દલિત આચાર્ય નિવૃત્ત થતા ગંગાજળ છાંટી ખુરશીનું ‘શુદ્ધિકરણ’ કરાયું!

દલિત આચાર્ય નિવૃત્ત થતાં જ ખુરશીનું 'શુદ્ધિકરણ' કરવાનો આક્ષેપ; PM શ્રી સ્કૂલની ઘટના. ભીમ આર્મીના વિરોધ પ્રદર્શનથી ભારે હોબાળો!
maihar pm shri school

દલિત સમાજની કોઈ વ્યક્તિ ગમે તેટલા ઊંચા પદ પર પહોંચી જાય તો પણ મનુવાદીઓની માનસિકતા બદલાતી નથી. એટલે જ આ દેશનું બંધારણ આર્થિક નહીં પરંતુ સામાજિક આધાર પર અનામત આપે છે. આ બાબત એટલા માટે યાદ કરવી પડે, કેમ કે ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં મનુવાદી તત્વો દ્વારા આર્થિક આધારે અનામત આપવાની વાત કરવામાં આવી હતી. જેનું સૂરસૂરિયું થઈ ગયું હતું. પણ હાલમાં એક એવી ઘટના બની છે, જેણે દલિતોને અનામત શા માટે સામાજિક આધારે આપવામાં આવી છે તે કારણને વધુ મજબૂત કર્યું છે.

મામલો મધ્યપ્રદેશનો છે. અહીંના મેહર જિલ્લા હેઠળ આવતા અમરપાટન તાલુકાના કરહી સ્થિત સરકારી PM શ્રી હાયર સેકન્ડરી સ્કૂલમાં દલિત સમાજમાંથી આવતા આચાર્ય નિવૃત્ત થયા બાદ નવા આવેલા આચાર્યે પદભાર ગ્રહણ કરતી વખતે આચાર્યની ઓફિસમાં ગંગાજળનો છંટકાવ કરીને શુદ્ધિકરણ કર્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મોટો વિવાદ ઊભો થયો છે.

આ પણ વાંચો: વિસનગરના પુદગામે દલિત યુવક પર ઠાકોર મહિલાનો ધારિયાથી હુમલો

દલિત સમાજમાંથી આવતા પૂર્વ આચાર્ય નિવૃત્ત થયા બાદ નવા પ્રભારી આચાર્ય દ્વારા કક્ષમાં ગંગાજળ અને ગૌમૂત્ર છાંટીને ‘શુદ્ધિકરણ’ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરીને ભીમ આર્મીએ તેને ભેદભાવપૂર્ણ માનસિકતા ગણાવી છે. આ ઘટનાના વિરોધમાં ભીમ આર્મીના કાર્યકરોએ શાળાના મુખ્ય ગેટ પર એક કલાક સુધી વિરોધ પ્રદર્શન કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને કાનૂની કાર્યવાહીની માગ કરી હતી.

વાયરલ વીડિયોથી વિવાદની શરૂઆત

મળતી માહિતી મુજબ, કરહી સ્થિત PM શ્રી સ્કૂલમાં ફરજ બજાવતા આચાર્ય રામસખા વર્મા (કોરી) 30 સપ્ટેમ્બરના રોજ નિવૃત્ત થયા હતા. તેઓ દલિત સમાજમાંથી આવે છે. તેમના નિવૃત્ત થયા બાદ શાળાના વરિષ્ઠ શિક્ષક રામસખેન્દ્ર દ્વિવેદીને આચાર્ય પદનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.

ચાર્જ સંભાળ્યા બાદ તુરંત જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં આચાર્યની ખુરશી પર મા સરસ્વતીની તસવીર રાખેલી જોવા મળે છે અને નવા પ્રભારી આચાર્ય રામસખેન્દ્ર દ્વિવેદી પૂજા-અર્ચના કર્યા બાદ હાથમાં જળ લઈને આખા કક્ષ અને આસપાસના વિસ્તારમાં છંટકાવ કરતા નજરે પડે છે. આ દરમિયાન શાળાનો અન્ય સ્ટાફ પણ ત્યાં હાજર હતો. ભીમ આર્મી આ વિડિયો 1 ઓક્ટોબરનો હોવાનો દાવો કરી રહી છે, જ્યારે પ્રભારી આચાર્ય તેને 5 ઓક્ટોબરનો ગણાવી રહ્યા છે.

