Dalit News: તમારા સગીર વયના બાળકોને ક્યાંય પણ એકલા ન મૂકો. – આવું એટલા માટે કહેવું પડે છે, કારણ કે, તમારી આસપાસના જ લોકો તેની સાથે દુર્વ્યવહાર કરી છે. બાળકોને આવા હલકટ તત્વોથી બચાવવા જરૂરી છે. કેમ કે, આવી ઘટનાઓ બાળકોના માનસપટ પર લાંબા ગાળાની અસર કરતા હોય છે. અનેક બાળકો આખી જિંદગી તેમની સાથે ઘટેલી આવી ઘટનાઓ વિશે ખૂલીને પરિવારને વાત કરી શકતા નથી. પરિણામે અંદરને અંદર તેઓ રિબાતા રહે છે અને તેની સીધી અસર તેના જીવન ઘડતર પર પડતી હોય છે. સગીર સંતાનોના વાલીઓને સાવધાન કરતી આવી જ એક ઘટના જામનગર જિલ્લામાંથી સામે આવી છે.
આહિર વૃદ્ધે દલિત સગીરાની છાતી પર હાથ ફેરવ્યો
અહીંના જામખંભાળિયા તાલુકાના એક ગામમાં આહિર જાતિના બુઢ્ઢાએ તેની કરિયાણાની દુકાને વસ્તુ લેવા આવેલી ધોરણ 10માં અભ્યાસ કરતી એક દલિત દીકરીની એકલતાનો લાભ લઈને તેના ગાલ પર ચુંબન કરી, છાતી પર હાથ ફેરવીને છેડતી કરતા ચકચાર મચી ગઈ છે. આહિર જાતિના આ બુઢ્ઢાની હરકતથી સગીરા એટલી હદે ગભરાઈ ગઈ હતી કે, તે બુઢ્ઢાની ચુંગાલમાંથી છુટીને રડતી રડતી દોડીને બહાર નીકળી ગઈ હતી. ઘટનાની જાણ થતા સગીરાનો પરિવાર અને અનુસૂચિત જાતિ સમાજના જાગૃત નાગરિકો તરત પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને આહિર બુઢ્ઢા વિરુદ્ધ SC-ST Act અને POCSO ની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરાવી હતી. એ પછી પોલીસે તરત બુઢ્ઢાને અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: સ્કૂલમાં આદિવાસી રસોઈયા હોવાથી અન્ય જાતિના બાળકો જમતા નથી
મામલો શું હતો?
આ ઘટનાની મળતી માહિતી મુજબ, જામનગર જિલ્લાના ખંભાળિયા તાલુકાના એક ગામમાં રહેતા દલિત મજૂર પરિવારની 15 વર્ષની દીકરી હોસ્ટેલમાં રહીને ધો.10માં અભ્યાસ કરે છે. પરિવારમાં એક લગ્ન હોવાથી તા. 21-11-2025ના રોજ તે હોસ્ટેલમાંથી રજા લઈને ઘરે આવી હતી. સવારે 9.00 વાગ્યા આસપાસ સૌ પરિવાર સાથે તેઓ લગ્ન સ્થળે પહોચ્યા હતા. એ દરમિયાન તેને ભૂખ લાગતા તે તેના પપ્પા પાસેથી રૂ.50 લઈને લગ્ન સ્થળની બાજુમાં આવેલી દુકાને નાસ્તો લેવા માટે ગઈ હતી.

સગીરાને એકલી આવેલી જોઈ બુઢ્ઢાએ છેડતી કરી
આ દુકાન નાથા રામા દેથરિયા નામનો આહિર જાતિનો એક બુઢ્ઢો ચલાવે છે. જેમાં તે પાન-માવા, પીપરમેન્ટ અને બિસ્કિટ સહિતની ચીજવસ્તુઓ વેચે છે. સગીરા ત્યાં નાસ્તો લેવા માટે ગઈ હતી. એ દરમિયાન સગીરાની એકલતાનો લાભ લઈને નાથા રામા દેથરિયા નામના આ બુઢ્ઢાએ સગીરાને દુકાનમાં ખેંચીને તેના ગાલ અને છાતી પર હાથ ફેરવી તેને ખેંચીને બાથ ફરી અડપલા કર્યા હતા.
આ પણ વાંચો: દલપતરામે ‘જ્ઞાતિ નિબંધ’ માં ‘દલિતો’ વિશે શું લખ્યું છે?
બહુજન આગેવાનોએ હિંમત આપતા સગીરાના પરિવારે ફરિયાદ નોંધાવી
બુઢ્ઢાની આવી અણધારી હરકતથી સગીરા ભારે ગભરાઈ ગઈ હતી અને તરત બુઢ્ઢાની ચુંગાલમાંથી છટકીને બહાર દોડી ગઈ હતી. એ પછી તે રડતી રડતી તેના પપ્પા પાસે પહોંચી ગઈ હતી અને સમગ્ર હકીકત જણાવી હતી. એ પછી સગીરના મમ્મી-પપ્પાએ 112 નંબર પર ફોન કરીને પોલીસ વાન બોલાવી લીધી હતી. થોડીવારમાં પોલીસ વાન આવી જતા તેઓ તેમાં બેસીને તરત પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. એ દરમિયાન ઘટનાની જાણ થતા દલિત સમાજના અનેક આગેવાનો પણ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. એ દરમિયાન ખંભાળિયાના અનુસૂચિત જાતિ સમાજના આગેવાન હમીરપાલ બૌદ્ધ પણ ત્યાં પહોંચી ગયા હતા. તમામે મળીને સગીરાને હિંમત આપતા તેણે ઘટનાની પોલીસને જાણ કરતા નાથા રામા દેથરિયા નામના આહિર વૃદ્ધ સામે એસસી એસટી(SC-ST ACT) એક્ટ અને પોક્સો એક્ટ(POCSO)ની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
(વિશેષ માહિતીઃ હમીરપાલ બૌદ્ધ, જામખંભાળિયા.)
આ પણ વાંચો: ફૂટબોલ રમીને પરત ફરી રહેલી 14 વર્ષની આદિવાસી દીકરી પર રેપ











આ માદર ચોદ ને કરક મા કરક સજા થવી જોઈએ