ખેતરમાં ઘાસચારો લેવા ગયેલા દલિત યુવકની ગોળી મારી હત્યા

22 વર્ષનો દલિત યુવક ખેતરમાં ઘાસચારો લેવા માટે ગયો હતો. એ દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ તેને ગોળી મારી દીધી.
dalit news

જાતિવાદ અને ગુનાખોરી માટે કુખ્યાત યુપીમાં વધુ એક દલિતની હત્યા થઈ છે. અહીંના સહારનપુરના તીતરોં પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વારસી ગામમાં એક 22 વર્ષના દલિત યુવકની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. યુવકનું નામ અંકુશ હોવાનું સામે આવ્યું છે. તે ખેતરમાં ઘાસ લેવા ગયો હતો. તે દરમિયાન કોઈ અજાણ્યા હુમલાખોરે તેને ગોળી મારી દીધી હતી. ગોળી વાગતા જ અંકુશનું ઘટનાસ્થળે જ મોત થયું.

હત્યાનો કેસ નોંધાયો

ઘટનાની માહિતી મળતા જ તીતરોં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લાશને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. ઘટનાસ્થળેથી પુરાવા એકઠા કરવામાં આવ્યા છે અને મૃતકના પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પરિવારની ફરિયાદના આધારે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: મીતલીમાં દલિતોના કૂવામાં મળ ફેંકવા મુદ્દે કલેક્ટર-SPને હાજર થવા આદેશ

પોલીસની ત્રણ ટીમોએ તપાસ શરૂ કરી

ઘટનાની તપાસ ત્રણ ટીમો કરી રહી છે. એસપી ગ્રામીણ સાગર જૈને જણાવ્યું હતું કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ત્રણ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમોને શક્ય તેટલી વહેલી તકે ઘટનાનો ખુલાસો કરવા અને આરોપીઓની ધરપકડ કરવા સૂચના આપવામાં આવી છે. તેમણે કહ્યું કે પ્રાથમિક તપાસમાં આ કેસ જૂની દુશ્મનાવટ સાથે સંબંધિત હોઈ શકે છે. પરંતુ તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

સીસીટીવી કેમેરાના ફૂટેજની પણ તપાસ શરૂ

પોલીસ નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી રહી છે અને ગ્રામજનોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ તરફ અંકુશની હત્યાના સમાચાર મળતા જ ગામમાં હોબાળો મચી ગયો છે. તેના પરિવારજનો રોઈ રોઈને બેહાલ થઈ ગયા છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં આરોપીઓને પકડી લેવામાં આવશે અને ઘટનાનો ખુલાસો કરવામાં આવશે.

આ પણ વાંચો: દલિત રિક્ષાચાલક પર ભજન વગાડવા મુદ્દે હુમલો, 25 સામે કેસ

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x