કેન્દ્રની મોદી સરકાર દ્વારા સંસદમાં જણાવાયું છે કે હવે 576 ભારતીયોની વાર્ષિક આવક ઓછામાં ઓછી 100 કરોડ રૂપિયા છે. 5 વર્ષ પહેલા આ આંકડો માત્ર 142 હતો. એટલે કે સૌથી વધુ આવક ધરાવતા ભારતીયોની સંખ્યામાં 300% થી વધુનો વધારો થયો છે.
વાર્ષિક ઓછામાં ઓછી 100 કરોડ કમાણી કરનારાઓની સંખ્યામાં 300 ટકાનો વધારો થયો છે, ભલે ખેડૂતો-ગરીબોની આવક લગભગ ઠપ્પ રહી હોય. કેન્દ્ર સરકારે જ સંસદમાં જણાવ્યું છે કે આંકલન 2025-26 માં 576 ભારતીયોએ પોતાની વાર્ષિક આવક 100 કરોડ રૂપિયા કે તેથી વધુ જાહેર કરી છે. 5 વર્ષ પહેલા 2021-22 માં આવા લોકોની સંખ્યા માત્ર 142 હતી. એટલે કે 5 વર્ષમાં 100 કરોડ રૂપિયા કે તેથી વધુ વાર્ષિક આવક જાહેર કરનારા અબજોપતિઓની સંખ્યા 300 ટકાથી વધુ વધી ગઈ છે. આ માહિતી નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં એક લેખિત પ્રશ્નના જવાબમાં આપી હતી.

સંસદમાં સરકારને પૂછવામાં આવ્યું હતું કે શું દેશમાં અબજોપતિઓની સંખ્યા વધી છે અને શું સરકાર પાસે તેમની સંપત્તિથી જોડાયેલો કોઈ અધિકૃત આંકડો છે. તેના જવાબમાં નાણા મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે ભારતના કાયદામાં ‘અબજોપતિ’ની કોઈ વૈધાનિક વ્યાખ્યા નથી. તેથી સરકારે આવકવેરા રિટર્નના આધારે તે લોકોનો આંકડો શેર કર્યો જેમની વાર્ષિક આવક 100 કરોડ રૂપિયા કે તેથી વધુ છે.
આ પણ વાંચો: દલિત મહિલા પૂજા કરવા મંદિરમાં ગઈ, પૂજારીએ હડધૂત કરી કાઢી મૂકી!
5 વર્ષમાં આ રીતે વધી સંખ્યા
સરકારના જણાવ્યા અનુસાર 100 કરોડ રૂપિયા કે તેથી વધુ વાર્ષિક આવક જાહેર કરનારા ટેક્સપેયર્સની સંખ્યા સતત વધી છે. આ સંખ્યા 2021-22 માં 142 હતી જે 2022-23 માં 301, 2023-24 માં 284, 2024-25 માં 415 અને 2025-26 માં વધીને 576 થઈ ગઈ. જોકે 2023-24 માં તેમાં હળવો ઘટાડો નોંધાયો હતો, પરંતુ તે પછીના 2 વર્ષમાં આ સંખ્યા ઝડપથી વધી.
નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે આવકવેરા અધિનિયમ, 2025 અને પહેલા લાગુ આવકવેરા અધિનિયમ, 1961 માં ‘અબજોપતિ’ શબ્દની કોઈ કાનૂની વ્યાખ્યા આપવામાં આવી નથી. આ જ કારણે સરકારે સૌથી વધુ આવક ધરાવતા ટેક્સપેયર્સનો આંકડો આવકવેરા રિટર્નના આધારે રજૂ કર્યો. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર સંસદમાં એ પણ પૂછવામાં આવ્યું કે દેશના અબજોપતિઓની કુલ સંપત્તિ કેટલી છે અને છેલ્લા 5 વર્ષમાં તેમાં કેટલો બદલાવ આવ્યો છે. આના પર સરકારે કહ્યું કે તેની પાસે આવો કોઈ અધિકૃત આંકડો ઉપલબ્ધ નથી.
નાણા મંત્રાલયે જણાવ્યું કે વેલ્થ ટેક્સ એક્ટ 1957 ને 1 એપ્રિલ 2016 થી નાબૂદ કરી દેવામાં આવ્યો હતો. તે પછી સરકાર કરદાતાઓની કુલ સંપત્તિનો અલગથી કોઈ રેકોર્ડ રાખતી નથી.

આર્થિક અસમાનતા પર શું બોલી સરકાર?
