બૂલડોઝર ચલાવી ભાજપ સરકારે 1100 મુસ્લિમ પરિવારોના ઘર તોડ્યાં

બે દિવસ સુધી ચાલેલા બુલડોઝર અભિયાનમાં ભાજપ સરકારે ત્રણ જિલ્લામાંથી 1100 થી વધુ મુસ્લિમ પરિવારોને ઘરવિહોણા કરી નાખ્યા.
muslim families displacement

બૂલડોઝર હવે ભાજપ માટે મુસ્લિમ, દલિત, આદિવાસી અને ઓબીસી સમાજના ગરીબ પરિવારોને ઘરવિહોણા કરવાનું સૌથી મોટું હથિયાર બની ચૂક્યું છે. ગુજરાતમાં અમદાવાદ, દ્વારકા, ગાંધીનગર, વડોદરા સહિતના શહેરોમાં જ્યાં પણ ડિમોલિશન થયું ત્યાં મોટાભાગે મુસ્લિમ, દલિત, આદિવાસી કે ઓબીસી સમાજના ગરીબ લોકો રહેતા હતા. એકપણ સવર્ણ જાતિ, જે ભાજપની કોર વોટબેંક છે, તેના ઘરો તૂટ્યાં નહોતા. ટૂંકમાં ભાજપની જે પણ રાજ્યોમાં સરકારો છે ત્યાં બૂલડોઝર દ્વારા આ જ વર્ગના ગરીબ લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે.

આનું તાજું ઉદાહરણ આસામમાં સામે આવ્યું છે. અહીં ભાજપ સરકાર દ્વારા ચલાવવામાં આવેલા બે દિવસીય બુલડોઝર અભિયાનમાં 3 જિલ્લાઓમાંથી 1,100 થી વધુ મુસ્લિમ પરિવારોને ઘરવિહોણા કરી દેવામાં આવ્યા છે. વન જમીન પર કબ્જાના નામે નાગાંવ, ગોલાઘાટ અને હોજાઈ જિલ્લામાં ભારે સુરક્ષા વચ્ચે આ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. દાયકાઓથી વસેલા આ પરિવારોનો દાવો છે કે તેઓ કોઈ ગેરકાયદેસર કબ્જેદારો નથી પરંતુ સરકારે જ 1974 માં તેમને અહીં વસાવ્યા હતા.

3 જિલ્લામાં 1,100 થી વધુ મુસ્લિમ પરિવારો વિસ્થાપિત

અસમ સરકારના વન વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રે પોલીસના ભારે બંદોબસ્ત વચ્ચે નાગાંવ જિલ્લાના લુટુમરી લોંગજાપ રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં બુલડોઝર ફેરવી દીધું હતું. આ અભિયાનના બીજા દિવસે રવિવારે 600 થી વધુ મુસ્લિમ પરિવારોના કાચા-પાકા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: દલિત મહિલાની ડોક્ટરોએ ડિલિવરી ન કરી, રસ્તા પર બાળક જણ્યું!

આ અગાઉ શનિવારે પ્રથમ દિવસે નાગાંવમાં 336, ગોલાઘાટમાં 59 અને હોજાઈમાં 152 મળીને કુલ 547 પરિવારોને હાંકી કાઢવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં વિસ્થાપિત થયેલા મોટાભાગના લોકો બંગાળી મુસ્લિમ સમાજના છે, જેઓ દાયકાઓથી આ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા હતા.

સરકારે જ વસાવ્યા હોવાનો સ્થાનિકોનો દાવો

લુટુમરી વિસ્તારમાં વસતા આ લોકો રિઝર્વ ફોરેસ્ટની 300 હેક્ટરથી વધુ જમીન પર દાયકાઓથી રહેતા હતા. પીડિતોના જણાવ્યા મુજબ તેઓ કોઈ દબાણકારો નથી. લુટુમરીના 44 વર્ષીય નિવાસી અબ્દુલ નૂરે જણાવ્યું કે, “અમે મૂળ પાસેના જુરીયા શહેરના વતની છીએ. અમારા પૂર્વજો પાસે જમીન ન હોવાથી સરકારે જ 1974 માં અમને અહીં વસાવ્યા હતા. તે સમયે કુલ 300 ભૂમિહીન પરિવારોને 4-4 વીઘા જમીન આપવામાં આવી હતી.” તેમણે વધુમાં ઉમેર્યું કે આ વિસ્થાપન સામે ગુવાહાટી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટમાંથી પણ કોઈ રાહત મળી નહોતી.

આ પણ વાંચો: મુસ્લિમોને ભાજપ MLAએ કહ્યું, “પૈસા જોઈએ છે? તો ‘જયશ્રી રામ’ બોલો!”

50 વર્ષ જૂની મસ્જિદો અને ઘરો પર બુલડોઝર ફરી વળ્યું

આ કાર્યવાહીમાં માત્ર ઘરો જ નહીં પરંતુ ધાર્મિક અને સામાજિક નિર્માણોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, વિસ્તારમાં આવેલી 10 થી વધુ મસ્જિદોને પણ પાડી દેવામાં આવી છે, જેમાંથી કેટલીક મસ્જિદો 50 વર્ષથી પણ વધુ જૂની હતી. વિસ્થાપિત થયેલા લોકોમાંથી મોટાભાગના લોકો પેઢીઓથી વન વિભાગમાં મજૂર તરીકે કામ કરતા આવ્યા છે અને જંગલોના રક્ષણ સાથે જોડાયેલા રહ્યા છે.

‘ટાંગ્યા’ સિસ્ટમ હેઠળ વસેલા ગામોની અવગણના

ચાલુ વર્ષના જૂન મહિનામાં ‘ઓલ ઈન્ડિયા યુનિયન ઓફ ફોરેસ્ટ વર્કિંગ પીપલ’ નામના સંગઠને અસમ સરકારને પત્ર લખીને આ કાર્યવાહી રોકવા અપીલ કરી હતી. સંગઠને દલીલ કરી હતી કે કંદરપા લોંગજાપ, પદુમની, હાતિજુર અને નંબર 9 ખેરોની નામના 4 ગામોના લોકોને બ્રિટિશ કાળની ‘ટાંગ્યા’ (taungya) વન વ્યવસ્થાપન પ્રણાલી હેઠળ વસાવવામાં આવ્યા હતા. 19 મી સદીના મધ્યમાં અંગ્રેજો દ્વારા શરૂ કરાયેલી આ પ્રણાલીમાં વનવાસીઓ વન વિભાગ માટે કામ કરતા હતા અને કિંમતી વૃક્ષો વાવવાની સાથે ખેતી કરતા હતા. તેથી તેમને સામાન્ય ગેરકાયદેસર કબ્જેદારો ગણી શકાય નહીં.

10 વર્ષમાં 19,000 પરિવારો વિસ્થાપિત

રાજ્યના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ તેમજ વિવિધ જિલ્લા વહીવટીતંત્રોના આંકડા દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 10 વર્ષના શાસનકાળ દરમિયાન રાજ્યમાં લગભગ 19,000 પરિવારોને સરકારી જમીનો પરથી દૂર કરવામાં આવ્યા છે. બેઘર થયેલા આ વિસ્થાપિત પરિવારોમાંથી મોટાભાગના મુસ્લિમ છે, જેઓ હવે ખુલ્લા આકાશ નીચે જીવવા મજબૂર બન્યા છે.

આ પણ વાંચો: RSS પ્રચારકને પોલીસે પોલીસ સ્ટેશનમાં નગ્ન કરી ફટકાર્યો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x