‘મારો મહિષાસૂર ક્યાં છે?’ પૂછીને આદિવાસીઓએ દુઃખ વ્યક્ત કર્યું

હિંદુઓએ મહિષાસૂર વધ પર ઉત્સવ મનાવ્યો ત્યારે સંથાલ આદિવાસીઓએ દુઃખ વ્યક્ત કરી પૂછ્યું, "મારો મહિષાસૂર ક્યાં છે?" જાણો રોચક પરંપરા.
mahishasur durga puja

ઝારખંડના ગોડ્ડા જિલ્લામાં વિજયાદશમીના પર એક અનોખો અને ચર્ચાસ્પદ નજારો જોવા મળ્યો હતો. ગોડ્ડાના બલબડ્ડા મેળા અને વિવિધ દુર્ગા પૂજા પંડાલોમાં સંથાલ આદિવાસી સમાજના લોકો સૈનિકોની વેશભૂષામાં પહોંચ્યા હતા. આદિવાસીઓ દ્વારા મહિષાસુર વધ સામે પ્રતિકાત્મક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

સંતાલ સમાજની લાંબા સમયથી ચાલી આવતી આ પરંપરા મુજબ, તેઓ મહિષાસુરને પોતાના પૂર્વજ અને ઇષ્ટ માને છે. તેમનું માનવું છે કે તેમના પૂર્વજ રાજા મહિષાસુરનું નામ અસલમાં મહિષ સોરેન હતું, જેમને કપટ કરીને મારી નાખવામાં આવ્યા હતા. આ જ કારણ છે કે દશમીના પવિત્ર દિવસે જ્યાં ચારેય તરફ ઉત્સાહ અને ખુશીનો માહોલ હોય છે, ત્યારે આદિવાસી સમાજમાં આ દિવસે દુઃખ અને નારાજગી જોવા મળે છે.

સૈનિક વેશભૂષામાં પંડાલોમાં પ્રવેશ કરી સવાલ કર્યો

બલબડ્ડા દુર્ગા પૂજા મેળા દરમિયાન મોટી સંખ્યામાં આદિવાસી પુરુષો સૈનિકો જેવા પોશાકમાં સજ્જ થઈને સીધા પૂજા પંડાલોમાં પહોંચ્યા હતા. આ સાંસ્કૃતિક પ્રસ્તુતિ અને વિરોધમાં માત્ર પુરુષ સભ્યો જ સામેલ હતા, જે આદિવાસી પરંપરાઓમાં ખૂબ જ ઓછું જોવા મળે છે. પંડાલોમાં પહોંચીને આ તમામ લોકોની એક જ જીદ હતી અને તેઓ માં દુર્ગાની પ્રતિમાની સામે ઊભા રહીને પૂછતા હતા કે, “બોલો, મારો મહિષ ક્યાં છે?” આ અનોખી શૈલીમાં વિરોધ પ્રદર્શિત કરીને તેઓ એ વાત પર ભાર મૂકે છે કે આ દિવસ તેમના માટે ખુશીનો નહીં, પરંતુ શોક અને દુઃખનો ક્ષણ છે.

આ પણ વાંચો: ‘એટ્રોસિટી કેસમાં કેમ સાથ આપે છે’ કહી દલિત યુવકને ફટકાર્યો

150 વર્ષ જૂની પંડાલ પરંપરા અને પૂજારી દ્વારા સમજાવટ

ગોડ્ડાનું બલબડ્ડા પંડાલ લગભગ 150 વર્ષ જૂનું છે, જ્યાં આ પ્રાચીન પરંપરા દર વર્ષે નિભાવવામાં આવે છે. પંડાલના પ્રધાન પૂજારી મનકી બાબા અને અન્ય પૂજારીઓ આ આદિવાસી મંડળીને ખૂબ જ પ્રેમથી અને ધાર્મિક આસ્થા સાથે સમજાવે છે. પૂજારીઓ તેમને શાંત કરાવતા સ્પષ્ટ કરે છે કે મહિષાસુરનો વધ થયો નથી, પરંતુ તેમને મુક્તિ મળી છે. આ સમજાવટ બાદ પૂજારીઓ દ્વારા તેમને શીતળ જળ, તુલસી અને પ્રસાદ આપવામાં આવે છે, જેને સ્વીકારીને આદિવાસી સમાજના લોકો શાંત થાય છે અને સંતુષ્ટ થઈને પાછા ફરે છે.

આ પણ વાંચો: ‘જય જોહાર’ બોલતા આદિવાસી વિદ્યાર્થીઓને PI એ ગાળો ભાંડી

મેળા તંત્ર દ્વારા સન્માન અને સૌહાર્દપૂર્ણ માહોલ

આ સમગ્ર વિરોધ પ્રદર્શન પ્રતીકાત્મક અને સાંસ્કૃતિક પરંપરાનો ભાગ છે. સ્થાનિક અગ્રણી શૈલેન્દ્ર સિંહ અને મેળાનું સંચાલન સંભાળતા અરુણ કુમાર રામના જણાવ્યા અનુસાર, આ પરંપરા સદીઓ જૂની છે. મેળા સમિતિ અને તંત્ર દ્વારા આદિવાસીઓની આ સૈનિક વેશભૂષાવાળી ટીમને વિશેષરૂપે આમંત્રિત કરવામાં આવે છે. ઉત્તમ પ્રદર્શન અને પરંપરા જાળવી રાખવા બદલ મેળા સમિતિ દ્વારા આ તમામ ટીમોનું ભવ્ય સન્માન કરવામાં આવે છે અને તેમને પુરસ્કૃત પણ કરવામાં આવે છે.

આદિવાસી બાબતોના જાણકાર અને સ્થાનિક હવલદાર ટૂડૂ તથા હવલદાર કિસ્કૂનું કહેવું છે કે અસુર વંશજ હોવાના કારણે તેઓ પોતાના પૂર્વજોની યાદમાં આ દુઃખ વ્યક્ત કરે છે. આ ઘટના સાબિત કરે છે કે આદિવાસીઓ કદી પણ હિંદુ ધર્મનો ભાગ નહોતા. તેમના પોતાના અલગ રીતિરિવાજો હતા.

આ પણ વાંચો: ટીમલી ડાન્સનું નામ સાંભળ્યું હશે, પણ તે શું છે તે ખબર છે?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x