ડ્રાઈવિંગ લાયસન્સ ન પહોંચતા સવર્ણોએ દલિત પોસ્ટમેનને ફટકાર્યો

ડ્રાઇવિંગ લાઇસન્સ ન પહોંચતા ક્રોધે ભરાયેલા ઉચ્ચ જ્ઞાતિના યુવકોએ ઘરે ઘૂસીને દલિત પોસ્ટમેનને માર માર્યો.
Dalit postmans beaten up

ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લાના બિંવાર પોલીસ સ્ટેશન હેઠળ આવેલા નિવાદા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માત્ર ડ્રાઇવિંગ લાઇસન્સ (DL) તેમના સુધી ન પહોંચવાના કારણે ગુસ્સે થયેલા બે સવર્ણ યુવકોએ પોસ્ટમેનના ઘરમાં ઘૂસીને તેમની સાથે મારપીટ કરી, જાતિસૂચક ગાળો ભાંડી હતી. એટલું જ નહીં બચાવવા આવેલા તેના પુત્રને પણ જાનથી મારવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ વિસ્તારના દલિત સમાજમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે.

ઘરમાં ઘૂસીને હુમલો અને જાતિસૂચક ગાળાગાળી

પીડિત પોસ્ટમેન બોદા પ્રસાદ શ્રીવાસે પોલીસમાં આપેલી લેખિત ફરિયાદ મુજબ, તેઓ રોજની જેમ પોતાની સરકારી ફરજ પર જવા માટે ઘરે તૈયાર થઈ રહ્યા હતા. તે જ સમયે ગામના જ રહેવાસી આશિષ ગુપ્તા અને મોહિત ગુપ્તા નામના બે યુવકો તેમના ઘરે ધસી આવ્યા હતા. તેમણે પોષ્ટમેન પાસે પોતાના પાનકાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સની માંગણી કરી હતી. બોદા પ્રસાદે તેમને સ્પષ્ટતા કરી કે તેમનું પાનકાર્ડ આવી ગયું હતું જે તેમને સોંપી દેવાયું છે, પરંતુ ડ્રાઇવિંગ લાઇસન્સ હજુ સુધી પોસ્ટ ઓફિસમાં આવ્યું જ નથી.

આ પણ વાંચો: પથારી ન હોઈ નીચે સૂતેલી 6 આદિવાસી વિદ્યાર્થીનીઓને સાપ કરડ્યો, ત્રણના મોત

તથ્ય જાણવા છતાં બંને આરોપીઓ કંઈ પણ સાંભળવા કે માનવા તૈયાર નહોતા. તેમણે પોસ્ટમેન પર કુરિયર ગાયબ કરવાનો ખોટો આક્ષેપ મૂક્યો હતો. ત્યારબાદ તેમણે પીડિતને જાતિસૂચક અપશબ્દો કહીને ઘરમાં જ ઘેરી લીધા હતા અને બેફામ મારપીટ શરૂ કરી દીધી હતી.

પુત્રને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ફરાર

મારપીટનો અવાજ સાંભળીને જ્યારે પોસ્ટમેનનો પુત્ર પિતાને બચાવવા માટે વચ્ચે પડ્યો, ત્યારે આરોપીઓએ તેના પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, તેમણે બંને પિતા-પુત્રને ગંભીર પરિણામો ભોગવવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલો કર્યા બાદ બંને આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો: CIC પાસે પુરતો સ્ટાફ છતાં 40,000 RTI કેસ પેન્ડિંગ

પોલીસે SC/ST એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી

આ ઘટના અંગે બિંવાર થાણા પ્રભારી મોહમ્મદ સુલ્તાને જણાવ્યું હતું કે, પીડિત બોદા પ્રસાદ શ્રીવાસની ફરિયાદના આધારે તાત્કાલિક કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે બંને આરોપીઓ આશિષ ગુપ્તા અને મોહિત ગુપ્તા સામે એટ્રોસિટી એક્ટ (SC/ST Act) તથા ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને તેમની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે. સરકારી કર્મચારી પર તેમની જાતિના આધારે થયેલા આ હુમલાને પગલે સ્થાનિક તંત્ર પર પણ આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવાનું દબાણ વધ્યું છે.

આ પણ વાંચો: મુંદ્રામાં દલિત વૃદ્ધને દરબાર શખ્સે ગાળો ભાંડી થપ્પડ મારી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x