ભાવનગરમાં ખૂનના આરોપીએ દલિત સાક્ષીને છરી બતાવી ધમકાવ્યો

ભાવનગરમાં જામીન પર છૂટેલા ખૂનના આરોપીએ કેસના મુખ્ય સાક્ષી દલિત શખ્સને રસ્તામાં આંતરી છરી બતાવી મારી નાખવાની ધમકી આપી.
bhavnagar murder case

ભાવનગરમાં હત્યા, લૂંટ અને હુમલા જેવા 15 જેટલા ગંભીર ગુનાઓ આચરી ચૂકેલા એક શખ્સે જામીન પર છૂટીને ખૂન કેસના મુખ્ય સાક્ષી એવા દલિત શખ્સને આંતરીને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ હતી. આ મામલે એટ્રોસિટીનો કેસ નોંધાતા આરોપીને પોલીસે સુરતથી ઝડપી લીધો હતો.

જામીન પર બહાર આવી મર્ડર કેસના દલિત સાક્ષી પર હુમલો

પોલીસ તરફથી મળતી સત્તાવાર માહિતી અનુસાર, મૂળ ભાવનગરના જેસર તાલુકાના માતલપર ગામનો વતની 38 વર્ષીય હિંમત ઉર્ફે ખત્રી ચુડાસમા અત્યંત હિંસક અને ક્રૂર પ્રવૃત્તિઓ માટે કુખ્યાત છે. 2020માં આચરેલી એક હત્યાના કેસમાં કોર્ટે તેને આજીવન કેદની આકરી સજા ફટકારી હતી. જોકે, હાઈકોર્ટમાંથી જામીન મેળવીને તે એપ્રિલ-2026માં રાજકોટ જેલમાંથી બહાર આવ્યો હતો.

આ પણ વાંચો: પાટણમાં GPSC ના ચેરમેન હસમુખ પટેલને હટાવવા આંદોલન શરૂ!

જેલમાંથી બહાર નીકળતા જ તેણે અગાઉના મર્ડર કેસમાં મુખ્ય સાક્ષી રહેલા દલિત સમાજના હકાભાઈ કાળાભાઈ રાઠોડ સામે જૂની અદાવત રાખી વેર વાળવાનું કાવતરું રચ્યું હતું. ગત 14 જૂન 2026ના રોજ સાક્ષી હકાભાઈ જ્યારે બેડા ગામે ગયા હતા, ત્યારે આરોપી હિંમતે તેના સાગરીતો કિશોર અને યોગેશ સાથે મળીને તેમનો રસ્તો રોક્યો હતો.

છરી બતાવી જાતિસૂચક અપશબ્દો કહી ધમકી આપી

હિંમતે સાગરિતો સાથે મળીને હકાભાઈને જાહેર રસ્તા પર છરી બતાવી આતંક મચાવ્યો હતો. તેણે હકાભાઈને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી, જાતિવાદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપી હતી. આ ઘટના અંગે જેસર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે BNS ની કલમો અને SC/ST એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. દલિત સાક્ષી પર હુમલો કરીને એટ્રોસિટીનો ગુનો આચર્યા બાદ આરોપી ભાવનગરથી ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો: વિચરતી જાતિઓને આજે પણ સમાજ સંશયની નજરે કેમ જુએ છે?

સુરતમાંથી ક્રાઈમ બ્રાંચે દબોચી લીધો

પોલીસની ધરપકડથી બચવા માટે આરોપી હિંમત સુરત ભાગી આવ્યો હતો. તે કામરેજના ખોલવાડ વિસ્તારમાં આવેલા ભાદા કોલોની કબ્રસ્તાન પાસે છુપાઈને રહેતો હતો. કોઈને શંકા ન જાય તે માટે તે પોતાની અસલી ઓળખ છુપાવીને આરી ભરતકામની મજૂરી કરી રહ્યો હતો.

સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન ગુનેગારો પર નજર રાખી રહેલી સુરત ક્રાઈમ બ્રાંચની નાસતા-ફરતા સ્ક્વોડને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે વરાછા માતાવાડી નાકા પાસેથી કોર્ડન કરીને આ ખતરનાક ગુનેગારને ઝડપી પાડ્યો હતો. આગળની કાયદેસરની કાર્યવાહી અને ધરપકડ માટે તેનો કબજો ભાવનગરની જેસર પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: BAPS ના મહિલાદ્વેષી કટ્ટરવાદે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને લજવ્યું!

આરોપી પર પાસા સહિતના 15 ગંભીર ગુનાઓ

પકડાયેલો આરોપી હિંમત ઉર્ફે ખત્રી કોઈ સામાન્ય ગુનેગાર નથી પરંતુ રીઢો અપરાધી છે. તેના નામે જેસર, બગદાણા, વરાછા, ભરતનગર અને રાજુલા પોલીસ સ્ટેશનમાં કુલ 15 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જેમાં હત્યા અને હત્યાની કોશિશના કેસ, લૂંટ અને સશસ્ત્ર હુમલો, આર્મ્સ એક્ટ અને એટ્રોસિટી એક્ટના ગુના, પ્રોહિબિશન અને મારામારીના કિસ્સાઓ સામેલ છે. અગાઉ 2016માં તેની અસામાજિક અને હિંસક પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે પાસા (PASA) હેઠળ અટકાયત કરીને સુરતની લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે જામીન પર છૂટતા સવર્ણ ગુનેગારો દલિત પીડિતો અને સાક્ષીઓ માટે કેટલા ખતરનાક સાબિત થાય છે. જો ન્યાયતંત્ર અને પોલીસ સાક્ષીઓને પૂરતું રક્ષણ પૂરું નહીં પાડે, તો બહુજન સમાજ માટે અદાલતોમાંથી ન્યાય મેળવવો વધુ મુશ્કેલ બનશે.

આ પણ વાંચો: લોકશાહી પરનું સંકટ ગુજરાતીઓ 30 વર્ષથી અનુભવે છેઃ ડૉ. લક્ષ્મણ યાદવ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x