GPSC ના ‘ગોકળગાય મોડલ’ થી હજારો યુવાનોનું ભાવિ અદ્ધરતાલ

GPSC એક સમયે દેશભરમાં ડંકો વગાડનારી સંસ્થા હતી. પણ આજે તે ઢીલી કામગીરીને લીધે 15,000 યુવાનોનું ભવિષ્ય અધ્ધરતાલ છે.
GPSC Chairman Hasmukh Patels injustice to OBC

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) જે એક સમયે સમગ્ર દેશ માટે તટસ્થતા, પારદર્શિતા અને ઝડપી ભરતી પ્રક્રિયા માટે જાણીતું હતું. તે આજે રેકોર્ડબ્રેક નિષ્ક્રિયતા અને અણઘડ વહીવટના કારણે ‘ગોકળગાય મોડલ’માં ફેરવાઈ ગયું છે. અન્ય રાજ્યોના આયોગો જે ગુજરાત આવીને સમયસર પરીક્ષાઓ પૂર્ણ કરવાની સિસ્ટમ શીખતા હતા, તે જ GPSC માં આજે યુવાનો માટે “તારીખ પે તારીખ” અને સતત પ્રતીક્ષાનો સિલસિલો ચાલી રહ્યો છે.

નિમણૂકો થઈ પણ વિવાદનો નવો ધડાકો

GPSC માં લાંબા સમયથી સભ્યોની જગ્યાઓ ખાલી હોવાના આક્રોશ વચ્ચે ગઈકાલે જ સરકારે 7 નવા સભ્યોની નિમણૂક તો કરી દીધી, પરંતુ આ નિમણૂકો થતાં જ એક નવો જ મોટો વિવાદ ઊભો થયો છે. નવા નીમાયેલા સભ્યોમાં ભાજપના સક્રિય કાર્યકર અને RSS સાથે સીધા જોડાયેલા શિશિર ત્રિવેદીની નિમણૂક કરાતાં જ યુવા અગ્રણીઓ અને વિપક્ષમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આયોગને તટસ્થ રાખવાના બદલે ભાજપે તેને પોતાનું ‘પાર્ટી સિલેક્શન કમિશન’ બનાવી દીધું હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. જે વ્યક્તિ ખુલ્લેઆમ રાજકીય પક્ષનો પ્રચાર કરતી હોય, તે કઈ રીતે લાખો યુવાનોના ભવિષ્યનો નિષ્પક્ષ નિર્ણય કરી શકે?

આ પણ વાંચો: દલિત યુવકની PHD સ્કોલરશીપ સરકારે અટકાવતા વિવાદ

બોર્ડની નિષ્ક્રિયતા અને ગણિતનો ખતરનાક હિસાબ

આ અગાઉ આયોગ માત્ર 1 ચેરમેન અને 1 સભ્યના ભરોસે ચાલતું હતું, જેના કારણે હજારો ઉમેદવારો રઝળી પડ્યા હતા. ગણિત એવું કહે છે કે જો 2 બોર્ડ બેસીને રોજ 30 ઉમેદવારોના ઇન્ટરવ્યુ લે, તો પણ અટકેલા 15,000 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પૂરા કરતાં 21 મહિના (લગભગ 600 દિવસ) નો સમય લાગે! હવે નવી નિમણૂકો બાદ પણ જો પક્ષપાત અને રાજકીય એજન્ડા જ ચલાવવાનો હોય, તો પારદર્શક ભરતી સામે મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થાય છે.

GARC રિપોર્ટના ધજાગરા: ‘સૌથી ધીમી ભરતી’નો રેકોર્ડ!

GARC (Gujarat Administrative Reform Commission) ના સ્પષ્ટ નિયમ મુજબ, બે તબક્કાની ભરતી પરીક્ષા 6 મહિનામાં અને ત્રણ તબક્કાની પરીક્ષા 10 થી 12 મહિનામાં પૂરી થવી જોઈએ. પરંતુ GPSC ની વાસ્તવિકતા એ છે કે જાહેરાત ક્રમાંક 47/2023-24 ને 751 દિવસ વીતી ગયા હોવા છતાં ભરતી પૂરી થઈ નથી. હવે 1000 દિવસ પૂરા થવામાં માત્ર 49 દિવસ બાકી છે. GARC નો રિપોર્ટ અત્યારે સરકારી ફાઇલોમાં ધૂળ ખાતો કાગળ બનીને રહી ગયો છે.

આ પણ વાંચો: GPSC માં હવે ભાજપના ઝંડા લગાવનારા ઈન્ટરવ્યૂ લેશે!

સ્વાસ્થ્ય તંત્ર ખોરવાયું: 7,680 ડોક્ટરોના ઇન્ટરવ્યૂ અટક્યાં

સૌથી ચિંતાજનક બાબત સ્વાસ્થ્ય ક્ષેત્રની છે. રાજ્યમાં સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની ભારે અછત છે અને બીજી તરફ 7,680 જેટલા લાયકાત ધરાવતા ડોક્ટરોના ઇન્ટરવ્યુ GPSC ની ઢીલી નીતિને કારણે અટકી પડ્યા છે. Advt 82 હેઠળ 5,347 ઉમેદવાર અને Advt 83 થી 101 હેઠળ 2,310 ઉમેદવાર ઇન્ટરવ્યૂની રાહ જોઈને ઘરડા થઈ રહ્યા છે.

15,294 ઉમેદવારોના ભવિષ્ય પર મોટો ખતરો

અટકેલી ભરતીઓના આંકડાઓ અત્યંત ડરામણા છે: Medical Recruitment: 7,680 ઉમેદવારો, Engineer Recruitment (Advt 36, 55, 56, 73, 81): 3,500+ ઉમેદવારો ઇન્ટરવ્યૂની રાહમાં, Other Special Recruitment (Principal ITI, Malaria Officer, Nursing Dy Sup, Research Officer, Horticulture Officer): 2,254 ઉમેદવારો, GPSC Class 1–2, GPCB & Veterinary: 3,200 ઉમેદવારો, PH Special Drive: 70+ જાહેરાતો હોવા છતાં કામગીરી ફક્ત કાગળ પર! આમ, કુલ મળીને અંદાજે 15,294 ઉમેદવારોના ભવિષ્ય સાથે મોટો ખેલ ખેલાઈ રહ્યો છે.

આ પણ વાંચો: જૂનાગઢની ડૉ.આંબેડકર હોસ્ટેલના ભોજનમાં જીવડાં નીકળ્યાં

યુવાનોનો આક્રોશ ચરમસીમા તરફ

એક તરફ GPSC ના ચેરમેન હસમુખ પટેલ સામે જાતિવાદ ચલાવવા મુદ્દે આંદોલન ચાલી રહ્યું છે અને બીજી તરફ ગઈકાલની વિવાદિત પક્ષીય નિમણૂકોથી યુવાનોનો રોષ બમણો થયો છે. જો શિશિર ત્રિવેદી જેવા વિવાદિત ચહેરાઓની નિમણૂક રદ કરીને આયોગમાં લાયક અને તટસ્થ લોકો દ્વારા ઝડપી ભરતી શરૂ કરવામાં નહીં આવે, તો 15,000 થી વધુ પીડિત ઉમેદવારોનો આક્રોશ ગાંધીનગરની ગાદી હલાવી દેશે.

આ પણ વાંચો: બનાસકાંઠાના રાણોલમાં દલિતોના દૂધ પર પ્રતિબંધ: 34 સામે એટ્રોસિટી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x