ભાજપના સાંસદ ગણેશસિંહ સાથે ગઈકાલે એક કાંડ થઈ ગયો. બંધારણના ઘડવૈયા ડો.આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવા જતા સાંસદશ્રી ક્રેનમાં ફસાઈ ગયા હતા. તેઓ બાબાસાહેબને માળા પહેરાવવાના હતા પરંતુ પ્રતિમા થોડી ઊંચી હોવાથી ક્રેન બોલાવવામાં આવી હતી. સાંસદ ક્રેન પર ચઢ્યા પરંતુ નીચે ઉતરતી વખતે કાંડ થઈ ગયો હતો.
ઘટના મધ્યપ્રદેશના સતનામાં બની હતી. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી દરમિયાન ભાજપના સાંસદ ગણેશ સિંહ ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા. એ દરમિયાન તેઓ ડો.આંબેડકરની પ્રતિમાને માળા પહેરાવવા માંગતા હતા. જોકે, જેટલી માળાઓ ડો.આંબેડકરની પ્રતિમા પર હતી, તેટલી જ સાંસદના ગળામાં પણ હતી. બાબાસાહેબની પ્રતિમા થોડી ઊંચી હતી, તેથી માળા પહેરાવવા માટે ક્રેન બોલાવવામાં આવી. સાંસદ ક્રેન પર ચઢ્યા, પરંતુ નીચે ઉતરતી વખતે કાંડ થઈ ગયો.
આ પણ વાંચો: છોટા ઉદેપુરમાં પ્રસુતાને 3 કિ.મી. સુધી ઝોળીમાં લઈ જવાઈ, અંતે મોત
માળા પહેરાવ્યા પછી, સાંસદ ગણેશ સિંહ ક્રેનમાં બેસીને નીચે ઉતરવાના હતા. જોકે, ક્રેન હવામાં ફસાઈ ગઈ હતી. આવું ફક્ત થોડીક સેકન્ડો માટે જ થયું હતું, પરંતુ તેનાથી સાંસદ ગણેશ સિંહ ગભરાઈ ગયા હતા. તેઓ એટલા પરેશાન થઈ ગયા કે તેમને પરસેવો વળી ગયો. માંડ માંડ તેમને નીચે નીચે ઉતારવામાં આવ્યા. એ પછી જ્યારે થોડો વરસાદ પડ્યા બાદ ક્રેન ઓપરેટર તેમની પાસે આવ્યો ત્યારે સાંસદ ગણેશ સિંહે તેને થપ્પડ મારી દીધી.
सांसद जी क्रेन में फंस गए, कर्मचारी को जड़ दिए थप्पड़, कर्मचारी के ऊपर देशद्रोह का मुकदमा चलाया जाना चाहिए !!
दरअसल सतना में सरदार वल्लभ भाई पटेल जी की जयंती का कार्यक्रम आयोजित किया गया था सांसद गणेश ने माल्यार्पण करने के लिए क्रेन से ऊपर चढ़े हुए थे अचानक तकनीकी खराबी आ गई और… pic.twitter.com/Lez6t60GJw
— Deepesh Patel (@Deepeshpatel87) October 31, 2025
મીડિયા રિપોર્ટ મુજબ, સાંસદ ગણેશ સિંહે જે ક્રેન ઓપરેટરને થપ્પડ મારી હતી તે મ્યુનિસિપલ કોર્પોરેશનનો કર્મચારી હતો. નાની ટેકનિકલ ખામીને કારણે ક્રેન થોડા સમય માટે બંધ થઈ ગઈ હતી, જેમાં તેનો કોઈ વાંક નહોતો.
આ ઘટના પર માફી માગવાને બદલે ભાજપના નેતાઓએ લાજવાને બદલે ગાજવાનું ચાલું કર્યું હતું. ભાજપ સાંસદના પ્રતિનિધિ નીતા સોનીએ થપ્પડ મારવાની ઘટનામાં સાંસદ ગણેશસિંહનો બચાવ કર્યો. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “સાંસદે તો માત્ર થપ્પડ મારી, બાકી ક્રેન ઓપરેટરના હાથ-પગ ભાંગી નાખવા જોઈતા હતા. જો તેઓ (સાંસદ) આટલી ઊંચાઈથી પડી ગયા હોત તો કોણ જવાબદારી લેત?” જોકે, નીતા સોનીએ બાદમાં આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.
આ પણ વાંચો: ‘મોદી સરકારમાં સૌથી વધુ ગૌમાંસ એક્સપોર્ટ થાય છે’ – ઇન્દ્રનીલ રાજ્યગુરુ
આ ઘટના બાદ, કોંગ્રેસે સત્તાધારી ભાજપ અને તેના સાંસદ પર હુમલો કર્યો. મધ્યપ્રદેશ કોંગ્રેસે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “તેઓ સાંસદ છે ભાઈ, ક્રેનમાં કેવી રીતે ફસાઈ ગયા? સતનાના ઘમંડી સાંસદ ગણેશ સિંહ, જે પોતાની હરકતો માટે જાણીતા છે,
તેમણે મ્યુનિસિપલ કર્મચારી ક્રેન ઓપરેટરને થપ્પડ મારી. નિર્દોષ માણસનો એકમાત્ર વાંક એ હતો કે તેણે ક્રેનમાં ફસાયેલા સાંસદને બચાવવાનો પ્રયાસ કર્યો. ભાજપના જનપ્રતિનિધિઓમાં ઘમંડ અને સામંતવાદી માનસિકતા માથે ચડીને પોકારે છે.” જો કે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં સાંસદ ગણેશ સિંહ અને ભાજપે હજુ સુધી આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
આ પણ વાંચો: નાગરાજ મંજુળેની ફિલ્મ ‘ઝૂંડ’ના એક્ટરની ગળું કાપી હત્યા કરાઈ











Users Today : 756