આ પણ વાંચો: શું ધર્મ બદલવાથી જાતિ બદલાય? પાદરી બનેલી વ્યક્તિને સુપ્રીમ કોર્ટનો આંચકો

ભીમ આર્મીના ગંભીર આક્ષેપો

આ વિડિયો સામે આવ્યા બાદ ભીમ આર્મીના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થઈને શાળાના મુખ્ય ગેટ પાસે પહોંચી ગયા હતા અને જોરદાર સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. સંગઠનના કાર્યકર સિદ્ધાર્થ નાલંદાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પૂર્વ આચાર્ય અનુસૂચિત જાતિ વર્ગના હોવાથી તેમના નિવૃત્ત થતાં જ નવા પ્રભારી આચાર્યએ કક્ષ અને ખુરશી પર ગંગાજળ તથા ગૌમૂત્ર છાંટીને કથિત રીતે ‘શુદ્ધિકરણ’ કર્યું છે.

તેમણે કહ્યું કે આ ઘટના જાતિવાદી અને ભેદભાવપૂર્ણ માનસિકતાને દર્શાવે છે, જેને કોઈ પણ કાળે ચલાવી લેવાય નહીં. સંગઠને આ ઘટના અંગે સખત વિરોધ વ્યક્ત કરીને નવા પ્રભારી આચાર્ય સામે કડક વૈધાનિક કાર્યવાહી કરવાની માગ કરી હતી.

આ પણ વાંચો: બજરંગ દળે દલિત આધેડને બળજબરીથી ગોબર ખવડાવી ઢોર માર માર્યો!

નવા આચાર્યે પોતાનો બચાવ કર્યો

બીજી તરફ, પોતાની સામે લાગેલા આક્ષેપો અંગે પક્ષ મૂકતા પ્રભારી આચાર્ય રામસખેન્દ્ર દ્વિવેદીએ તમામ આરોપોને પાયાવિહોણા અને મનઘડંત ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “પૂર્વ આચાર્યને 30 સપ્ટેમ્બરના રોજ આખા સ્ટાફ દ્વારા સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી અને તેમણે વિધિવત રીતે ચાર્જ સોંપ્યો હતો. ત્યારબાદ 5 ઓક્ટોબરના રોજ જ્યારે તેઓ શાળાએ પહોંચ્યા ત્યારે સ્ટાફ દ્વારા સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ત્યાં મા સરસ્વતીની તસવીર મૂકીને માત્ર પૂજા-અર્ચના કરવામાં આવી હતી અને પૂજા પૂર્ણ થયા બાદ પરંપરા મુજબ જળના છાંટા નાખવામાં આવ્યા હતા. કોઈ પણ પ્રકારનું શુદ્ધિકરણ કે જાતિગત ભેદભાવ કરવાનો આરોપ તદ્દન ખોટો અને નિરાધાર છે.

મામલતદારે આવેદનપત્ર સ્વીકારી તપાસની ખાતરી આપી

શાળા પરિસરમાં હંગામો અને વિરોધ પ્રદર્શન થવાની માહિતી મળતાં જ મામલતદાર રોશનલાલ રાવત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે વિરોધ કરી રહેલા ભીમ આર્મીના કાર્યકરો સાથે વાટાઘાટો કરી હતી અને પરિસ્થિતિને શાંત પાડીને આવેદનપત્ર સ્વીકાર્યું હતું.

તેમણે મીડિયાને જણાવ્યું હતું કે ભીમ આર્મી દ્વારા સોંપવામાં આવેલા આવેદનપત્ર અને વાયરલ વીડિયોના આધારે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવશે. તપાસ દરમિયાન જે પણ તથ્યો સામે આવશે, તેના આધારે નિયમાનુસાર આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: VHP એ JNU પ્રોફેસરનો સ્વતંત્રતા દિનનો કાર્યક્રમ ન થવા દીધો!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x