દેશમાં વધતી આર્થિક અસમાનતાને લઈને પૂછવામાં આવેલા પ્રશ્ન પર નાણા મંત્રાલયે અલગ અભ્યાસનો હવાલો આપવાને બદલે ઉપલબ્ધ સરકારી સર્વેક્ષણોનો ઉલ્લેખ કર્યો. સરકારે હાઉસહોલ્ડ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર સર્વે 2023-24 નો હવાલો આપતા કહ્યું કે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વપરાશ આધારિત અસમાનતામાં ઘટાડો થયો છે.
આ પણ વાંચો: બોટાદના ધારપીપળામાં બાઈક અથડાવા બાબતે દલિત યુવક પર હુમલો
સરકારે દાવો કર્યો કે ગ્રામીણ વિસ્તારોનો ગિની ગુણાંક 0.266 થી ઘટીને 0.237 થયો. શહેરી વિસ્તારોનો ગિની ગુણાંક 0.314 થી ઘટીને 0.284 પર આવી ગયો. ગિની ગુણાંક કોઈ સમાજમાં આવક કે વપરાશની અસમાનતાને માપવાનો એક આંકડાકીય માપદંડ હોય છે. ઓછો ગિની ગુણાંક અપેક્ષાકૃત ઓછી અસમાનતાનો સંકેત માનવામાં આવે છે. આ સિવાય સરકારે નીતિ આયોગના આંકડાનો હવાલો આપતા એ પણ કહ્યું કે 2013-14 થી 2022-23 વચ્ચે લગભગ 24.82 કરોડ લોકો બહુઆયામી ગરીબીમાંથી બહાર આવ્યા છે.
મુખ્યમંત્રીઓની સરેરાશ સંપત્તિ 100 કરોડને પાર: ADR
ADR એ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 31 વર્તમાન મુખ્યમંત્રીઓના ચૂંટણી સોગંદનામાનું વિશ્લેષણ કર્યું છે. રિપોર્ટ અનુસાર તમામ મુખ્યમંત્રીઓની કુલ જાહેર કરેલી સંપત્તિ 3660 કરોડ રૂપિયા છે. પ્રતિ મુખ્યમંત્રી સરેરાશ સંપત્તિ 118.07 કરોડ રૂપિયા છે. 4 મુખ્યમંત્રી એવા છે જેમની જાહેર કરેલી સંપત્તિ 100 કરોડ રૂપિયાથી વધુ છે.
રિપોર્ટ અનુસાર સૌથી વધુ સંપત્તિ ધરાવતા મુખ્યમંત્રીઓમાં કર્ણાટકના CM ડીકે શિવકુમાર, આંધ્ર પ્રદેશના CM એન ચંદ્રાબાબુ નાયડુ, તમિલનાડુના CM જોસેફ વિજય અને અરુણાચલ પ્રદેશના CM પેમા ખાંડુ છે. રિપોર્ટ અનુસાર ડીકે શિવકુમાર પાસે લગભગ 1413 કરોડ રૂપિયા, ચંદ્રાબાબુ નાયડુ પાસે લગભગ 931 કરોડ રૂપિયા, જોસેફ વિજય પાસે લગભગ 648 કરોડ રૂપિયા અને પેમા ખાંડુ પાસે લગભગ 332 કરોડ રૂપિયાની સંપત્તિ છે. રિપોર્ટ મુજબ, 31 માંથી 4 મુખ્યમંત્રી અબજોપતિ શ્રેણીમાં આવે છે.
સાંસદોની સંપત્તિ પણ 10 વર્ષમાં 110% વધી
મુખ્યમંત્રીઓ સિવાય બીજા રાજકારણીઓની સંપત્તિ પણ કરોડોમાં છે. આ વર્ષની શરૂઆતમાં જ સાંસદોની સંપત્તિ વધવાને લઈને એક રિપોર્ટ આવ્યો હતો. ADR અને નેશનલ ઈલેક્શન વોચે 2014, 2019 અને 2024 ની લોકસભા ચૂંટણીમાં સતત ફરીથી ચૂંટાયેલા 102 સાંસદોના ચૂંટણી સોગંદનામાનો અભ્યાસ કર્યો.
આ પણ વાંચો: દલિત બાળકી પર રેપનો પ્રયાસ કરનાર પૂજારીને બ્રાહ્મણોએ ટેકો આપ્યો!
ADR ના રિપોર્ટ અનુસાર 2014 માં આ સાંસદોની સરેરાશ સંપત્તિ 15.76 કરોડ રૂપિયા હતી. 2019 માં આ વધીને 24.21 કરોડ રૂપિયા થઈ ગઈ અને પછી 2024 માં સરેરાશ સંપત્તિ 33.13 કરોડ રૂપિયા પહોંચી ગઈ. એટલે કે 10 વર્ષમાં પ્રતિ સાંસદ સરેરાશ 17.36 કરોડ રૂપિયાનો વધારો થયો અને કુલ સરેરાશ સંપત્તિમાં લગભગ 110 ટકાનો વધારો નોંધાયો.
