છેડતીના આરોપીના દબાણથી ધો.10ની દલિત વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો

છેડતીની ફરિયાદ પાછી ખેંચવા આરોપીના સતત દબાણ અને ધમકીથી ડરી ગયેલી 16 વર્ષીય દલિત સગીરાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. વાંચો વિસ્તૃત રિપોર્ટ.
Dalit girl commits suicide

દેશમાં દલિતો માટે ન્યાય મેળવવો દિન પ્રતિદિન કપરો બનતો જઈ રહ્યો છે. આવું એટલા માટે લાગે કેમ કે, દલિત દીકરીઓની છેડતી કરનારા આરોપીઓ ખૂલ્લેઆમ તેમને ધમકાવી રહ્યાં હોવા છતાં કાયદો તેમનું કશું બગાડી શકતો નથી. પરિણામે પીડિતાઓ અંતિમ પગલું ભરવા મજબૂત બની જાય છે. આવી જ એક ઘટનામાં એક ધોરણ 10માં ભણતી દલિત વિદ્યાર્થીનીએ છેડતીના આરોપી યુવકની ધમકીઓ, દબાણ અને ડરથી ત્રસ્ત થઈને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.

મામલો મધ્યપ્રદેશના નિવાડી જિલ્લાનો છે. અહીંના પૃથ્વીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં 10મા ધોરણમાં અભ્યાસ કરતી 16 વર્ષીય દલિત સગીરાએ છેડતીના આરોપી યુવકના અસહ્ય દબાણ અને ધમકીઓથી કંટાળીને રવિવારે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી યુવક સગીરા અને તેના પરિવાર પર તેમણે નોંધાવેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચવા માટે સતત દબાણ કરી રહ્યો હતો, જેનાથી ડરીને સગીરાએ આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

મંદિરથી પરત ફરતી વખતે થઈ હતી છેડતી

પૃથ્વીપુર પોલીસ સ્ટેશનના પ્રભારી જિતેન્દ્ર સિંહ ગુર્જરે ઘટનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લા મુખ્યમથકથી આશરે 18 કિલોમીટર દૂર આવેલા સિયાખાસ ગામમાં આ ઘટના બની છે. બે દિવસ પહેલા પીડિત સગીરા તેની ભાભી સાથે સ્થાનિક મંદિરથી દર્શન કરીને ઘર તરફ પરત ફરી રહી હતી. તે સમયે ગામના જ અભિષેક યાદવ નામના યુવકે દુર્ભાવનાપૂર્ણ ઈરાદા સાથે સગીરાને રસ્તામાં રોકી હતી અને તેની સાથે છેડતી કરી હતી. આ ઘટના બાદ પીડિત સગીરાએ હિંમત દાખવીને પરિવારના સહયોગથી આરોપી વિરુદ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: ભાજપ ધારાસભ્યે દલિત એન્જિનિયરને ઓફિસે બોલાવી ઢોર માર માર્યો!

POCSO અને SC-ST ACT હેઠળ ગુનો દાખલ

સગીરાની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય આરોપી અભિષેક યાદવ અને અન્ય ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો ઉપરાંત, SC-ST Act (એટ્રોસિટી એક્ટ) તેમજ જાતીય અપરાધો સામે બાળકોનું રક્ષણ કરતા કાયદા (POCSO એક્ટ) ની કડક જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસ તંત્રે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપી અભિષેક યાદવની ધરપકડ પણ કરી લીધી હતી.

આ પણ વાંચો: ગેસ પર બનેલી રોટલી ખાવાથી પુરુષોમાં દમ નથી રહ્યો’- દેવકીનંદનનો બફાટ

કેસ પાછો ખેંચવાનું દબાણ અને ધમકી બન્યા આપઘાતનું કારણ

પોલીસ અધિકારી ગુર્જરે વધુમાં જણાવ્યું કે, ધરપકડ અને કાનૂની કાર્યવાહીથી બચવા માટે આરોપી અને તેના પક્ષના લોકોએ પીડિત દલિત પરિવાર પર દબાણ લાવવાનું શરૂ કર્યું હતું. આરોપી પક્ષ દ્વારા સગીરાના પરિવારને કેસ પાછો ખેંચી લેવા અથવા ગંભીર પરિણામો ભોગવવાની ધમકીઓ આપવામાં આવી રહી હતી.

આરોપીઓના આ સતત વધી રહેલા દબાણ, સામાજિક બદનામીના ડર અને ભયના માહોલને કારણે સગીરા માનસિક રીતે ભાંગી પડી હતી. અંતે, કોઈ રસ્તો ન દેખાતા રવિવારે તેણે પોતાના જ ઘરમાં પંખા સાથે ફાંસો ખાઈ લીધો હતો. હાલ પોલીસે સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને કેસમાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓની શોધખોળ તેમજ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: બ્રાહ્મણ યુવકોએ કાર ન હટાવતા 14મી એપ્રિલની રેલીમાં હિંસા ફાટી નીકળી!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x