NEET: SC-ST-OBC વિદ્યાર્થીઓને ડોક્ટર બનતા રોકવાનું કાવતરું!

NEET પેપર લીક સામે હાલમાં થયેલા આંદોલને દેશભરમાં ખળભળાટ મચાવ્યો છે. સવાલ એ છે કે શું આ સિસ્ટમ ગરીબ અને વંચિતોના ડોક્ટર બનવાના સપના રોળી રહી છે?
NEET Conspiracy to stop SC-ST-OBC students

નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ ની સ્નાતક પરીક્ષા (NEET-UG) માં ભ્રષ્ટાચાર અને પેપર લીકનો મુદ્દો અત્યારે દેશમાં સૌથી મોટો ચર્ચાનો વિષય બન્યો છે. વર્ષ 2026માં પેપર લીક થયું હતું. અગાઉ 2024માં પણ લીક થયું હતું. બિહાર પોલીસની ઈકોનોમિક ઓફેન્સ યુનિટ (EOU) દ્વારા ધરપકડ કરાયેલા 4 વિદ્યાર્થીઓએ પરીક્ષાના એક દિવસ પહેલાં જ પ્રશ્નપત્ર અને ઉત્તરો મળી ગયા હોવાની કબૂલાત કરી છે. આ મામલે 14 લોકોની અટકાયત કરવામાં આવી હતી. પણ કોઈને આકરી સજા થઈ નહોતી.

બીજી તરફ, પરીક્ષાનું આયોજન કરતી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ 1,563 ઉમેદવારોને મનસ્વી રીતે ગ્રેસ માર્ક્સ આપ્યા હતા. આ માર્ક્સ કયા તાર્કિક કે નિયમસંગત આધારે આપવામાં આવ્યા તેનો કોઈ સ્પષ્ટ જવાબ NTA આપી શકી નહોતી. સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ગ્રેસ માર્ક્સ રદ કરવામાં આવ્યા અને તે વિદ્યાર્થીઓને પુનઃપરીક્ષા આપવાનો વિકલ્પ અપાયો હતો.

આ પણ વાંચો: જીતનરામ માંઝીએ SC-ST માટે અલગ મતદાર મંડળની માંગ કરી

જ્યારે પરીક્ષામાં પેપર લીક અને અન્ય સ્તરે ભ્રષ્ટાચાર થાય છે, ત્યારે પાવરફુલ, પહોંચ વાળા અને પૈસાદાર વર્ગના લોકો જ તેનો લાભ ઉઠાવે છે. પરંતુ જો NEET ની પરીક્ષા સંપૂર્ણ ઈમાનદારીથી થાય તો પણ સવાલ એ છે કે સફળ થવાની શક્યતા કોની સૌથી વધુ છે?

NEET એટલે કે રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા દેશની કોઈપણ તબીબી સંસ્થામાં પ્રવેશ માટેનો એકમાત્ર આધાર છે. તેની શરૂઆત કૉંગ્રેસ સરકારમાં તત્કાલીન માનવ સંસાધન વિકાસ મંત્રી કપિલ સિબ્બલે કરી હતી, પણ તે પૂર્ણપણે 2020 માં લાગુ થઈ. September 2019 માં નેશનલ મેડિકલ કમિશન એક્ટ લાગુ થયા બાદ NEET-UG એ દેશની તમામ મેડિકલ કોલેજો (AIIMS અને JIPMER સહિત) માં પ્રવેશ માટેની એકમાત્ર પરીક્ષા બની ગઈ.

અગાઉ દરેક રાજ્ય પોતાના બોર્ડના 12 મા ધોરણના અભ્યાસક્રમ આધારે પ્રવેશ પરીક્ષા યોજતા હતા. ભારતના બંધારણમાં શિક્ષણ એ સમવર્તી સૂચિનો વિષય છે. 1976 માં 42 મા બંધારણીય સુધારા દ્વારા શિક્ષણને રાજ્ય સૂચિમાંથી હટાવી સમવર્તી સૂચિમાં મુકાયું હતું. દરેક રાજ્યની પોતાની ભૌગોલિક અને સામાજિક વિશિષ્ટતાઓ હોવાથી તેમને પોતાના અભ્યાસક્રમ મુજબ પરીક્ષા લેવાનો અધિકાર હોવો જોઈએ, જે સંઘીય માળખાની અનિવાર્ય શરત છે. પરંતુ 2012 માં કેન્દ્ર સરકારે આ અધિકાર આંચકી લીધો.

આ પણ વાંચો: જામ ખંભાળિયા પાલિકામાં ડૉ.આંબેડકરના હટાવેલા ફોટા ભીમ આર્મીએ ફરી લગાવ્યા

NEET નો સંપૂર્ણ અભ્યાસક્રમ CBSE/NCERT પર આધારિત હોવાથી રાજ્ય બોર્ડના વિદ્યાર્થીઓ માટે સફળ થવું મુશ્કેલ બન્યું છે. વર્ષ 2024માં સફળ થયેલા ઉમેદવારોમાંથી 73% વિદ્યાર્થીઓ CBSE/NCERT બોર્ડના હતા, જ્યારે રાજ્ય બોર્ડના માત્ર 27% વિદ્યાર્થીઓ જ સફળ થઈ શક્યા હતા.

