ડો. હર્ષ આપઘાત-એટ્રોસિટી કેસમાં 2 મહિલા ડોક્ટરની ધરપકડ

સુરતમાં ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં ભાવનગરની દીક્ષિતા અને રાજુલાની હિનાની ધરપકડ. ફરાર અન્ય ૨ આરોપીઓની શોધખોળ જારી છે.
surat civil doctor sucide case

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી સુરત નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી ન્યૂ પી.જી. હોસ્ટેલમાં બનેલી રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાની આત્મહત્યાના મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ખટોદરા પોલીસ મથકની ટીમે આ કેસમાં સંડોવાયેલી 2 મહિલા ડોક્ટરોની ધરપકડ કરી લીધી છે, જ્યારે કેસમાં નામજોગ અન્ય 2 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર હોવાથી તેમની શોધખોળ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

હોસ્ટેલના રૂમથી શરૂ થયેલું માનસિક શોષણ

ACP ઝેડ આર. દેસાઈના જણાવ્યા અનુસાર, સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસની હોસ્ટેલમાં 8 ઓગસ્ટની મધ્યરાત્રિએ ડો. હર્ષ પંડ્યાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાદ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ કેમ્પસમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.

આ પણ વાંચો: “હું દલિત છું એટલે મંચનું શુદ્ધિકરણ કરી અપમાન કર્યું”- ખડગે

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તુરંત જ ફેક્ટ-ફાઈન્ડિંગ કમિટી અને મેડિકલ રેગિંગ કમિટીની રચના કરવામાં આવી હતી.
આ કમિટીના પ્રાથમિક તપાસ રિપોર્ટમાં સ્પષ્ટપણે બહાર આવ્યું હતું કે ડો. હર્ષ પંડ્યા સાથે સતત અને ગંભીર પ્રકારે રેગિંગ કરવામાં આવતું હતું. કમિટીના આ અહેવાલના આધારે મૃતક ડોક્ટરના પિતાએ હિંમત દાખવીને 15 ઓગસ્ટના રોજ ખટોદરા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ તથા આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો.

2 મહિલા ડોક્ટરની અટકાયત

ફરિયાદ નોંધાયા બાદ ખટોદરા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને કેસમાં સામેલ કુલ 4 આરોપીઓ પૈકી ૨ મહિલા ડોક્ટર આરોપીઓની અટકાયત કરી છે. પકડાયેલી મહિલા તબીબોમાં દીક્ષિતા ઘેવરીયા (ઉંમર 25 વર્ષ) – મૂળ ભાવનગરની રહેવાસી છે, જ્યારે હિના ભૂત (ઉંમર 27 વર્ષ) – મૂળ રાજુલાની રહેવાસી છે.

રેગિંગ કમિટીના રિપોર્ટ મુજબ, આ બંને મહિલા તબીબોનો ભોગ બનનાર ડો. હર્ષને સતત માનસિક ત્રાસ આપવામાં અને આપઘાત સુધી દોરી જવામાં અત્યંત સક્રિય અને માનસિક રીતે તોડી પાડનારો રોલ હતો. પોલીસે બંને આરોપીઓની કાયદેસરની અટકાયત કરીને નિર્ધારિત સમયમર્યાદામાં અદાલત સમક્ષ રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.

આ પણ વાંચો: ભાવનગર સિવિલમાં ખોટું લોહી ચડાવતા દલિત પ્રસૂતાનું મોત

વોટ્સએપ ચેટ્સે પોલ ખોલી

પોલીસ તપાસ દરમિયાન આ કેસમાં 2 અત્યંત મહત્વપૂર્ણ અને મજબૂત કાનૂની પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. પહેલો પુરાવો મેડિકલ કોલેજની રેગિંગ કમિટીનો પ્રાથમિક તપાસ અહેવાલ છે. જ્યારે બીજો સૌથી મોટો અને નિર્ણાયક પુરાવો અન્ય રેસિડેન્ટ તબીબો દ્વારા પોલીસને સોંપવામાં આવેલી વોટ્સએપ ચેટ્સ અને કમ્યુનિકેશન રેકોર્ડ્સ છે.

આ ડિજિટલ ચેટ્સ અને મેસેજીસની બારીક તપાસ કરતા સામે આવ્યું કે ડો. હર્ષનું એડમિશન માર્ચ-એપ્રિલ મહિનામાં થયું હતું. એડમિશન લીધાના થોડા જ સમયમાં એટલે કે છેલ્લા 3 થી 4 મહિનાથી તેમને સતત હેરાન કરવામાં આવતા હતા. કામનું અસહ્ય ભારણ આપવું, જાતિવાદી કે અપમાનજનક ટિપ્પણીઓ કરવી અને સતત માનસિક દબાણમાં રાખવા જેવી ગંભીર વિગતો આ ચેટ્સ પરથી સપાટી પર આવી છે.

આ પણ વાંચો: સવાયા દલિત સાહિત્યકાર પ્રવીણ ગઢવીની યાદમાં શબ્દાંજલિ સભા યોજાઈ

અન્ય ૨ આરોપીઓ હજુ પણ ફરાર

આ બહુચર્ચિત કેસમાં હજુ પણ ૨ મુખ્ય પુરુષ અને મહિલા ડોક્ટર આરોપીઓ પોલીસ પકડથી ભાગતા ફરી રહ્યા છે. જેમાં અનુજ મહેશ્વરી અને નિરાલી વસાવે સામેલ છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ બંને આરોપીઓ અગાઉ સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાં આગોતરા જામીન મેળવવા તેમજ એફઆઈઆર રદ કરાવવાની કાયદાકીય પ્રક્રિયામાં રોકાયેલા હતા. પોલીસની ધરપકડથી બચવા માટે તેઓ સતત પોતાના સગા-સંબંધીઓ, પરિચિતો અને મિત્રોના ઘરે આશરો લઈને છૂપાતા ફરી રહ્યા છે. ખટોદરા પોલીસે આ બંને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને દરોડા પાડવાની કામગીરી શરૂ કરી છે.

આ પણ વાંચો: છોટાઉદેપુરની દીકરી રાઠવા આદિવાસી સમાજની પહેલી પાયલોટ બની

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x