તો હાલમાં રોકડ દાન અને દાગીનાનો રેકોર્ડ ન હોવાના આરોપો લાગ્યા ન હોત.

અખિલેશે દાનની ચોરીનો આરોપ લગાવ્યો હતો

7 જૂનના રોજ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટી (SP)ના અધ્યક્ષ અખિલેશ યાદવે રામ મંદિરના ડોનેશનમાં કથિત હેરાફેરીનો ખુલાસો કર્યો હતો. મામલો ગરમાતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી દીધી હતી. મંગળવાર, 23 જૂનના રોજ SITએ પોતાનો પ્રારંભિક તપાસ અહેવાલ ઉત્તર પ્રદેશ સરકારને સોંપી દીધો છે. જો કે, હજુ સુધી આ મામલે ઓફિશિયલ ફરિયાદ ન નોંધાતા આખો મામલો શંકાના ઘેરમાં આવી ગયો છે.

આ પણ વાંચો:  અયોધ્યાની જેમ મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિના કરોડોના ઘરેણાં ચોરાયા!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x