રાજ્ય બોર્ડમાં અભ્યાસ કરતા ગરીબ, દલિત, આદિવાસી અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે લાખ્ખો રૂપિયાની ફી ધરાવતી મોંઘી કોચિંગ સંસ્થાઓમાં જવું અશક્ય છે. આવી કોચિંગ સંસ્થાઓ મોટે ભાગે A-ગ્રેડ શહેરોમાં આવેલી છે, જ્યાં રહેવા-જમવાનો ખર્ચ સામાન્ય પરિવારની પહોંચ બહાર હોય છે.

તમિલનાડુ સરકારે NEET નો શરૂઆતથી જ વિરોધ કર્યો છે અને રાજ્ય વિધાનસભામાં આ અંગેનો પ્રસ્તાવ પણ પસાર કર્યો છે.

તમિલનાડુના સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા મુજબ NEET એ ગરીબ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓ માટે ડોક્ટર બનવું એક અશક્ય સ્વપ્ન બનાવી દીધું છે. NEET ના કારણે મેડિકલ શિક્ષણ માત્ર ઉચ્ચ મધ્યમ વર્ગ અને ધનિકો પૂરતું સીમિત થઈ ગયું છે. વધુમાં, ધનિક વર્ગના ડોક્ટરો ગ્રામીણ વિસ્તારોમાં સેવા આપવાને બદલે વિદેશ જવાનું પસંદ કરે છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોના 90% મેડિકલ વિદ્યાર્થીઓ પોતાના ગામડાઓમાં સેવા આપવા તૈયાર હોય છે.

આ પણ વાંચો: “દલિત થઈને ઘોડી પર બેસી મંદિરે આશીર્વાદ લેવા છે?”

ભારતમાં ગરીબ અને નિચલા મધ્યમ વર્ગની બહુમતી વસ્તી આદિવાસી, દલિત અને પછાત વર્ગની છે. NEET ના વર્તમાન માળખાને કારણે મેડિકલ શિક્ષણ ઉચ્ચ જાતિ અને શહેરી ધનિકો પૂરતું સીમિત થઈ ગયું છે. ગ્રામીણ ક્ષેત્રના ઉચ્ચ જાતિના લોકો કદાચ જમીન વેચીને પણ બાળકને કોચિંગ માટે મોકલી શકે, પરંતુ વંચિત સમાજ પાસે તો વેચવા માટે જમીન પણ હોતી નથી.

કોકરોચ જનતા પાર્ટીના આંદોલન અને દેશભરમાં વધી રહેલા આક્રોશ વચ્ચે આ મુદ્દો માત્ર પેપર લીક અટકાવવા પૂરતો સીમિત નથી, પરંતુ સમગ્ર NEET સિસ્ટમના પાયા પર સવાલ ઉઠાવે છે. NEET ભારતના સંઘીય માળખા પર પ્રહાર કરે છે અને ગરીબ, શોષિત તથા ગ્રામીણ બાળકોના ડોક્ટર બનવાના સ્વપ્નને રોળે છે.

આ પણ વાંચો: ધોળું એટલું દૂધ નહીં: કેવો છે ઉજળા દૂધનો કાળો કારોબાર?

તમિલનાડુ સરકારની માગણી મુજબ NEET ને સંપૂર્ણપણે રદ કરવી જોઈએ અને રાજ્યોને તેમના પોતાના અભ્યાસક્રમના આધારે મેડિકલ કોલેજોમાં પ્રવેશ પરીક્ષા યોજવાનો અધિકાર પાછો આપવો જોઈએ. આ પગલું જ દેશના બંધારણ, સંઘીય માળખા અને દેશના ગરીબ તથા હોંશિયાર બાળકોના ભવિષ્યના હિતમાં રહેશે.

સુપ્રીમ કોર્ટે August 2024 માં આપેલા ચુકાદામાં સમગ્ર NEET-UG 2024 ની પરીક્ષા રદ કરવાનો કે ફરીથી યોજવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે પ્રશ્નપત્ર વ્યાપકપણે અથવા વ્યવસ્થિત રીતે લીક થયું હોવાના કોઈ પુરાવા મળ્યા નહોતા. સાથે જ, સુપ્રીમ કોર્ટે NTA ની કામગીરી, ડેટા સિક્યોરિટી અને પરીક્ષા પ્રક્રિયામાં સુધારા સૂચવવા માટે ISRO ના ભૂતપૂર્વ વડા ડૉ. કે. રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરી હતી. જો કે એ પછી પણ કોઈ નક્કર પરિણામ આવ્યું નહોતું અને ફરી વર્ષ 2026માં પેપર લીક થયું હતું.

નીટની પરીક્ષા દલિત, આદિવાસી અને ઓબીસી સમાજના ગરીબ વિદ્યાર્થીઓને ડોક્ટર બનતા રોકી રહી હોવાનું સમજીને સાઉથના સુપરસ્ટાર ડિરેક્ટર પા. રંજિથ. વેટ્રીમારન સહિતનાઓએ નીટ પરીક્ષા રદ કરવા માટે આંદોલન છેડ્યું છે.

આ પણ વાંચો: કોક્રોચ જનતા પાર્ટીની સંસદ માર્ચ શરૂ, ચંદ્રશેખર આઝાદ પણ પહોંચ્યાં

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x