ખેડૂતોની વધેલી આવકને મોંઘવારીએ ગળી લીધી!
સરકારના NSS સ્ટેટસ આંકલન સર્વેક્ષણ અનુસાર 2012-13 માં એક કૃષિ પરિવારની સરેરાશ માસિક આવક 6426 રૂપિયા હતી. 2018-19 માં આ વધીને 10218 રૂપિયા થઈ ગઈ. આ વધારો નોમિનલ આવકના આધારે લગભગ 59 ટકા વધારો છે. પરંતુ મોંઘવારીને સામેલ કર્યા પછી ઘણા અભ્યાસોમાં જાણવા મળ્યું કે ખેતીથી થતી વાસ્તવિક આવક લગભગ સ્થિર રહી. કેટલાક રિપોર્ટો અનુસાર ખેતીથી થતી વાસ્તવિક માસિક આવકમાં મામૂલી ઘટાડો પણ નોંધાયો. આની જ અસર છે કે સતત ખેડૂતોની આત્મહત્યાના અહેવાલો આવતા રહ્યા છે. 2024 માં કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલી આત્મહત્યાઓ 10546 હતી. જેમાંથી 4633 ખેડૂતો અને 5913 કૃષિ મજૂરો સામેલ હતા.
મજૂરોની વાસ્તવિક કમાણીમાં પણ સ્થિરતા
લેબર બ્યુરો અને અન્ય આર્થિક અભ્યાસો અનુસાર મજૂરીની રકમમાં સમય સાથે વધારો થયો. પરંતુ મોંઘવારીના કારણે વાસ્તવિક આવકમાં તેવી સુધારણા ન થઈ જેવી અપેક્ષા હતી. માનવામાં આવી રહ્યું છે કે 2019 થી 2024 વચ્ચે ગ્રામીણ મજૂરીની વાસ્તવિક વૃદ્ધિ કાં તો ખૂબ ઓછી રહી અથવા ઘણા ક્ષેત્રોમાં નકારાત્મક રહી.
આ પણ વાંચો: રામ મંદિરમાંથી લાખોનું દાન ચોરી બ્રાહ્મણ યુવકે ભાઈના લગ્ન કરાવ્યા
ગરીબ પરિવારોની આવક પર સૌથી વધુ અસર
અલગ-અલગ સંશોધન અભ્યાસો અનુસાર સૌથી નીચલા આવક વર્ગના પરિવારોની વાસ્તવિક આવક વૃદ્ધિ ખૂબ જ નબળી રહી. ગ્રામીણ ગરીબો, નાના ખેડૂતો અને કૃષિ મજૂરો પર આની વધુ અસર પડી. જોકે, ઘણી સરકારી રિપોર્ટોમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા વર્ષોમાં ગરીબી દરમાં ઘટાડો આવ્યો છે, જેનો શ્રેય આર્થિક વિકાસ અને સરકારી કલ્યાણકારી યોજનાઓને આપવામાં આવ્યો છે. જોકે, ગરીબી સ્તર નક્કી કરવાના સ્ટાન્ડર્ડને લઈને વિવાદ રહ્યો છે અને આક્ષેપ કરવામાં આવતો રહ્યો છે કે ગરીબોની વાસ્તવિક સંખ્યા સરકારી
આંકડાઓથી ઘણી વધારે હશે.
સરકારના તાજા આંકડા દર્શાવે છે કે દેશમાં 100 કરોડ રૂપિયા કે તેથી વધુ વાર્ષિક આવક જાહેર કરનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. જોકે સરકારે એ પણ સ્પષ્ટ કર્યું કે તેની પાસે અબજોપતિઓની કુલ સંપત્તિનો કોઈ અધિકૃત રેકોર્ડ નથી. એવામાં દેશમાં સંપત્તિના વાસ્તવિક વિતરણ અને ધનના કેન્દ્રીકરણનું પૂરૂ ચિત્ર હજુ પણ ઉપલબ્ધ નથી. આ દરમિયાન, સૌથી વધુ આવક ધરાવતા ટેક્સપેયર્સની સંખ્યામાં 5 વર્ષ દરમિયાન 300 ટકાથી વધુના વધારાએ ભારતમાં આવક વિતરણ, આર્થિક અસમાનતા અને સંપત્તિના વધતા કેન્દ્રીકરણને લઈને નવી ચર્ચા છેડી દીધી છે.
આ પણ વાંચો: નસીરુદ્દીન શાહ વિરોધ પ્રદર્શનના સપોર્ટમાં વીડિયો મૂકતા એકાઉન્ટ ગાયબ!











