ગ્વાલિયરમાં ડો.આંબેડકરનો ફોટો બાળવા મુદ્દે 7 સામે FIR

ગ્વાલિયરમાં ડો.આંબેડકરનો ફોટો બાળવા મુદ્દે જાતિવાદી અનિલ મિશ્રા સહિત 7 લોકો સામે FIR નોંધાઈ.
Gwalior news

ગ્વાલિયરમાં બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરનો ફોટો બાળવા અને અપમાનજનક સૂત્રોચ્ચાર કરવા બદલ મનુવાદી વકીલ અનિલ મિશ્રા સહિત 7 લોકો સામે સાયબર સેલ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે અનિલ મિશ્રા સહિત ચાર આરોપીઓની અટકાયત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, અનિલ મિશ્રાને ગુરુવારે રાત્રે મુરૈનામાં એક કાર્યક્રમ માટે જતા હતા ત્યારે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. FIR દાખલ થયા પછી જૂના કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશને તાત્કાલિક કાર્યવાહી કરી હતી.

સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

ગુરુવારે બપોરે મકરંદ બૌદ્ધ નામની વ્યક્તિએ તેમના કેટલાક સાથીદારો સાથે સાયબર સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. ફરિયાદમાં જણાવાયું છે કે 1લી જાન્યુઆરી 2026એ બપોરે 1 થી 2 વાગ્યાની વચ્ચે, એડવોકેટ અનિલ મિશ્રાના નેતૃત્વમાં રક્ષક મોરચાએ સિટી સેન્ટરમાં પટેલ નગર ચોકડી પાસે અનધિકૃત સરઘસ કાઢ્યું હતું.

ફરિયાદ મુજબ, મોહિત ઋષિશ્વર ઉર્ફે મોહિત શર્મા, અમિત દુબે, ધ્યાનેન્દ્ર શર્મા, કુલદીપ કાકેરિયા, અમિત ભદૌરિયા સહિતના લોકોએ ડૉ. બાબાસાહેબ આંબેડકરનો ફોટો સળગાવ્યો હતો અને અપમાનજનક સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ પણ વાંચો: 36 વર્ષમાં પહેલીવાર રાજ્યસભામાં BSP નું પ્રતિનિધિત્વ ‘શૂન્ય’ થશે

ગૌરવ વ્યાસ દ્વારા મનુવાદી યુવક દ્વારા સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો, જેનાથી વ્યાપક રોષ ફેલાયો હતો. ફરિયાદીએ આ ઘટનાને સામાજિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનું અને જાતિ સંઘર્ષને ઉશ્કેરવાનું કાવતરું ગણાવ્યું હતું. પોલીસ વિગતવાર તપાસ કરી રહી છે.

મનુવાદી તત્વોએ ડો.આંબેડકરનું પૂતળું બાળવા પ્રયત્ન કર્યો!

પોલીસના જણાવ્યા અનુસાર ગઈકાલે વકીલ આશુતોષ દુબે અને તેના કેટલાક સાથીદારો ગ્વાલિયરના આકાશવાણી કેન્દ્ર ખાતે ડૉ.આંબેડકરના પૂતળા સાથે પહોંચ્યા હતા. પોલીસે તેમને પુતળું ન બાળવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ પુતળું લઈને ભાગી ગયા હતા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. પરિસ્થિતિ વધુ વણસી રહી હતી, તેથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને પુતળા સળગાવવા દીધું નહોતું.

ભીમ આર્મી અને અન્ય સંગઠનોએ વિરોધ કર્યો

ઘટનાની જાણ થતાં, ભીમ આર્મી, આઝાદ સમાજ પાર્ટી અને અન્ય ઓબીસી સંગઠનોના અધિકારીઓ અને કાર્યકરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. “જય ભીમ” ના નારા લગાવતા તેમણે આરોપ લગાવ્યો કે આ મનુવાદી તત્વો બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરનું પુતળા સળગાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બંને પક્ષો વચ્ચે ઘર્ષણ વધ્યું, જેના કારણે પોલીસ ફોર્સ વધારી દેવાઈ. ઘટના બાદ, ભીમ આર્મી અને અન્ય સંગઠનોએ પોલીસ અધિક્ષકની ઓફિસનો ઘેરાવ કર્યો અને વકીલ સામે કડક કાર્યવાહી, રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (NSA) લાગુ કરવાની પણ માંગ કરી. વિરોધ પ્રદર્શનને કારણે થોડા સમય માટે વિસ્તારમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું.

આ પણ વાંચો: મહુમાં ડો.આંબેડકર જન્મભૂમિ પચાવી પાડવા કાવતરું રચાયું!

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર રાવણે લખ્યું- આ લોકશાહી માટે પડકાર છે

આ ઘટના બાદ, ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું, “બંધારણના ઘડવૈયાના પુતળાને બાળવાનો પ્રયાસ લોકશાહી અને સામાજિક ન્યાયને ખુલ્લો પડકાર છે.” ચંદ્રશેખરે ગ્વાલિયર પોલીસ અને વહીવટીતંત્રને 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું કે, જો આરોપીઓ સામે કેસ દાખલ નહીં થાય તો 1 જાન્યુઆરીએ ગ્વાલિયરમાં જાહેર વિરોધ શરૂ કરશે.

આ પણ વાંચો: અસામાજિક તત્વોએ રાત્રે Dr. Ambedkar ની પ્રતિમા ખંડિત કરી

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x