બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને જેડીયુના એનડીએનો ભવ્ય વિજય થયો છે. આ જંગી વિજયની ઉજવણી કરતા ભાજપના નેતા અને આસામ સરકારના મંત્રી અશોક સિંઘલે સોશિયલ મીડિયા પર ફૂલાવરના ખેતરનો એક ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં લખ્યું, “બિહારે ફૂલાવરની ખેતીને મંજૂરી આપી.”
આ પોસ્ટથી સોશિયલ મીડિયા પર “ફૂલાવરની ખેતી”ને લઈને સર્ચ શરૂ થઈ ગયું હતું. જેના તાર આખરે બિહારના ભાગલપુરમાં થયેલા રમખાણો સાથે મળતા હોવાનું જણાયું હતું. આ રમખાણોને ઘણીવાર “ગોભી ફાર્મિંગ”, “ગોભી ખેતી” “ગોભીકાંડ” કે “લોગૈન હત્યાકાંડ” તરીકે ઓળખવામાં આવે છે.

મીડિયા રિપોર્ટ મુજબ વર્ષ 1989 ના ભાગલપુર રમખાણો દરમિયાન, 100 થી વધુ મુસ્લિમોની હત્યા કરવામાં આવી હતી અને તેમના મૃતદેહોને ખેતરમાં દફનાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ હત્યાઓ છુપાવવા માટે તેના પર ફૂલાવરની ખેતી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Dihuli massacre: 24 દલિતોની હત્યામાં 44 વર્ષે ન્યાય મળશે

ભાગલપુરનો લોગૈન હત્યાકાંડ શું હતો?
ભાગલપુરમાં રમખાણો ૨૪ ઓક્ટોબર, ૧૯૮૯ના રોજ શરૂ થયા હતા અને બે મહિના સુધી ચાલુ રહ્યા. શહેરમાં અને આસપાસના લગભગ ૨૫૦ ગામોમાં હિંસા ફેલાઈ ગઈ હતી. ૧,૦૦૦ થી વધુ લોકો માર્યા ગયા હતા, જેમાં આશરે ૯૦૦ મુસ્લિમોનો સમાવેશ થાય છે. હિંસામાં આશરે ૫૦,૦૦૦ લોકો વિસ્થાપિત થયા હતા. તે સમયે તેને સ્વતંત્ર ભારતનું સૌથી મોટો કોમી રમખાણ માનવામાં આવતું હતું.
લોગૈન ગામની પરિસ્થિતિ સૌથી ભયાનક હતી. એવું કહેવાય છે કે ૪,૦૦૦ લોકોના ટોળાએ ૧૧૬ મુસ્લિમોની હત્યા કરી હતી. બાદમાં, આ મૃતદેહોને ખેતરમાં દફનાવી દેવામાં આવ્યા હતા, અને હત્યાઓ છુપાવવા માટે તેના પર કોબી અને ફૂલાવર વાવવામાં આવ્યા હતા. તે સમયે, IAS એકે સિંહ ભાગલપુરમાં સ્પેશિયલ એડીએમ હતા. તેમણે આ ભયાનક રહસ્યનો ખુલાસો કર્યો હતો.
આ પણ વાંચો: કેવી રીતે મનુવાદીઓએ Buddha અને તેમના વિચારોનું બ્રાહ્મણીકરણ કર્યું?
રમખાણો કેવી રીતે થયા?
રામ જન્મભૂમિ આંદોલનને કારણે દેશભરમાં વાતાવરણ અત્યંત તંગ હતું ત્યારે હિંસા ફાટી નીકળી હતી. જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ની રામશિલા યાત્રા અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ઇંટો એકત્રિત કરવા માટે ભાગલપુર પહોંચી, ત્યારે જિલ્લામાં હિન્દુ વિદ્યાર્થીઓની હત્યાની ઉશ્કેરણીજનક અફવાઓ ફેલાવા લાગી. રાજકીય અને ગુનાહિત ઘર્ષણોએ સાંપ્રદાયિક તણાવને વધુ વેગ આપ્યો.
24 ઓક્ટોબરના રોજ, જ્યારે એક મોટી રામશિલા યાત્રા મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તાર તતારપુર પહોંચી ત્યારે સંઘર્ષ વધ્યો. પહેલી યાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થઈ હતી, પરંતુ બીજી યાત્રામાં કોઈએ ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કર્યા. જ્યારે અધિકારીઓએ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. કહેવાય છે કે, એ દરમિયાન નજીકના મુસ્લિમ હાઇસ્કૂલની દિશામાંથી ક્રૂડ બોમ્બ ફેંકવામાં આવ્યા અને વિસ્ફોટ થયો, જેમાં બે પોલીસકર્મીઓ ઘાયલ થયા.
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ગોળીબાર કર્યો, જેમાં બે લોકો માર્યા ગયા. ત્યારબાદ પરિસ્થિતિ હિંસક બની ગઈ અને મુસ્લિમ દુકાનોને નિશાન બનાવવામાં આવી. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે હિંસા ફાટી નીકળી, જેનાથી સમગ્ર જિલ્લો હિંસાની ઝપટમાં આવી ગયો.
આ પણ વાંચો: હૂલ વિદ્રોહ : જેણે બ્રિટિશ શાસનના પાયા હચમચાવી નાખ્યા હતા
રમખાણો દરમિયાન, અસંખ્ય ઘટનાઓ બની જેણે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો. નયા બજારમાં, 11 બાળકો સહિત 18 મુસ્લિમોના મોત થયા. ચંદેરી ગામમાં એક તળાવમાંથી 61 મૃતદેહો મળી આવ્યા. લોગૈનમાં 116 મુસ્લિમોની હત્યા કરીને દફનાવી દેવામાં આવ્યા. સરકારી આંકડાઓમાં 1,070 લોકોના મોત નોંધાયા છે, હજારો લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી હતી. ઘરો, દુકાનો, લૂમ અને પૂજા સ્થળોને વ્યાપક નુકસાન થયું હતું.
Bihar approves Gobi farming ✅ pic.twitter.com/SubrTQ0Mu5
— Ashok Singhal (@TheAshokSinghal) November 14, 2025
ન્યાય માટેના પ્રયાસો લાંબો સમય ચાલ્યા
હુલ્લડોની તપાસ માટે તપાસ પંચની રચના કરવામાં આવી હતી, જેમાં ભયાનક હિંસા માટે પોલીસની બેદરકારી અને રાજકીય નિષ્ફળતાને જવાબદાર ઠેરવવામાં આવી હતી. રમખાણો પર ચુકાદો ઘટનાના લગભગ 18 વર્ષ પછી આવ્યો. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ 2007 માં, નીતિશ કુમાર મુખ્યમંત્રી બન્યાના બે વર્ષ પછી, લોગૈન કેસમાં 14 લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, જેમાં ભૂતપૂર્વ પોલીસ અધિકારી રામચંદ્ર સિંહનો પણ સમાવેશ થાય છે. ભાગલપુર રમખાણો માટે કુલ 38 લોકોને દોષિત ઠેરવીને સજા કરવામાં આવી હતી. હાલ બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ ભાજપ નેતાએ કરેલી પોસ્ટે ફરી એકવાર આ ભયાનક હત્યાકાંડને ઉજાગર કરી દીધો છે.
આ પણ વાંચો: Kafalta massacre: જ્યારે 14 દલિતોને સવર્ણોએ જીવતા સળગાવેલા
















BJP ane RSS vara hatya kari ne lohi na rede tyana sudhi jampta nathi karan ke aaloko Hundu jatankvadi or aatankvadi ki paidash che